મુંબઈ સમાચાર એશિયાનું સૌથી જૂનું ગુજરાતી પ્રથમ ચાલતું અખબાર છે. 15 મી જૂન, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ સમાચારની 200મી વર્ષગાંઠને દિવસે તેની યાદમાં એક ખાસ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.
પારસી વિદ્વાન, ફરદુનજી મર્ઝબાન દ્વારા સાપ્તાહિક તરીકે 1822 (તે સમયે બોમ્બે સમાચાર)માં પ્રકાશિત થયું. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આ 200 વર્ષ જૂના અખબારની ઓફિસ હોર્નિમન સર્કલ ખાતે એક પ્રતિકાત્મક લાલ ઈમારતમાં આવેલી છે.
સમાચાર અહેવાલો અનુસાર, મુંબઈ સમાચારના ડિરેકટર હોરમસજી કામા કહે છે કે 20 વર્ષ અગાઉ અખબારે સંશોધન કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે વિશ્ર્વમાં ચોથું સૌથી જૂનું અને ભારતમાં સૌથી જૂનું હયાત પ્રકાશન છે. 1933માં કામા પરિવારે સત્તા સંભાળી તે પહેલાં આ પેપરની અનેક હાથની આપ-લે થઈ હતી.
Latest posts by PT Reporter (see all)
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025