હૈદરાબાદની ચિનોય અગિયારી અઠવાડિક હમબંદગીના 17 વર્ષની ઉજવણી કરે છે

20મી ફેબ્રુઆરી, 2023 ના રોજ, હૈદરાબાદની બાઈ માણેકબાઈ એન. ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે, અગિયારી પરિસરમાં, દર સોમવારે સાંજે 7:00 કલાકે સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના 17 વર્ષ પૂર્ણ કર્યા હતા. હમબંદગીનું નેતૃત્વ હેડ પ્રિસ્ટ – એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે ધાર્મિક પ્રવચન આપ્યું હતું.
17 વર્ષ પૂર્ણ કરવાના પ્રસંગે, હમબંદગી ગ્રુપે એક કાર્યક્રમનું આયોજન કર્યું, જ્યાં સામાન્ય હમબંદગી પ્રાર્થના પછી, એરવદ દિનશા સુરતી, જેઓ આ વર્ષે 31મી માર્ચે અગિયારી ખાતે સેવાનો ત્યાગ કરશે, તેમણે સત્તર વર્ષના અવિરત હમબંદગીના આચરણ માટે પ્રશંસા વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે આ સમૂહમાં વધુ લોકો જોડાશે. એરવદ મહેરનોશ ભરૂચાએ હમબંદગીને આટલા લાંબા સમય સુધી ચાલુ રાખવામાં પ્રારંભિક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો તે માટે જણાવ્યું હતું.
હૈદરાબાદના રહેવાસી, સાયરસ તારાપોરે આ પ્રસંગે એક કવિતા રજૂ કરી જેને બધાએ ખૂબ વખાણી.
ફરામ દેસાઈએ પછી પારસીપણુ થીમ પર મનોરંજક રમતોનું સંચાલન કરી આભાર માન્યો હતો. સાંજે નાસ્તો અને પારસી રાષ્ટ્રગીત, છૈયે હમે જરથોસ્તી ગીત ગાઈને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Leave a Reply

*