દાનેશ આઈ એમ સોરી મારા ગુસ્સા ભર્યા સ્વભાવને ખાતર તું ને કેટલું દુખ ખમવું પડયું હવે હું મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખશ. દાનેશ હવે કોઈપણ દિવસ ગુસ્સા થઈને મારા મારી નહીં કરશ. તું પણ ડાહ્યો થઈને રહેજે. સમજ્યો કે? એટલે બધા હસી પડયા. દાદારજીએ મહેર કીધી ને તું જલ્દી સારો થઈ ગયો. થેન્ક યુ દાદારજી એટલે દાનેશે કહ્યું ઈટસ ઓકે માઈ સ્વીટ સીસ્ટર ને બન્ને ભાઈ બહેન એક મેકને ભેટી પડયા.
એક દિવસ શીરીને દીનશાને કહ્યું, દીનશાહ હવે આપણા પરથી બધુ વઘન વીતી ગયું તો હવે એક સારો દિવસ જોઈને બચ્ચાંઓની નવજોત કરી નાખ્યે.
દીનશાજી હસતા હસતા બોલ્યા, જો હોકમ સરકાર. એટલે બેઉએ મળીને નવજોતનો તે શુભ દિવસ નકકી કીધો. શહેરેવર મહીનો ને આવાં રોજ ને નવજોતની તૈયારી શરૂ થઈ. શોપીંગ દસ્તુરજી કેટરીંગ મ્યુઝીક બધું અરેન્જડ થઈ ગયું ને નવજોતનો તે શુભ ને ભાગ્યશાળી દિવસ આવી લાગ્યો.
સગાવહાલાઓ આવી લાગ્યા ને બધાના ચહેરા પર ખુશાલી હતી ને મહેમાનોની હાજરી આશીરવાદથી નવજોતનો તે સબકતો દિવસ વાજતે ગાજતે પાર પડી ગયો ને મહેમાનો ગોદીવાલાનું ટેસ્ટી ભોણું ખાઈને દીનશાહ શીરીનને મળી ભેટીને ઘરે ગયા.
બીજે દિવસે આખુ ફેમીલી ઈરાનશાહને નમન કરવા ઉદવાડા ઉપડી ગયા.
હવે મોટી થતા શીરાઝી પણ ડાહીને સમજદાર બની ગઈ. ને ભાઈ દાનેશની એકદમ લવીંગ સીસ્ટર બની ગઈ. વખત વહેતો ગયો બેઉ બચ્ચાઓ મોટા થતા ગયા. ને દાનેશને તો એક મોટી ફોરેન બેન્કમાં મોટા પોસ્ટની નોકરી પણ મળી ગઈ. ને શીરાઝી પણ શીખીભણીને ગે્રજ્યુએટ થઈ ગઈ.
એક દિવસ દાનેશે મંમી ડેડી આગળ આવીને કહ્યું મોમ, ડેડ મારે તમને એક વાત કહેવી છે.
દીનશાહે હસીને મજાક કીધી શું મંમી ડેડીને હનીમુન પર મોલવાનો તારો વિચાર છે કે શું? અરે નહીં રે ડેડી હવે તો મારા હનીમુન પર જવાના દિવસો છે. ખરૂં ને મંમી? શીરીન હસીને બોલી, હાસ્તો વરી. બોલ શું વાત છે? મારો દીકરો શું ફરમાયશ લઈને આયોચ. તારી વાત માનવા જેવી હશે તો જરૂર તે પર વિચાર કરશું.
મોમ અને ડેડ હું જે બેન્કમાં જાઉંચ તે બેન્કમાં તરોનીશ નામની એક સીધી સાદી ને સ્વીટ લુકીંગ છોકરી ભજોબ પર છે. ને તે મને ઘણી ગમે છે. એને પણ હું ગમું છું એને પ્રોપોઝ કરૂં ઘણી મીઠી લાગેચ. દીનશા ને શીરીન ગંભીરતાથી પણ હસવામાં એક એતકનું મોઢું જોવા લાગ્યા એટલે દાનેશ કડખાયો ને મનમાં બોલ્યો કલાસ રોગ નંબર મંમી ડેડીનો વિચાર નથી લાગતો.
(વધુ આવતા અંકે)
સુખી સંસાર!
Latest posts by PT Reporter (see all)