કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. તેણે ‘બરબત’ નામના વાજીંત્ર ઉપર, સુંદર શરોદોથી માજીનદરાનના મુલકની સીફતમાં એવું તો સુંદર ગાયન ગાયુ કે કે પાદશાહ તેથી ખુશી થયો, અને તુરત તે ગાયનમાં વર્ણવેલો માજીનદરાનનો મુલક, પોતાના કબજામાં લાવવાનો વિચાર કીધો. તેના દરબારીઓએ અને તેઓના આગ્રહથી જાલેજર જે એ સબબ માટે ખાસ જાબુલસ્તાનથી આવ્યો હતો, તેણે તેને ઘણો વારયો કે ‘એ મુલક ઘણો ખરાબ છે, અને દેવોનું મથક છે, તેથી એક ગવૈયાના ગાયન ઉપર લોભાઈ ત્યાં જવું નહીં.’ પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં, અને માજીનદરાન ઉપર ચઢાઈ લઈ ગયો. માજીનદરાનના પાદશાહે પોતાની કુમકે ‘સફેદ દેવ’ને બોલાવ્યો, અને તેના જાદુઈ બળથી ઈરાનીઓનો નાશ થયો અને કૌસ ત્યાં બંદ પડયો બંદમાંથી તેણે જાલ ઉપર નામુ લખી પસ્તાવો કરી તેની મદદ માગી. જાલે પોતાના બેટા રૂસ્તમને ત્યાં જવા કહ્યું. દેવોના એવા બૂરા મુલકમાં નહીં જવાને રોદાબેએ પોતાના બેટાને સમજાવ્યો. પણ આ એક ‘ફરજનો અવાજ’ છે, માટે ખોદા નેગેહબાન થશે, એવા વિશ્ર્વાસથી રૂસ્તમ, ત્યાં જવાના બે રસ્તામાંથી એક ટુકો રસ્તો જેમાં હફતખાન તોડતો સેતાબ ગયો અને સફેદ દેવને મારી માજીનદરાન જીત્યું અને કૌસ પાદશાહને છૂટો કીધો.
આ મુશ્કેલીમાંથી હજી છુટયો નહીં કે કૌસે મકરાનના મુલકના કિનારા ઉપરથી વહાણોમાં સ્વાર થઈ, બરબરીસ્તાન (બારબરી)ના મુલક ઉપર હુમલો કીધો, અને પછી હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમરાવરાનના પાદશાહની બેટી સોદાબેની તારીફ કીધી, કે લાગલો તેણીની સાથે પરણવાને તેણે વિચાર કર્યો તેણે એક દાનવ આદમી પાસે તેણીના હાથ માટે માગુ મોકલ્યું. હમાવરાનના રાજાએ તે માગુ કબૂલ રાખ્યું, પણ તે પોતાની રાજીખુશીથી નહી, પણ આનાકાનીથી કારણ કે તેણે જાણ્યું કે જો તે તે કબૂલ નહીં રાખશે તો કૌસ તેના મુલકને પાયમાલ કરશે. પોતાની બેટી સોદાબેની મરજી પુછતાં, તેણી તો ઈરાન નામીચા પાદશાહની રાણી થવાને ખુશી થઈ. ત્યારે હમાવરાનના રાજાએ પોતાના તરીકા મુજબ પોતાની બેટીને કૌસ સાથે પરણાવી આપી પણ તેણે દગાથી કૌસને બંદીવાન કરવાનો વિચાર કર્યો. તેણે કૌસને એક દિવસ પોતાન મહેમાન તરીકે પોતાના મહેલમાં બોલાવ્યો. સોદાબે કૌસ પાદશાહ માટે પોતાના બાપના વિચાર જાણતી હોવાથી પોતાના ખાવિંદને તે તેડું નહીં કબૂલ રાખવાને સમજાવ્યો, પણ તે ફોકટ. કૌસ અને હમાવરાનના રાજાએ તેને દગાથી બંદીવાન કીધો. તેણે તેની સાથે તેના સરદારો ગેવ, ગોદરેજ, તુસ, ગુરગીન અને જગે શાવરાનને પણ બંદીવાન કરી એક બુલંદ પહાડ ઉપરના કિલ્લામાં તેઓને બંધ કીધા.
(ક્રમશ)
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024