ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ) એ 12મી નવેમ્બર, 2022ના રોજ કામા બાગ ખાતે તેનો વાર્ષિક ઉત્સવ 2022 યોજ્યો હતો. સાંજની શરૂઆત બે જરથોસ્તી બાળકો – વરઝાન ભગવાગર અને ટિયાના સુખડિયાના શુભ અને હૃદયસ્પર્શી નવજોત સમારોહ સાથે થઈ હતી, જેનું ભવ્ય આયોજન ઝેડટીએફઆઈ અને સપોટર નવજોત ડોનરો રશીદ પટેલ અને રશના મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. એરવદ કૈઝાદ કરકરીયા અને રૂસ્તમ ફરામના અગિયારીના ધર્મગુરૂઓ દ્વારા નવજોતનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઝેડટીએફઆઈએ નવા સમાવિષ્ટ જરથોસ્તી અને તેમના પરિવારોને મૂલ્યવાન વસ્તુઓ ભેટ આપી.
500 થી વધુ સમુદાયના સભ્યો સાંજના ઉત્સવનો મહત્તમ લાભ લેવા માટે એકઠા થયા હતા. પ્રેક્ષકોને સાંજ સુધી વ્યસ્ત રાખવામાં આવ્યા હતા, તેઓએ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને એક લાઇવ બેન્ડ સાથેની સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝનટેશનમાં ઝેડટીએફઆઈની 13 વર્ષની ભવ્ય સફરને દર્શાવવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમો, સિદ્ધિઓ અને સમુદાયને પૂરા પાડવામાં આવેલ સમર્થનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જે ઝેડટીએફઆઈના સ્થાપક ટ્રસ્ટી અને ચેરપર્સન, ગતિશીલ યાસ્મીન મિસ્ત્રી, દ્વારા એક હૃદય સ્પર્શી સંદેશ સાથે સમાપ્ત થયું હતું.
મહત્વની વાત એ છે કે, ઝેડટીએફઆઈએ આ પ્રસંગે બીજી એક તદ્દન નવી પહેલ પણ શરૂ કરી છે – ખૂબ જ જરૂરી પણ ઝેડટીએફઆઈની હેલ્પલાઈન: 909-909-6874, જેને પ્રેક્ષકો દ્વારા સારી રીતે આવકારવામાં આવી હતી અને તેનાથી સમુદાયને ઘણો ફાયદો થશે. યાસ્મીન મિસ્ત્રીએ શેર કર્યું કે આ કેવી રીતે બમણું ફાયદાકારક સાબિત થશે, સમર્થનની જરૂર હોય તેવા સમુદાયના સભ્યો, તેમજ જેઓ સમુદાય સેવા કરવા અને જરૂરિયાતમંદ સાથી જરથોસ્તીઓને મદદ કરવા ઈચ્છતા હોય તેવા બન્ને લાભ થશે.
ગોદરેજ ગ્રુપ, ધ ઝોરાસ્ટ્રિયન કોઓપરેટિવ બેંક લિમિટેડ, માસ્ટર ગ્રુપ અને ડેલા ગ્રુપ દ્વારા પારસી ટાઈમ્સ મીડિયા પાર્ટનર તરીકે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તનાઝ ગોદીવાલાના ભવ્ય રાત્રિભોજનથી ઝેડટીએફઆઈના ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022નું ખૂબ જ આનંદ, સામુદાયિક સહાનુભૂતિ વચ્ચે સમાપન થયું,
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024