સામગ્રી: 1 ટેબલ સ્પૂન કોકો પાવડર, 3 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર, 3 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન મિલ્ક, 2 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન આઈસીંગ સુગર, મેરી ગોલ્ડ બિસ્કીટનો ભૂકો. પુરણ માટે: કોપરાનું છીણ, 2 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન અખરોટનો ભુક્કો
રીત: સૌ પ્રથમ કોકો પાવડર, ચોકલેટ પાવડર, મલાઈ, બિસ્કીટનો ભુક્કો, મિલ્ક આઈસીંગ સુગર મિક્ષ કરો અને કડક લોટની કણક બાંધો એને લીસ્સો કરવા ધી એડ કરવું. કણક બંધાઈ જાય એટલે એને પ્લાસ્ટિકના બે કવર વચ્ચે રાખી જાડો રોટલો વણવો. પછી ઉપરનું પ્લાસ્ટિકનું કવર કાઢી લેવું. પછી એક વાડકીમાં કોપરાનું છીણ, મલાઇ અને અખરોટનો ભૂકો મિક્ષ કરવુ. પછી એને સ્પૂન વડે પેલા રોટલા પર જાડુ થર પાથરવું. એ રોટલાનો રોલ વાળવો. રોલ વાળીને ડિપ ફ્રીઝ માટે 15 મિનિટ માટે મુકવું. પછી એને બહાર કાઢીને એના પીસ કરીને સર્વ કરવા. આ વસ્તુને તમે ડેઝર્ટ તરીકે પણ વાપરી શકો છો. ઉપર ચોકલેટ સોસ ઉમેરીને તેમા કોઈ પણ ડ્રાય ફ્રુટ વાપરી શકાય છે. તમારે પુરણના બનવું હોય તો જે કણક તૈયાર કરી છે એમાં કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખીને અલગ-અલગ મોલ્ડમાં મૂકીને શેપ આપવો ચોકલેટ સોસ પણ નાખીને સર્વ કરી શકાય છે.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025