Your Moonsign Janam Rashi This Week –
25 May – 31 May 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા બધા કામ પુરા કરવામાં સફળ થશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. બગડેલી તબિયતમાં સુધારો થતો જશે. ધણી-ધણીયાણીના સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 31 છે.

The ongoing Moon’s rule helps you successfully complete all your tasks on hand. You could get an opportunity for a short trip. Financial prosperity is predicted. There will be improvement in health. Relations between couples will blossom. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 28, 31


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી જુન સુધી સુર્યની દિનદશા ચાલશે. તમારા કામ સમય પર પુરા નહીં કરી શકો. અગત્યના કામો હાલમાં કરતા નહીં. કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. આંખમાં બળતરા, તાવ, માથાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

The Sun’s rule till 4th June will not allow you to complete your work in time. Do not undertake any important projects or tasks. Do not trust anyone easily. You could suffer from fever, heaty eyes and headaches. Ensure to consult a doctor when needed. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 27, 28, 29, 30


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જુન સુધી શુક્રની દિનદશા ચાલશે. ફેમીલીનો ભરપુર સાથ સહકાર મલતો રહેશે. ફેમીલીની ડિમાન્ડ પુરી કરી શકશો. શુક્ર તમને ભરપુર સુખ અને આનંદ આપશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા રીલેશન બનશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 29, 31 છે.

Venus’ rule till 16th June blesses you with immense support from the family. You will be able to cater to the wants of family members. Venus blesses you with a lot of happiness and joy. There will be no financial issues. You will forge new relationships. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 29, 31


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે થોડા વધુ નાણા કમાઈ શકશો. બીજાની મદદ કરવામાં આગળ રહેશો. મિત્રોનો ભરપુર સાથ મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાંથી ધનલાભ મળવાના ચાન્સ છે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. હરવા ફરવામાં ખર્ચનો વધારો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 27, 28, 30 છે.

Venus’ ongoing rule helps you earn a little extra income. You will be foremost to help others. Friends will support you greatly. You could earn well from your place of work. You will be to set up new home-items. There will be expenses on travel and fun. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 27, 28, 30


LEO | સિંહ: મ.ટ.

05Leo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને સામે પડેલી વસ્તુ પણ નહીં દેખાય. નાની બાબતમાં બેચેન બની જશો. તમારી સાથે કામ કરનાર તમને પરેશાન કરશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નહીં આવી શકો. ફેમીલી મેમ્બર તમને સાથ નહીં આપે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 31 છે.

Rahu’s ongoing rule makes you lose focus on things right in front of you. You will become restless over petty issues. Your colleagues will tend to trouble you. You might not be able to surface from financial difficulties. Family members may not seem as supportive. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 26, 27, 29, 31


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમે રાહુની સોનાની જાળમાં ફસાઈ ગયેલા છો. તમારી ખાસ વ્યક્તિ તમારી સાથે દગો ફટકો કરી શકે છે. તમને જરૂરત સમયે ધન નહીં મળે. ધીરે ધીરે નાણાકીય તંગી આવશે. તમારા મિત્રો તમારો સાથ નહીં આપે. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 31 છે.

Rahu has trapped you in its golden cage. Those close to you could cheat or betray you. You might not be able to garner as much money as your need. Financial issues could gradually increase. Friends will not be supportive. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 28, 31


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જુન સુધી ગુરૂની દિનદશા ચાલશે. જાણતા અજાણતા કોઈના મદદગાર બની જશો. અટકેલા કામો થોડી મહેનત કરી ફરી ચાલુ કરી શકશો. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. નાણાકીય બાબતમાં ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Jupiter’s rule till 23rd June will have you helping others inadvertently or knowingly. You will be able to restart your stalled projects, if you put in a little hard work. You will be able to retrieve your stuck funds. Financial prosperity is indicated. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 30


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને આજથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમારા સ્વભાવમાં ચેન્જીસ આવશે. દરેક બાબતમાં પોજીટીવ વિચાર કરશો. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. ગુરૂની કૃપાથી જ્યાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જતમાં વધારો થશે સાથે ધનલાભ પણ મળશે. માથાનો બોજો ઓછો થતો જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Jupiter’s rule, starting today, brings in changes in your temperament. You will think positively in all aspects. Financial prosperity is indicated. With Jupiter’s grace, you will receive much fame as well as fortune at your place of work. Mental tensions will reduce. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 28


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

25મી જુન સુધી શનિની દિનદશા ચાલશે. તમે કામ પુરા કરતા થાકી જશો. શરીરમાં આળસનું પ્રમાણ વધી જશે. રોજના કામ સમય પર પુરા નહીં કરી શકો. શનિ તમને દરરોજ નવી ચિંતા આપશે. તબિયતની સંભાળ લેજો. વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 30, 31 છે.

Saturn’s rule till 25th June will have you feeling drained out, doing work. Lethargy will increase physically. You will not be able to complete your daily chores on time. Saturn will pose new challenges for you daily. Take care of your health. The health of the elderly could suddenly go down. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 29, 30, 31


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જુન સુધી બુધ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. હીસાબી કામ પર વધુ ધ્યાન આપજો. લેતી-દેતીના કામ પહેલા પુરા કરી લેજો. મિત્રોનો સાથ મલવાથી અધુરા કામ પુરા કરી શકશો. મોટી રકમને લાંબા સમય માટે ઈનવેસ્ટ કરી લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.

Mercury’s noble rule till 18th June suggests that you focus more on accounts related works. Ensure to complete any pending financial transactions. The support of your friends will help you complete your unfinished projects. You are advised to make long-term investment of big sums of money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને 25મી જુલાઈ સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. તમારા ફાયદાની વાત ઉપર પહેલા ધ્યાન આપજો. મનની વાત જેને કહેવા માંગતા હો તેને કહી દેજો. નવા કામ કરવામાં સફળતા મળશે. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 28, 29, 31 છે.

Mercury’s rule till 25th July suggests that you prioritize those areas which will prove profitable to you. Speak out what’s on your mind with the person you choose to. You will be successful in your new projects. Financial prosperity is indicated. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 28, 29, 31


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જુન સુધી મંગળની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ફેમીલી મેમ્બર તમારાથી નારાજ થશે. નાણાકીય ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. તબિયતની ખાસ કાળજી રાખજો. તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 31 છે.

Mars’ rule till 23rd June will make you irritable over petty matters. Family members will get upset with you. You might not be able to control your expenditures. Take special care of your health. You could suffer from fever or headaches. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 31

Leave a Reply

*