મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમને નાના કામો પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. તમે સ્વભાવે ખૂબજ સીધા હોવા છતાં આજુબાજુવાળા તમોને ખોટી રીતે પરેશાન કરી નાખશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. ધન ઉધાર આપતા નહીં. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 13, 14 છે.
Rahu’s rule will last till 3rd February, indicating that you will have to put in additional effort even to accomplish smaller tasks. Despite being a simple person, you will get troubled by those around you. Financial issues could mount. Do not lend money to anyone. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 8, 9, 13, 14.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુરુ જેવા ધર્મના દાતાની દીનદશા ચાલુ હોવાથી પારકાને બી પોતાના બનાવી લેશો. ઘરનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે. ધન મેળવવા જરા બી મુશ્કેલી નહીં આવે. હાલમાં બને તો નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તબિયતમાં સારો સુધારો રહેશે. ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 9 થી 12 છે.
Under the ongoing Jupiter’s rule, you will be able to win over even strangers. The atmosphere at home will be great. There will be no challenges in your way to earn money. You are advised to make at least small investments for sure. Health will continue to improve substantially. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 9 to 12.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આ અઠવાડિયામાં સારા સમાચાર મળવાના ચાન્સ છે. જે વ્યક્તિને મળીને આનંદ આવે તે વ્યક્તિ મળશે. કોઈકની ભલાઈનું કામ કરી શકશો. જેબી મળશે તેમાં તમોને સેટીશફેક્સન હશે. ઘરવાળા અને કામ પર બંને જગ્યાએ સરખો ન્યાય આપવામાં સફળ થશો. તમો બી ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 8, 9, 13, 14 છે.
In this week, you could be at the receiving end of some good news. You will meet up with the person who brings you much joy. You will be able to help out another. You will feel a sense of satisfaction in all that you receive. You will be successful in doing justice to your home and your workplace, in equal measure. Ensure to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 8, 9, 13, 14.
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી રીસ્કી કામ કરતા નહીં. તબિયતની બાબતમાં તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકી દેશે. ધણી-ધણીયાનીમાં નાની-નાની વાતે મતભેદ પડતા રહેશે. મતભેદ વધે નહીં તેની માટે તમે શાંત થઈને બેસી જજો. સામે દલીલ કરતા નહીં. ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10 થી 13 છે.
Avoid taking on any risky projects till 24th January. Healthwise, even a small level of carelessness could land you in big trouble. Couples could keep squabbling over small issues. To ensure that these arguments don’t flare up, try to stay silent and do not argue your point with them. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 10 to 13
LEO | સિંહ: મ.ટ.
બુધ જેવા વાણિયા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ચાલુ કામ ઉપર વધુ ધ્યાન આપી ને પૂરું કરી લેશો. બને તો આવતા 10 દિવસની અંદર થોડી રકમ ઇનવેસ્ટ કરી લેજો. ફેમીલી મેમ્બર કે સગાઓમાં થયેલા મતભેદને દૂર કરી શકશો. ધન લાભ મળશે. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.
Mercury’s ongoing rule suggests that you focus on and complete your ongoing works and projects. If possible, try to invest a small sum, within the next ten days. You will be able to resolve any misunderstandings between family members and other relatives. You will receive income and profits. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 9, 10, 13, 14.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
બુધના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી બુદ્ધિ વાપરીને અઘરા કામને સહેલા બનાવી દેશો. જેબી કામ કરશો તે કામ સમય ઉપર કરી શકશો. નવા વાહન, ઘરમાં કોઈ સારી ચીજવસ્તુ વસાવી શકશો. ધન મેળવવા માટે ખોટી ભાગદોડ નહીં કરો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. “સરોશ યશ્ત” ભણજો.
શુકનવંતી તા. 11, 15, 16, 17 છે.
Under the rule of Mercury, you will be able to use your intelligence and resolve even difficult tasks. You will be able to do all your tasks in a timely manner. You will be able to buy a new vehicle or items for the house. You are advised to not put in unnecessary effort to earn income. You will receive good news from abroad. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 15, 16, 17.
LIBRA | તુલા: ર.ત.
મંગળની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારો સ્વભાવ ચીડીયો થઈ જશે. નાની બાબતમાં ઇરીટેડ થઈ જશો. મંગળને કારણે તમે શાંતિથી રહેતા હશો તો બી તમારા દુશ્મન તમોને પરેશાન કરવામાં કોઈ કસર નહીં છોડે. ઘરવાળા તમારાથી નારાજ થઈ જશે. ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.
Mars’ ongoing rule will make you irritable. You will get angry over petty matters. Even if you are keeping to yourself, your detractors will go all out to cause you trouble. Family members could get upset with you. Pray the Tir Yasht daily.
Lucky Dates: 10, 11, 12, 14.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કરેલ કામથી ખૂબ જ સંતોષ મળશે. મનગમતી વ્યક્તિ મળવાથી મનનો આનંદ વધી જશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. પોતાના કરતા ઘરવાળા ઉપર વધુ ખર્ચ કરશો. નવા કામો થશે. ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.
The Moon’s ongoing rule brings you a sense of deep satisfaction in doing your tasks. Meeting a favourite person will increase your happiness greatly. Do not miss out on any small travel opportunities. You will spend a lot more on your family members, as compared to yourself. New projects will materialize. Pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 8, 9, 12, 14.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હવે તો તમોનેબી ચંદ્રની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમારા વિચારોમાં ખૂબ ચેન્જિસ આવી જશે જેબી કામ હાથમાં લેશો તે કામ પૂરું કર્યા વગર મુકશો નહીં. પોતાની કમાણીમાં ઇનવેસ્ટ કરવામાં સફળ થશો. ઘરમાં સારા પ્રસંગ આવી શકે છે. મિત્રોનો સાથ મળશે. તમોબી ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 10,11, 13, 14 છે.
With the onset of the Moon’s rule, you fill find a lot of changes in you. You will ensure to complete all tasks that you take on. You will be able to invest part of your earnings. You could expect positivity and guests at your home. Your friends will be supportive. Pray the 36th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 10, 11, 13, 14.
CAPRICORN | મકર: ખ.જ.
હાલમાં છેલ્લા 6 દિવસ જ શુક્રની દિનદશા ચાલશે તેથી ઓપોઝીટ સેક્સની ઈચ્છા પહેલા પૂરી કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા મોજશોખ પૂરા થઈને રહેશે. 6ઠી સૂર્યની દિનદશા તમારા મગજને ખૂબ જ ગરમ કરશે. હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન થશો. રોજ ‘બહેરામ યઝદ’ ભણજો. 6ઠી ‘યા રયોમંદ’ 101 નામ ભણજો.
શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.
With only six days remaining under the rule of Venus, you are advised to cater to the wishes of the opposite gender, first. Venus’ descending rule will ensure that you indulge in a lot of fun and entertainment. The incoming Sun’s rule will heat up your mind. You could suffer from high BP. Pray to Behram Yazad daily and after six days, start praying the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Lucky Dates: 8, 9, 11, 12.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમોને બી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. ખર્ચ ખૂબ જ વધવા છતાં તમારે કોઈની મદદ લેવાની જરૂર નહીં પડે. જીવનસાથી મળવાના ચાન્સ છે. ગામ-પરગામ જવાથી ધન મેળવવામાં સફળ થશો. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 9, 10, 13, 14 છે.
Venus’ ongoing rule increases your indulgences in fun and entertainment, as opposed to reducing them. Despite a huge increase in your expenditures, you will not need to seek financial help from others. You could find your life partner in this phase. Traveling abroad will yield you good income. Pray to Behram Yazad daily.
Lucky Dates: 9, 10, 13, 14.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
હવે તો તમોનેબી શુક્રની દિનદશા ચાલુ હોવાથી અણધારેલા ફાયદા થતા રહેશે. મનગમતી ચીજવસ્તુ લેવામાં સફળ થશો. ઓપોજીટ સેક્સના હૃદયમાં તમારું સ્થાન લઈ શકશો. ઘરમાં મહેમાન આવવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 8, 10, 11, 12 છે.
Venus’ rule will bring you unexpected benefits. You will be able to purchase all that you desire. You will be able to hold your place in the hearts of those belonging to the opposite gender. You could expect guests to visit your home. Financially, things will be good. Pray to Behram Yazad daily.
Lucky Dates: 8, 10, 11, 12.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024