ખાસ કરીને ઉનાળાની સીઝનમાં દરેક વ્યક્તિને દ્રાક્ષ ખાવાનું પસંદ હોય છે. આ સીઝનમાં મળતી દ્રાક્ષમાં એન્ટીઓકસીડેન્ટ, મિનરલ્સ, વિટામિન્સ, ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. કાળી દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે એનું એક માત્ર કારણ આ પણ છે. પરંતુ જો દ્રાક્ષનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવેતો તેની ઘણી બધી આડઅસર થઈ શકે છે. દ્રાક્ષનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વજનમાં વધારો થાય છે. સાથે સાથે એમાં રહેલી મીઠાશ કિડની સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. વધુ પ્રમાણમાં કરવામાં આવતા દ્રાક્ષના સેવનથી પેટ સંબંધિત રોગો થઈ શકે છે, આ કારણોથી દ્રાક્ષનું સેવન માર્યાદિત પ્રમાણમાંજ કરવું જોઈએ.
એલર્જીની સમસ્યા થઈ શકે છે: જો વધારે પ્રમાણમાં દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો હાથ અને પગમાં એલર્જીની સમસ્યા આવી શકે છે. તેમજ રેશિસ થવા અને મોઢા પર સોજા જેવી તકલીફ થઇ શકે છે. ઘણીવાર દ્રાક્ષ એનાફિલેક્સિસનું કારણ બની શકે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.
કિડનીની સમસ્યા થઇ શકે છે: જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ અથવા તો ક્રોનિક કિડની ડિસીઝ હોય તો એ વ્યક્તિએ દ્રાક્ષનું સેવન કરવું ન જોઈએ. વધારે પડતા દ્રાક્ષના સેવનથી કિડની સંબંધિત અનેક પ્રકારની તકલીફો થઈ શકે છે. સાથે સાથે વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી શરીરમાં બ્લડ સુગરના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે, જે એક માત્ર ડાયાબિટીસનું કારણ પણ બની શકે છે. અને સાથે સાથે આપણી કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
વજનમાં વધારો થઇ શકે છે: સામાન્ય રીતે વજન વધવાની સમસ્યા શિયાળામાં વધી જતી હોય છે. આવી પરીસ્થિતિમાં દ્રાક્ષ ખાવી આપણા શરીર માટે નુકશાનકારક નીવડી શકે છે. દ્રાક્ષમાં કેલરીની માત્રા વધારે રહેતી હોવાથી વધુ પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી આપણા શરીરમાં કેલરીની માત્રા વધી શકે છે. આવી સ્થિતિમાં વધુ દ્રાક્ષ ખાવાથી વજન વધી શકે છે.
ડાયરિયાની તકલીફ થઇ શકે છે: ઘણી વાર વધુ પડતી મીઠી વસ્તુઓનું સેવન કરવાથી ઝાડા થવાનું જોખમ વધી જાય છે. તે જ સમયે દ્રાક્ષમાં સાદી ખાંડને કારણે તે ઝાડા પણ કરી શકે છે. જો આપણું પેટ પહેલાથીજ ખરાબ હોય તો સંજોગોમાં દ્રાક્ષનું વધુ સેવન નહિવત પ્રમાણમાં કરવું જોઈએ. દ્રાક્ષના વધુ પ્રમાણમાં સેવનથી પણ ઝાડા થઈ શકે છે.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025