Your Moonsign Janam Rashi This Week –
17 February – 23 February 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈપણ જાતની ચિંતા હશે તેને મુશ્કેલી વગર દૂર કરી શકશો. નાણાકીય બાબતની અંદર હાલમાં સારા સારી રહેવાથી તમે ખર્ચ કરવામાં કોઈ પણ જાતની કસર નહીં મૂકો. ફેમીલી મેમ્બરને ખુશ રાખી શકશો. કામકાજને સમય પર પૂરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The onset of Venus’ rule helps you do away with any worries, without facing any difficulties. Financial prosperity has you spending money. You will be able to keep family members happy. You will be able to complete your work in time. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 20, 21


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે સમજ્યા વગર કોઈની સાથે ખોટી બોલાચાલીમાં ઉતરી જતા નહીં. નાની બાબતની અંદર વધુ પડતા ગરમ થઇ જશો. આજુબાજુવાળા તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. કામકાજમાં મુશ્કેલીઓ આવશે. ખોટી જગ્યાએ ધન ખર્ચ થવાથી વધુ ચિંતામાં રહેશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

Rahu’s rule till 4th March suggests that you do not indulge in arguments with anyone without getting a complete understanding of the issue. You will lose your temper over small matters. Those around you will harass you greatly. Professional challenges are indicated. Spending money wrongly will increase your worries. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 21, 22, 23


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ચાર દિવસમાં કોઈના મદદગાર બનજો. ધર્મના કામો કરજો. 21મી ફેબ્રુઆરીથી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. રાહુ તમને નાની બાબતમાં પરેશાન કરશે. ફેમિલી મેમ્બર સાથે મતભેદ પડતાં વાર નહીં લાગે. દરરોજ ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

You have days remaining under Jupiter’s rule. Try to be helpful to others and do religious works during this time. Rahu’s rule, starting 21st February will rob you of your sleep and your appetite. You will feel hassled about small issues. You will get into quarrels with family members at the drop of a hat. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 20


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તમે જાણતા અજાણતા કોઈની ભલાઈનું કામ કરી શકશો. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. કુટુંબની વ્યક્તિ તમને સાથ સહકાર આપવા તૈયાર રહેશે. નકામા કામો કરવા માટે જરાય સમય નહીં બગાડો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

Jupiter’s rule till 23rd March will have doing good for others, unintentionally or otherwise. Gradual improvement in finances is predicted. A family member will be supportive. Do not waste your time on useless things. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 21, 22, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લું અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને શારીરિક પીડા આપી જશે. ડોક્ટરની દવા પાછળ ખોટા ખર્ચ કરવો પડશે. તમારી નીચે કામ કરનાર કે ઘરે કામ કરનાર તમને ખોટી રીતે હેરાન કરે તેવા હાલના ગ્રહો છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 22 છે.

This is the last week under Saturn’s rule. The descending rule of Saturn could leave you with a physical ailment. You might have to undergo medical expenses. You juniors at work or at home will unnecessarily harass you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 19, 20, 22


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી શનિની દિનદશા શરૂ થયેલી છે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. જે પણ કામ કરશો તેનું પૂરેપૂરું વળતર તમને નહીં મળે. રોજબરોજના કામ પૂરા કરવા માટે ઘણી મુશ્કેલીઓમાં આવશો. પાણીની જેમ ખર્ચ કરવો પડશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

Saturn’s rule, starting today, could make you lethargic. You will not receive the complete admiration due for your efforts. You will face challenges in completing even your daily chores. Expenses will flow. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 21, 22


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે વાણીયા જેવા બની જશો એટલે કે દરેક બાબતની અંદર કરકસર કરવામાં માનશો. ફાયદો મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે. જે પણ કામ કરશો તે કામ જલ્દીથી પૂરા કરી શકશો. બીજાને મદદ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 20, 23 છે.

Mercury’s rule till 17th March makes you a little stingy, wanting to save as much money as possible in all things. You will need to put in efforts to gain profits. You will be able to complete all your projects soon. You will be able to help others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 20, 23


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા ચાર દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 21 ફેબ્રુઆરી સુધી ઘરમાં ઈલેક્ટ્રીક સામાન કે લોખંડની ચીજ વસ્તુ લેતા નહીં. આજુબાજુવાળાથી તમે દૂર ભાગજો. તમારી સાથે પડી જવાના કે લાગવા જેવા બનાવો બનશે. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. બુધની શરૂ થતી દિનદશા તમને થોડી ઘણી શાંતિ આપશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 22, 23 છે.

You have 4 days remaining under the rule of Mars. Do not purchase any iron-made or electronic items till 21st February. You might need to run from those around you. This phase could result in an injury from a fall or a minor accident. Health could suddenly go down. Mercury’s oncoming rule will provide some solace to you. Pray the Tir Yasht daily.

Lucky Dates: 19, 21, 22, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લું અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરી આપજો. ધારેલા કામો સમય પર પૂરા કરવામાં સફળ થશો. ઉતરતી ચંદ્રની દિનદશા તમારા મનને ખૂબ શાંત રખાવીને કામ પૂરા કરાવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

This is your last week under the Moon’s rule. Cater to the wants of your family first. You will be able to complete your work in planned time. The Moon’s descending rule helps you keep your calm and do your work. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 19, 20


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળી રહેશે. ગામ પરગામ જવાથી તમારા કામમાં સફળતા મળશે. સાથે શાંતિ પણ મેળવશો. તમારા મનની વાત બીજાને કહી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

The ongoing Moon’s rule offers you opportunities to travel abroad. Going broad will bring you success as well as mental peace. You will be able to voice your thoughts to others. You will resolve your financial issues. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 21, 22, 23


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચોથી માર્ચ સુધી સુર્યની દિનદશા ચાલશે. તેથી સરકારી કામમાં સફળતા નહીં મળે. બપોરના સમયમાં કામ કરવાનો કંટાળો આવશે. આંખની બીમારીથી સંભાળજો. હાલમાં વડીલ વર્ગ ની તબિયત અચાનક બગડી જાય તો સમય બગાડ્યા વગર ડોક્ટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 22, 23 છે.

The Sun’s rule till 4th March makes it impossible to get any government-related work done. You will feel lethargic in the afternoons to get any work done. Take care of any eye ailments. If the health of the elderly goes down, ensure to consult a doctor. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 19, 20, 22, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ઓપોઝિટ સેક્સ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. તમે જે પણ કામ કરતા હો તેમાં વધુ સફળતા મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 21 છે.

Venus’ rule till 14th March brings you many foreign travel opportunities. You will get to know valuable information from someone of the opposite gender. Expect new guests at home. You will be successful in all work that you undertake. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 19, 21

Leave a Reply

*