ઔષધ નો રાજા હરડે : હમેશાં ઘરમાં રાખો જે તમારા નાના મોટા રોગો ભગાડવામાં મદદરૂપ છે

કોઈ વ્યક્તિ એવી નથી કે જેને કોઈ તકલીફ ન હોય. ઘણા લોકોને ઇમ્યુનિટી પાવર મજબૂત હોય તો તેમનું શરીર ઓછા રોગનો ભોગ બને છે, જ્યારે ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમનું શરીર વધારે રોગનો ભોગ બનતું હોય છે. વળી દરેકને નાની મોટી કોમન શારીરિક તકલીફ તો સતાવતી જ રહેતી હોય છે. આ કોમન તકલીફની વાત કરીએ એટલે અપચો, ગેસ, એસિડિટી વગેરેનાં નામ તરત મનમાં આવી જાય.
હવેનો સમય એવો છે કે ગેસ, એસિડિટી, અપચાને લોકો બીમારી ગણતા પણ નથી. જે સમયે તે સમસ્યા સર્જાય ત્યારે થોડી પીડા સહન કરીને તે મટી જાય તેની દવા લઇ લેવાતી હોય છે. પણ તેને જડમૂળમાંથી દૂર કરવા જેટલી ચીવટ કોઇ નથી રાખતું. પરિણામે તે સમસ્યાથી બીજા રોગ શરીરમાં આવવા લાગે છે. આ અને આના જેવા કેટલાય રોગનું નિવારણ હરડે દ્વારા કરી શકાય છે . હરડે શરીરને અનેક તકલીફમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કરે છે .
વજન ઘટાડવામાં: હરડે પેટને એકદમ સ્વચ્છ રાખી અને પાચનતંત્રને સુધારે છે. આ સિવાય હરડે શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. હરડેનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થઇ શકે છે. આ પાચન માટે ફાયદાકારક હોવાથી ગેસ, એસિડિટી અને સાથે બીજી અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે અને ધીરેધીરે તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
કબજિયાત દૂર કરનાર: કબજિયાતની સમસ્યાથી હેરાન થતા લોકો માટે હરડે વરદાનસમાન છે. કબજિયાત દૂર કરવા માટે હરડેને મીઠા સાથે ખાઓ. મોટા ભાગના લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય છે. હરડેનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદો અપાવે છે.
અપચાથી છુટકારો: હરડેનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે. ભોજન કર્યા પહેલાં હરડે ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખૂલે છે અને ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ, ગોળ કે સિંધવ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.

Leave a Reply

*