હૈદરાબાદની ચીનોય અગિયારીના કોલોની નિવાસીઓ કરી નવરોઝની ઉજવણી

હૈદરાબાદની બાઇ માણેકબાઈ એન. ચીનોય અગિયારીના કોલોનીના રહેવાસીઓએ 20મી માર્ચ, 2021 ના રોજ અગિયારીના હોલમાં જમશેદી નવરોઝ ટેબલ સ્પ્રેડથી સ્પ્રિંગ ઇક્વિનોક્સની ઉજવણી કરવાની પરંપરા ચાલુ રાખી હતી. અગિયારીના રહેણાંક સંકુલમાં રહેતા તમામ 36 પરિવારમાંથી દરેક પરિવારે ટેબલ પર એક વસ્તુનો ફાળો આપ્યો હતો.
નવરોઝના આગમનને આવકારવા અને ઉજવણી કરવા માટે બપોરના તમામ વસાહત રહેવાસીઓ અગિયારી હોલમાં ભેગા થયા હતા એરવદ મહેરનોશ ભરૂચા અગિયારીના પ્રમુખ નવરોઝ ઉત્સવ પર વાત કરી પ્રાર્થના કરી હતી. વસાહતના બાળકોએ મને એક જરથોસ્તી હોવાનો ગર્વ છે ગાયુ, તથા વસાહતની મનોહર મહિલા રહેવાસીઓએ મોનાજાતની રજૂઆત કરી.
એરવદ ભરૂચાએ ટેબલ ગોઠવવા બદલ અને નવરોઝના મહત્વને દર્શાવતા માહિતીપ્રદ પોસ્ટરો રજૂ કરનાર ફરીદા આંટીયાનો આભાર માન્યો હતો. તેમણે પ્રેરણાદાયક હોસ્ટિંગ બદલ પ્રેસિડન્ટ- મેહેરનોશ ચીનોય અને અગિયારીના ટ્રસ્ટીઓનો આભાર માન્યો. પારસી ગીત છૈએ અમે જરથોસ્તી ગાઈ સમુદાયના સભ્યોએ નાસ્તો કરી ફાલુદા ખાધા પછી સાંજની સમાપ્તી કરી હતી.
સૌજન્ય: કેરફેગર આંટીયા

Leave a Reply

*