Your Moonsign Janam Rashi This Week –
06th March – 12th March, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમારે 42 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા મોજશોખ પાછળ ધન ખર્ચ ખુબ વધી જશે. કામકાજ માટે ભાગદોડ કરી શકશો. મુસાફરી કરી શકશો. જમીન તથા સેલ્સના કામો કરી શકશો. ઓપોજીટ સેકસને ખુશ રાખવા મનપસંદ ચીજ અપાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 06, 07, 11, 12 છે

Venus rules you over the next 42 days, causing an increase in your expenses and inclination towards fun and entertainment. You will be able to put in good effort towards your work. You will be able to do good work related to sales and property. Short travel is indicated. You will keep the opposite gender by buying them what they desire. Pray to Behram Yazad daily.

Lucky Dates: 06, 07, 11, 12.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ધીરે ધીરે ગુમાવેલ માન-ઈજ્જત પાછી મેળવશો.માથાનો બોજો ઓછો કરવા જે કમાશો તેમાંથી થોડી રકમ તમારા લેણદારને ચુકવતા જજો. તમારો વિરોધ કરનાર વ્યક્તિ તમને માનથી જોવા લાગશે. ઓપોજીટ સેકસના સંબંધોમાં સુધારો આવશે. આજથી દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

Lucky Dates: 07, 08, 09, 10.
Venus’ ongoing rule brings back any lost respect or appreciation. To reduce your mental worries, ensure to keep paying off your debts, little by little, from your earnings. Those who oppose you will see you in a renewed respectful light. There will be an improvement in your relationships with the opposite gender. Pray to Behram Yazad daily.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી સામે પડેલી ચીજ વસ્તુ તમને દેખાશે નહીં. તમારી નાની ભુલ તમને મોટી પરેશાની આપશે. નાણાકીય ખેચતાણ વધી જશે. ઘરમાં શાંતિ નહીં રહે. તબિયતનું ધ્યાન રાખજો.એસીડીટી કે કોન્સ્ટીપેશનથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 06, 07, 11, 12 છે.

Rahu’s rule till 3rd April could cause you to overlook things lying right in front of your eyes. Even a small mistake of yours could land you in big trouble. Financially things could get strained. The house atmosphere might not be peaceful. Take care of your health – you could suffer from acidity or constipation. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 06, 07, 11, 12.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. કૌટુંબીક શાંતિ મળશે. ફેમીલીમાં નાનુ ગેટ ટુ ગેધર કરી શકશો. કામ માટે થોડી ભાગદોડ કરવાથી વધુ ધન મેલવી શકશો. બીજાને મદદ કરવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી ધર્મના કામ કરી શકશો. ઘરમાં શાંતિ રાખવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 06, 07, 08, 10 છે.

Jupiter’s rule till 23rd March brings familial peace. You will be able to plan a family get-together. Putting in a little extra effort in your work could have you earn extra income. You will be successful in helping another. Jupiter’s graces nudge you towards doing religious work. To keep peace at home, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 06, 07, 08, 10.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો વિજળીવેગે પૂરા કરી શકશો. જાણતા અજાણતા કોઈના મદદગાર બની તેની ભલી દુવા મેલવી લેશો. અટકેલા કામ ચાલુ કરવા ઈનવીઝીબલ હેલ્પ મળી આવશે. નવા કામ કરવામાં સફળ થશો. કોઈ સગાસંબંધીને મળવાથી તેઓ આનંદમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 07, 09, 11, 12 છે.

Jupiter’s ongoing rule helps you complete your important tasks at lightning speed. You might end up helping out another, advertently or inadvertently, and gain their blessings. An anonymous form of help will help you to restart stalled projects. New ventures will be successful. You will bring much happiness to a relative by meeting with them. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 07, 09, 11, 12


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયતની ખાસ સંભાળ લેજો. તબિયતમાં બેદરકાર રહેશો તો મોટી મુસીબતમાં ફસાઈ જશો. નાણાકીય બાબતમાં લેતીદેતી કરતા નુકસાની ભોગવવી પડશે. વડીલવર્ગની તબિયતની સાર સંભાળ લેવી પડશે. કોઈ અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરી નાખે તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

Saturn’s ongoing rule suggests that you take special care of your health. Any carelessness towards your health could land you in big trouble. You could incur losses in any financial transactions that include lending or borrowing money. You would need to take special care of the health of your elders. You could end up getting cheated by a trusted and close person. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 07, 08, 09, 10.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા બે અઠવાડિયા બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારાથી બને એટલા પૈસા બચાવજો અને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જે જરૂરત હોય તે વસ્તુ વસાવી લેજોે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. મિત્રોની મદદથી અધુરા કામ પુરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

With the last two weeks under Mercury’s rule, try your best to save as much as possible and ensure to invest the same. Purchase only those things which are necessary. Financial stability is predicted. You will be able to complete your unfinished tasks with the help of friends. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 07, 08, 09, 10.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધ્ધિશાળી બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરતા હશો તેમાં પ્રમોશન તેમજ નાણાકીય લાભ મળવાના સારા ચાન્સ છે. તમારી સાથે કામ કરનાર સાથે ઉપરીગવર્ગ પણ તમારા કામથી ખુશ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 06, 08, 11, 12 છે.

Mercury’s rule till 17th April indicates that you could be up for a promotion or monetary increase. Your colleagues as well as your seniors at work will be pleased with your performance. There will be improvement in your financial condition. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 06, 08, 11, 12.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

મંગળની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. આજુબાજુવાળા તમને ખોટી રીતે પરેશાન કરશે. ઉપરીવર્ગ તમારા કામમાં ભુલ શોધી તમને ઈરીટેટ કરી નાખશે. નવું વાહન લેવાનો વિચાર કરતા નહીં. શારિરીક બાબતમાં માથાનો દુખાવો તથા રાતના ઉંઘ નહીં આવે તેનાથી પરેશાન થશો. મગજને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09 10 છે.

Mars’ ongoing rule could make you angry over small matters. Those around you will harass you wrongfully. Seniors at work will find faults in your work and make you very irritable. Avoid buying any new vehicle. You could suffer from headaches and sleepless nights. To pacify the mind, pray the Tir Yasht daily.

Lucky Dates: 07, 08, 09 10.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા ઘરનું વાતાવરણ ખુબ સારૂં અને શાંત રહેશે. તમને આનંદ મળે તેવા સમાચાર સાંભળવા મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 06, 10, 11, 12 છે.

The Moon’s rule till 23rd March will make the home atmosphere happy and peaceful. You will receive news which brings you great joy. You will be able to cater to the wants of your family members. You will be able to make purchases for the home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 06, 10, 11, 12.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 23મી એપ્રિલ સુધી તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. જે પણ ડીસીઝન લેશો તેમાં ભવિષ્યમાં ફાયદામાં રહેશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બાળકોની ચિંતા ઓચી થતી જશે. આજથી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 11 છે.

The Moon’s rule till 23rd April helps in reducing your mental worries. Your decisions will prove to be beneficial for you in the future. Ensure to make investments. Worries about the children will reduce. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 07, 08, 09, 11.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કરી દેજો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. રોજના કામ પર ધ્યાન આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 06, 07, 10, 12 છે.

With the last week remaining under the rule of Venus, you are advised to speak out your mind to the person you wish to convey your feelings to. Ensure to make investments as your financial conditions are good. Squabbles between couples will reduce. Focus on your daily chores. Pray to Behram Yazad daily.

Lucky Dates: 06, 07, 10, 12.

Leave a Reply

*