મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશાનું છેલ્લુ અઠવાડિયું બાકી છે તેથી આ અઠવાડિયામાં તબિયતની ખાસ સંભાળ રાખજો. ખાવાપીવાથી થતી માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે તમે ખોટી ચિંતાઓથી પરેશાન થશો. 3જી તારીખ સુધી કોઈ સાથે ખોટી બોલાચાલીમાં પડતા નહીં. રાહુને કારણે આ અઠવાડિયામાં લેતીદેતી કરવાની ભુલ કરતા નહીં. તમે આપેલા નાણા પાછા મેળવવામાં મુશ્કેલી આવશે. મનને શાંત રાખવા ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.
Last week left under Rahu’s rule, so take care of your health and eating habits. Be positive and work your problems out. Try to avoid arguments till the 3rd of February. Do not indulge in financial transactions. Pray ‘Maha Bakhtar Nyaish’ every day without fail.
Lucky Dates: 29, 30, 31, 2
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને રાહુએ પોતાની જાળમાં ફસાવી લીધા છે તો તમે પોઝિટીવ વિચાર નહીં કરી શકો. દરેક બાબતમાં તમારા વિચારો બદલાતા રહેશે. 4થી માર્ચ સુધી રાહુ તમને તમારા કામમાં સફળ નહી થવા દે. તમે કામ કરશો અને જશ બીજું કોઈ લઈ જશે. રાહુને કારણે ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. ઘરવાળાઓ સાથે ઝગડો થવાની સંભાવના છે. આજથી 4થી માર્ચ સુધી ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 31, 1 છે.
With Rahu ruling over you, you need to put in effort and stay positive. You might encounter mood swings. Work hard until 4th March and ignore others taking credit for it. Control your expenses and avoid arguments with family members. Starting today, pray ‘Maha Bakhtar Nyaish’ till 4th March.
Lucky Dates: 27, 28, 31, 1
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે જો અંધારામાં તીર ચલાવશો તો સાચી જગ્યાએ લાગી જશે. તમારા કરેલ કામ બીજાને ખૂબ પસંદ આવશે. રોજબરોજના કામ સાથે ધર્મ કે ચેરિટીનું કામ કરી શકશો. ગુરૂ તમને દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ અપાવીને રહેશે. તમારા કોઈ પણ કામ પૈસાને કારણે અટકશે નહીં. ફેમિલી મેમ્બર સાથે મેળ સારો રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.
Jupiter rules you till 21st February. Taking risks might pay off as others appreciate your hard work. Along with your routine chores, indulge in religious work or charity. You will receive anonymous help and work will progress smoothly. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 28, 29, 31, 2
CANCER | કર્ક: ડ.હ.
તમને 24મીથી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ થયેલી છે તેથી 23મી માર્ચ સુધી તમે તમારા જૂના રોકાણમાંથી કમાણી કરીને પાછું મેળવી શકશો. અંગત વ્યક્તિ સાથે સંબંધ ફરી પાછા સુધરી જશે. તમારાથી રીસાયેલા વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ જશે. બને તો આજથી થોડી કરકસર કરીને સારી જગ્યાએ રોકાણ કરવાનું ચાલુ કરી દેજો. હાલનું રોકાણ ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.
Jupiter rules from the 24th, bringing in benefits from previous investments. Mend your relationship with your favourite person. Starting today, it would be wise save and invest money to serve you in the future. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 27, 28, 30, 31
LEO | સિંહ: મ.ટ.
23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા સગાસંબંધી તમને કોઈ બાબતમાં ફસાવી દેશે. શનિને કારણે તમે રોજ બરોજના કામ સારી રીતે નહીં કરી શકો. તમે થોડા પણ બેદરકાર બનશો તો મોટા ગોટાળામાં ફસાઈ જશો. કોઈપણ કામ સમજયા વગર કરવાની ભુલ કરતા નહીં. તમે સાંધાના દુખાવાથી કે હાઈપ્રેશરથી પરેશાન થશો. દવા પાછલ ખર્ચ કરવો પડશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 2 છે.
Saturn rules you till 23rd February, so don’t get taken in by the words of others. Daily chores could pose a challenge. Even slight carelessness on your part could cost you dearly. Think things through thoroughly before embarking on them. High BP or joint pains could pose an issue and could call for medical expenses. Pray ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 28, 29, 1, 2
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે તેથી તમે બુધ્ધિથી કરેલા કામમાં સફળ થશો. બીજાઓના સલાહ સુચન સાંભળશો પણ કરશો પોતાના મનનું. નવા કામ મેળવવામાં સફળ થશો. કરકસર કરવાના નવા રસ્તો શોધી લેશો. બેકીંગના કામમાં સફળતા મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.
Mercury rules over you till 17th February. Use your wisdom and intelligence to complete your tasks successfully. Listen to others but follow your heart. You will be successful in finding a new job. Financial deals will be successful. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 27, 28, 30, 31
LIBRA | તુલા: ર.ત.
બુધની દિનદશા ચાલુ હોવાથી 18મી માર્ચ સુધી તમને તમારા કામમાં નાનું પ્રમોશન મળી જશે. તમે જો કોઈ નવા કામ શોધશો તો મળી જશે. તમે બુધ્ધિ પ્રમાણે કામ કરી શકશો. તમને નાણાકીય બાબતમાં નાની બચત કરી શકશો. બુધની કૃપાથી તમારા કરેલા કામનો બદલો મળી રહેશે. મિત્ર મંડળમાં વધારો થઈને રહેશે. બીજાના મદદગાર થશો. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 1, 2 છે.
Mercury’s rule could help get you a promotion by 18th of March. You could get a new job if you’ve been looking for one. You will work smartly. Small savings will be possible. You will reap the fruits of your hard work. Your friend circle will grow. You will be helpful to others. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 26, 27, 1, 2
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની વાતમાં ગરમ થઈ જશો. ઘરનું વ્યક્તિ ઉંચે અવાજે બોલશે તો તે તમને નહીં ગમે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવા પહેલા દસવાર વિચાર કરજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31, 1 છે.
Mars rules over you till 21st February, causing you to get short-tempered. The loud tone of a family member might earn your dislike. Think twice before making new purchases. Drive safely. Avoid trusting people blindly. Pray ‘Tir Yasht’.
Lucky Dates: 28, 29, 30, 31, 1
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલકિ ગુરૂના મિત્ર ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા વિચારોમાં ફેરબદલ નહીં કરી શકો. તમે લીધેલા ડીસીઝનમાં ભવિષ્યમાં ફાયદો થશે. ઘરવાળા તરફથી આનંદના સમાચાર મેળવશો. જ્યાં સુધી કામ પૂરૂં નહીં થાય ત્યાં સુધી તમે મુકશો નહીં. નાની મુસાફરીમાં જવાથી માઈન્ડ રિલેકસ કરી શકશો. મિત્રોના મદદગાર થશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 31, 1, 2 છે.
The Moon’s rules till the 23rd February will help you make decisions that promise benefits in the future. Good news expected from your family. Don’t stop till you have accomplished what you had set out to do. Traveling will help you relax. Friends will be helpful. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 27, 31, 1, 2
.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લુ અઠવાડિયુજ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોર્ટના કામમાં થોડી મુદત માંગી લેજો. સુર્યને કારણે સામે પડેલી વસ્તુ તમે જોઈ નહીં શકો. જ્યાં કામ કરતા હશો ત્યાં શત્રુનું જોર વધી જશે. સહી સિકકાના કામ આવતા અડવાડિયે કરજો. સુર્યની દિનદશા વડીલવર્ગની તબિયત ખરાબ કરશે. દરરોજ 34મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
With one week left under the Sun’s rule, you are advised to postpone court-related work. You might miss noticing due to oversight. Be aware of foes at the workplace. Take care of elders’ health. Pray the 34th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 27, 28, 29, 30
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી ફેબ્રુઆરી સુધી શુક્ર જેવા વૈભવનું સુખ આપનાર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા ખર્ચ ઓછો કરવામાં સફળ નહીં થાવ. ઉતરતી શુક્રની દિનદશા ઓપોઝિટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. અટકેલા કામમાં અણધારેલાનો સાથ મેળવી શકશો. શુક્રની કૃપાથી તમે કોઈના સાચા સલાહકાર બની સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 28, 31, 1, 2 છે.
Venus rules you till 13th February prompting you to spend lavishly. The descending rule of Venus will bring in profitable news. You will receive divine help. Those who seek your advice will bless you. You will fulfil family members’ demands. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 28, 31, 1, 2
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી સુખના દાતા શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં આનંદ મેળવી લેશો. કામમાં તમને ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. થોડીઘણી રકમ ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. કોઈ વ્યક્તિને તમે મદદ કરી શકશો. આપેલા પ્રોમીશ પૂરા કરી શકશો. ધનની કમી નહીં આવે. હાલમાં ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 29, 30, 1 છે.
Venus rules you till 14th March, bringing in happiness on the work front. Travel is indicated. Make sure you invest money. Help others and fulfil your promises. A good week financially. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 27, 29, 30, 1
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024