20મી ફેબ્રુઆરી, 2023ને દિને થાણે સ્થિત શેઠ કાવસજી પટેલ અગિયારીની 243મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાંજના કાર્યક્રમની શરૂઆત માચી અપર્ણ સાથે થઈ અને ત્યારબાદ સાલગ્રેહનુ જશન સાંજે 5:30 કલાકે કરવામાં આવ્યું ત્યારબાદ અગિયારી મેદાનમાં કાર્યક્રમ ચાલુ રહ્યો.
સામૂહિક હમબંદગી કર્યા પછી, થાણા અગિયારી ફંડના ચેરમેન હોમી તલાટીએ સ્વાગત પ્રવચન આપ્યું, ત્યારબાદ મોબેદો અને અગિયારી સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું. આગળ કાર્યક્રમનો બહુપ્રતિક્ષિત ભાગ આવ્યો જેની રાહ થાણેના જરથોસ્તી
વિદ્યાર્થીઓ દ્વારા જોવામાં આવી હતી – શિક્ષણ નાણાકીય સહાય યોજના (2022-23), જ્યાં જુનિયર કેજીમાં નાના બાળકોથી લઈને સ્નાતકો સુધીના 43 વિદ્યાર્થીઓમાં અનુદાનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ, (નિવૃત્ત) ન્યાયમૂર્તિ શાહરૂખ જે. કાથાવાલા એ 243વર્ષ પહેલાં થાણેની પટેલ અગિયારી ખાતે આદર રોજ, આદર યઝદ અને પાદશાહ સાહેબના રાજ્યાભિષેકના મહત્વ વિશે વાત કરી હતી. બોમી બોયસે આભારનો મત વાંચ્યો હતો અને રાત્રિભોજન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025