દશેરો: દ્રુષ્ટતા પર વિજયનો તહેવાર

નવરાત્રી એટલે નવરાત અને દસમો દિવસે એટલે દશેરો. દશેરાને દશાહરા તથા દશેન (નેપાળમાં), દુગાષ્ટમી (ઈસ્ટ ઈન્ડિયામાં), નવરાત્રી (વેર્સ્ટન ઈન્ડિયા) વિજયા દશમી (દસમા દિવસે મળેલો વિજય) અશ્ર્વિન મહિનામાં હિન્દુઓ દ્વારા ઉજવાતો મોટો તહેવાર છે અને ભારતના જે દેશોમાં હિંદુઓ રહે છે ત્યાં અલગ અલગ રીતોથી દશેરો ઉજવવામાં આવે છે.

દશેરા શબ્દનો મતલબ છે ‘દશ’ એટલે દસ અને ‘હારા’ એટલે હાર થવી. દસમાથાવાળા રાવણની, રાજા રામ જે વિષ્ણુનો અવતાર હતા તેમના દ્વારા લડાઈમાં હાર થઈ હતી. દુર્ગાદેવી એ મહિસાસુરને મારી તેના પર વિજય મેળવ્યો હતો. આ દિવસ ઐતિહાસિક રીતે પંદરમી સદીમાં વિજયનગરના રાજા દ્વારા દશેરાનો તહેવાર ઉજવવાનો શરૂ કર્યો હતો. જ્યારે પહેલો દશેરો રાજા વોડેયાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો. વિજયનગરના પતન પછી 1610માં શ્રી રંગપટનામાં મૈસુરના વોડેયાર દ્વારા આ પ્રથા ચાલુ રાખવામાં આવી હતી અને 2017માં 417 વરસ પૂરા થશે.

દશેરો એ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી છે. એક ખ્યાલ જે દરેક જરથોસ્તી સાથે પ્રતિધ્વનિત થાય છે. જેમ કે શ્રીરામ દ્વારા દસ માથાવાળા રાવણની હાર થાય છે. તેમજ આ દુનિયાની દસ દુષ્ટતાઓને વર્ણવતા રાક્ષસ ઝોહાક અથવા અઝ-દહાકની હાર શાહ ફરેદુન દ્વારા થાય છે. રાવણ અને ઝોહાક વચ્ચે ઘણી સામ્યતા છે. બન્ને ખૂબ બુધ્ધિશાળી અને જ્ઞાનના સારા જાણકાર હતા પરંતુ અહંકાર, લોભ, અભિમાન, તેમને પતન તરફ દોરી લઈ ગયા. શાહનામે ફિરદોશી તુસી દ્વારા લખાયેલા પુસ્તક મુજબ ઈબ્લીસ શેતાન હતો જે રસોઈના રૂપમાં ઝોહાકને ત્યાં રહ્યો હતો અને ઝોહાકને દરરોજ જમણમાં માંસ પિરસતો હતો જેનાથી ઝોહાક ઘણો ખુશ થયો હતો અને રસોઈયાને પુરસ્કાર આપનાવું નકકી કર્યું. જ્યારે રસોઈયાએ જણાવ્યું કે તેનો સૌથી સારો પુરસ્કાર ઝોહાકને બન્ને ખભે ચુંબન આપવાનો છે. ઝોહાકે તેમને સંમતિ આપી અને પેલા રસોઈયાએ જેવા ઝોહાકના ખભે ચુંબન આપ્યા તેવા બે સાપો લટકી પડયા અને ઝોહાકને દિવસ રાત ત્રાસ આપવા લાગ્યા. ટૂંક સમયમાંજ ઈબ્લીસ એક હકીમના રૂપમાં પાછો ફર્યો અને જણાવ્યું કે આ જીવોને સંતોષવા ફકત એકમાત્ર રસ્તો છે જેના મુુજબ દરરોજ યુવાન માણસના ભેજા તે સાપને ખાવા આપવા. આમ દરરોજ નિર્દોષ માણસોની હત્યા થવા લાગી. આખરે શ્રીરામની જેમ, શાહ ફરેદુને સરોશ યઝદના માર્ગદર્શન હેઠળ ઝોહાકને મારી નહીં નાખ્યો પણ દેમાવન્દના પર્વત પર બાંધી રાખ્યો અને આમ મહેર રોજ અને માહ મહેરને દિને મહેરનગાનના તહેવારની શરૂઆત થઈ. ઝોહાકના જુલ્મમાંથી લોકોને મુક્તિ મળી.

દંતકથા અનુસાર ઝોહાક હજુપણ દેમાવન્દ પર્વત પર સાંકળોથી બંધાયેલો છે અને રાત પડતા દૈત્ય પોતાનું જોર લગાવી સાંકળો પીગળાવવાની કોશિશ કરે છે પણ પરોઢ થતા મરઘો બાંગ પોકારે છે અને સુર્ય ઉદય થતા ઝોહાકની સાંકળો પાછી મજબૂત થઈ જાય છે.

દ્રુષ્ટોની હારના પ્રતિકરૂપે દર વરસે રાવણના પૂતળાને બાળવામાં આવે છે. તેવીજ રીતે સુર્યનો ઉદય થતાં ઝોહાક પણ હારે છે. આ રીતે દરરોજ સુર્યનો પ્રકાર અંધકાર અને દ્રુષ્ટ પરિબળોને હરાવે છે.

મહાત્મા ગાંધીજીના જીવનમાં પારસી પ્રભાવ

મહાત્મા ગાંધી જયંતિ દર વરસે રજી ઓકટોબરે ઉજવવામાં આવે છે. આ વરસે તેઓ 148 વર્ષમાં પ્રવેશે છે. રાષ્ટ્રના પિતા ગાંધીજી ભારતની સ્વતંત્રતાના સંગ્રામમાં તેમની નેતાગિરી માટે કાયમ અમર રહેશે. ભારતની સ્વતંત્રતા માટે ગાંધીજીએ કરેલા સંઘર્ષમાં મદદ કરનાર પારસી સમુદાયના યોગદાનથી ઘણા ઓછા લોકો પરિચિત હશે. 4થી સપ્ટેમ્બર 1888માં ગાંધીજી મુંબઈથી લંડન ગયા પોતાને રજૂ કરતા પરિચય પત્ર લઈને તે દાદાભાઈ નવરોજીને મળવા માંગતા હતા પણ પોતાના પરિચય પત્ર વગર તેમને મળવાનું સારૂં ન લાગ્યું ત્યારે તેઓ એક મહારાષ્ટ્રિયન તબીબી વ્યવસાય પાસે પોતાને રજૂ કરતો પરિચય પત્ર લેવા ગયા. ત્યારે તબીબીએ કહ્યું તમે યુવાન છો તમને ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી તમે ફકત દાદાભાઈને એટલું કહેશો કે તમે ‘ભારતીય’ છો તેટલુંજ કાફી છે.

ગાંધીજીને પછીથી ખબર પડી કે ‘ભારતીય વિદ્યાર્થીઓને આખા દિવસમાં કયારે પણ ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન’ને મળી શકતા હતા. દાદાભાઈ વિદ્યાર્થીઓના પિતાને સ્થાને હતા ભલે પછી તે વિદ્યાર્થી કોઈપણ ધર્મનો હોય. દાદાભાઈ ગાંધીજી માટે સલાહ અને પ્રેરણાના નિયમિત સ્ત્રોત હતા ખાસ કરીને જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ લગભગ એકબીજાને દરઅઠવાડિયે હાથથી પત્ર લખતા હતા અને હવે ગાંધીજી દાદાભાઈને વાસ્તવિક દાદા માનવા લાગ્યા હતા.

પારસી રૂસ્તમજી (ઘોરખોદુ): સાઉથ આફ્રિકામાં ગાંધીજીના સૌ પ્રથમ મિત્ર પારસી રૂસ્તમજી બન્યા હતા. રૂસ્તમજી નતાલ ઈન્ડિયા કોંગ્રેસના ફાઉન્ડર હતા અને એમણે મોહનદાસ ગાંધીને 13મી જાન્યુઆરી 1897માં બચાવ કરેલો જ્યારે યુરોપિયન ટોળાએ ગાંધીજી પર દર્બનમાં અટેક કરેલો. રૂસ્તમજી માટે ગાંધીજી ડરબનમાંજ મૃત્યુ પામ્યા હોત પરંતુ નસીબને કંઈ બીજુ મંજુર હતું. રૂસ્તમજીએ 1907થી 1914 સુધી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમ્યાન મહત્વનો ભાગ ભજવ્યો હતો અને એક ક્રાતિકારી તરીકે તેમણે જેલની સજા પણ ભોગવી હતી.

મીઠું પીટીટ અને કેપ્ટન બહેનો: મીઠું પીટીટ અને કેપ્ટન બહેનો- પેરિન ગોશી અને ખુરશીદ સ્વતંત્રતા ચળવળમાં સક્રિય હતા અને ગાંધીજીને માટે શક્તિનો એક મોટો સ્ત્રોત હતા. 11મી એપ્રિલ 1872ના રોજે જન્મેલા મીઠુ જે તેમના સમયના જાણીતા ઉદ્યોગપતિ સર દિનશા માણેકજી પીટીટના દીકરી હતા.

જવાન મીઠુ તેમના કાકી દ્વારા ઘણાજ પ્રભાવિત હતા જે ગાંધીજીના અનુયાયી હતા અને રાષ્ટ્રિય સ્ત્રી સભાના સેક્રેટરી હતા. ગાંધીજી તેમને મીઠુબેન તરીકે સંબોધતા હતા.

કસ્તુરબા અને સરોજીની નાયડુએ દાંડીકુચમાં 6ઠ્ઠી એપ્રિલ 1930માં સત્યાગ્રહ કરેલો ત્યારે સરોજીની નાયડુએ પહેલીવાર દાંડીમાં મીઠુંને હાથમાં લીધું ત્યારે મીઠુબેન તેમના સપોર્ટમાં ગાંધીજીનું જમણીબાજુમાં જ ઉભા હતા અને સ્વતંત્રતાની લડતમાં દાંડીકૂચે મહત્વનો ભાગ ભજવ્યો હતો. મીઠુબેને 1928માં બારડોલીના સત્યાગ્રહમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

અરદેશીર ગોદરેજ: 1926માં અરદેશીર ગોદરેજ એ ગોદરેજ ગ્રુપના સ્થાપકોમાના એક હતા અને હરિજનોના ઉધ્ધાર માટે રૂપિયા ત્રણ લાખનું દાન આપ્યું હતું ત્યારે દાનની નોંધ લેવાતી નહોતી પરંતુ મહાત્મા ગાંધીએ સૌથી મોટુ અને મહત્વનું યોગદાન કહીને અરદેશીર ગોદરેજનું સમર્થન કર્યુ હતું.

Leave a Reply

*