આંતર-વિશ્ર્વાસ સંવાદિતાને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ, કરાચી (પાકિસ્તાન)માં આવેલી બીવીએસ પારસી હાઇ સ્કુલના આચાર્ય – કેરમીન પારખના માર્ગદર્શન હેઠળ, બીવીએસ પરિવાર તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે. તેમની વાર્ષિક પરંપરા ચાલુ રાખતા, આ વર્ષે પણ, બીવીએસના જરથોસ્તી
પરિવારે શાળામાં 19મી માર્ચ, 2021ના રોજ જમશેદી નવરોઝને ઉત્સાહથી ઉજવ્યો.
ઉજવણી શરૂ કરતા પહેલા, જરથોસ્તી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અહુરા મઝદાના આશીર્વાદ મેળવવા હિરજીભોય દર-એ-મેહેરની મુલાકાત લીધી હતી. પાછા ફર્યા પછી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્તુઓ અને વાનગીઓથી નવરોઝ હફ્ટ-સીન ટેબલને શણગાર્યુ હતું.
ઉજવણીની શરૂઆત, શાળાના ધર્મગુરૂ, એરવદ રોહિન્ટન મિરઝાંએ દરેકના સારા સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓએ ગુલાબ જળ છંટકાવ કર્યો અને સુંદર સુશોભિત ટેબલ જોવા આવેલા બધાને જણાવ્યું ગુલાબ જેવા પમરતા રહેજો, આરસી જેવા ચમકતા રહેજો. સામાજિક અંતરની ફરજિયાત આવશ્યકતાને ધ્યાનમાં રાખીને, કોઈએ હાથ મિલાવ્યા નહીં અથવા એકબીજાને ગળે લગાડવાને બદલે કોણીથી આનંદદાયક અભિવાદન કર્યુ.
પાછલા વર્ષોમાં, બીવીએસ પારસી હાઇસ્કુલનું બેન્ડ અને વિદ્યાર્થીઓ બીએમએચ પારસી જનરલ હોસ્પિટલ અને અરમાન હાઉસના વડીલો અને રહેવાસીઓને આનંદ મળે તે માટે જતા હતા પરંતુ આ રોગાચાળાને લીધે શક્ય ન બન્યું. અહુરા મઝદા હંમેશાં આપણને આશીર્વાદ આપતા રહે!
ઉજવણી તમને નીચેની લિંક પર જોઈ શકો છો.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025