સૌથી હિંમતવાન બહેરામ યઝદ બોલે છે (સહાય માંગનાર પાસે) હું હિંમતમાં સૌથી વધારે હિંમતવાન છું, હું વિજય મેળવનારમાં સૌથી મોટો વિજયી છું, નફામાં હું સૌથી મોટો નફાકારક છું, આરોગ્યમાં હું સૌથી વધારે આરોગ્ય આપનાર છું હું -બેહરામ યશ્ત પેરા 3
1 જૂન, 2021 ના રોજ કોરોના વાયરસ ઉપર ફત્તેહ મેળવવા આપણા સમુદાય અને તમામ માનવતાને આશીર્વાદ આપવા ઝેડએસી (ઝોરાસ્ટ્રિયન એસોસિએશન ઓફ કેલિફોર્નિયાના) ખાતે બેહરામ યઝદનું જશન સાંજે 7.30 કલાકે કરવામાં આવશે.
મહિનાની શરૂઆત સાથે વિજયના જશનનો પ્રારંભ કરતાં વધુ સારું શું હોઈ શકે? એરવદ ઝરીર ભંડારાએ વધુમાં ઉમેરતા જણાવ્યું કે, આ ફત્તેહનું બેહરામ યઝદનું જશન ખાસ કરીને ભારતમાં સારા સમયને આવકારવા અને આપણા સમુદાયના સભ્યોમાં આરોગ્ય, શક્તિ, સંપત્તિ, આયુષ્ય અને સુખ લાવવા માટે કરવામાં આવે છે.
સામાન્ય રીતે, વર્તમાન મહિનો – દએ મહિનામાં આપણા લોકો ઘરમાં જશન કરે છે. પરંતુ વર્તમાન સંજોગોને લીધે, આપણે કરી શકતા નથી. તેથી, આપણી માંથ્રવાણીની પ્રાર્થનાના શક્તિશાળી કંપનો દ્વારા પુષ્કળ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારા ઘરે જશન પ્રાર્થનાને ઉજવવાની આ એક ઉત્તમ તક છે. છેલ્લા બેહરામ રોજ જશન દરમિયાન, અમે પ્રાર્થનાની પ્રથમ 3 મિનિટની અંદર મહત્તમ ક્ષમતા સુધી પહોંચ્યા! આ વખતે દરેકને
સમાવવા માટે, અમે અમારી ક્ષમતા વધારીને 1000 સહભાગીઓ કરી છે. કૃપા કરીને આ જશન અને હમબંદગીમાં ભાગ લો, એરવદ ભંડારા દ્વારા જણાવવામાં આવ્યું. ઝૂમ પર દુનિયાભરના જરથોસ્તી લોકો હાજરી આપી શકે છે.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024