‘તદ્દન જુઠી વાત છે પપ્પા મેં કયારે એમ કીધું વીકી?’
‘ગઈ કાલેજ મેં તું ને પકડી પાડી હતી.’
‘હું તો બપઈજીનાં રૂમમાં હતી, પપ્પા.’
તેણીએ ઓશકથી પોતાનો ચહેરો નીચે નમાવી દઈ બોલી દીધું કે વીકીનું લોહી તેના મમાવાનીજ કાની ઉકરી આયું.
‘બપઈજીનાં તો કાને ને આંખે હવે આવતું નથી પણ પપ્પા તમારી ખાત્રી કરવા મેં એક નોટ રાખીછ.’
એ સાંભળી શિરીન ચમકી ઉઠી. ઘણાં ઘણાં વરસો ઉપર એમજ તેણીનાં પીતાએ પણ તેણીનું એક પ્રેમ પત્ર પકડી પાડેલું હોવાથી, તે બનાવ હાલમાં તેણીની આંખો સામે તરી આવ્યો.
પછી ડેઝી ફ્રેઝર પોતાના પીતાના પગ આગળ પછડાઈ પડી કકડી ઉઠી.
‘પપા, ઓ પપા, હું મારા ખરાં જીગરથી ડીકી મોરીસને લવ કરૂંછ, ને પપા, આપણી કેડીલેકને તમોએ વાપરવા આપેલી બ્યુક કરતાં પણ મને મારા ડીકીની સાઈકલ પરજ વધુ મઝા મળી શકેછ.’
તે કકળતો મીઠો અવાજ બોલતો બંધ પડયો કે ફિરોઝ ફ્રેઝરે એક ઝડપી નજર પોતાની શિરીન પર નાખી પછી ઉલટથી પૂછી લીધું.
‘વારૂં, એ ડીકી શું કરેછ?’
‘હજી તો કોલેજમાં શીખેછ ને જાંગુ સાથેજ છે પપા.’
‘જાંગુ, પેલો ગરીબનો છોકરો જે હમેશ ફસ્ટ આવેછ, તે એજ કે?’
‘હા પપ્પા.’
‘ત્યારે તો એના પપ્પા સાથે બંદોબસ્ત કરી હું જાંગુ સાથ ડીકીને પણ જરૂરજ ઈગ્લેન્ડ વધુ અભ્યાસ માટે મોકલાવી આપી એનું ભવિષ્ય સુધારી દેવસ.’
‘ઓ પપ્પા, મારા ડાર્લીંગ ડેડી, થેંકસ વેરી મચ.’
પોતાના બન્ને કોમળ કરો તે પીતાના ગળા આસપાસ વીંટળાવી દઈ તે બાલા, હરખથી બોલી પડી કે ફિરોઝ ફ્રેઝરે રમુજ પામી જાંગુ સામેનો કેસ લેવા માંડયો.
‘વેલ, વીકી, હવે જાંગુની શું કમ્પલેન છે?’
‘પપા એ કબન પાર્કનાં મફત ટેનીસ કોર્ટ પર પેલી રીટા ગઝદર સાથ રોજ સાંજના ત્યા રમવા જાયછ.’
‘પણ વીકી, એમાં ખોટું શું છે? એમ તો હુંબી એક વખત તારી મંમીને એજ ટેનીસ કોર્ટ પર એ ગેમ શીખવતો હતો.’
એ સાંભળતા જ શિરીનનો મુખડો ઓશકાઈ જઈ નીચે ઝુમી પડયો, પણ જાંગુએ હિંમત એકઠી કરતાં જણાવી દીધું.
‘પંપા, બીચારાં ગરીબ હોવાથી આપણી કલબના મેમ્બર નથી ને તેથી હું જરા રીટાને રોજ ત્યાં જઈને પ્રેકટીસ આપુંછ. એમાં હું કંઈ ખોટું કરૂંછ?’
‘નહીં બેટા.’
ને ત્યારે હુરરે કરતાં તે બન્ને મોટા ભાઈ બેન કાસલ તરફ રવાનાં થયાં કે વીકી પણ પોતાનાં હાથની મુઠ્ઠીઓ ઝનુનથી વાળી ત્યાંથી વિદાય થઈ ગયો.
ફિરોજ ફ્રેઝરે પોતાની શિરીન સાથ એકલો પડતાં તેણીને પોતા આગળ ખેંચી, તે ધીમી પવનની ઠંડી લહેકીમાં ગેલ કરતા તેણીનાં સોનેરી જુલફાં પર એક કીસ અર્પણ કરી દીધી કે શિરીને એક સ્ુકલ ગર્લ મીસાલજ શરમઈ જઈ કહી સંભળાવ્યું
‘શ…શ, ફીલ કોઈ કાસલમાંથી આપણને જોશે તો ખરાબ લાગશે ને લવ કરવાને માટે હવે આપણે કંઈ જુવાન નથી.’
‘નોનસન્સ શિરીન, ઈન્સાન વરસો વહેતા જુવાની ખોહી બેસેજ, પણ પ્યાર તેમ કરી શકતો નથી. એક નીખાલેશ જીગરમાં વહેતો પ્રેમનો ઝરો સડસડાટ હમેશ વહેતોજ રહેશે મારી સ્વીટહાર્ટ.’
એમ જુસ્સાથી બોલી પડી ફિરોઝ ફ્રેઝરે પોતાના અસલનાં લવર્ઝ તરીકેના દીવસો માફક જ શિરીનને પોતાની જોરાવર બાથમાં પકડી લઈ તે પાકા ચેરિઝ જેવા હોથો પર એક મીઠી કીસી અર્પણ કરી દીધી.
(સમાપ્ત)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024