વૃધ્ધાવસ્થા – કાંટાળો તાજ યા વરદાન

1) માણસ એક એવું પ્રાણી છે જેને જીંદગીમાં ઉભા થતા સવાલોના જવાબ મળતા નથી, જ્યારે પશુપંખીઓને એવા સવાલો નથી સતાવતા કેમ કે તેમને કોઈ અપેક્ષા નથી હોતી જે તેઓ પ્રગટ કરી શકે. તેમને તો બસ મુકત રહી મસ્ત રીતે વિહરવા ગમે છે.
2) માણસ વધુ જીવે છે પણ, પણ ઓશિયાળો અવતાર તેને માટે શ્રાપ સમાન છે જ્યારે લોકો તેને બુઢ્ઢાની યા ડોસાની પદવી આપે છે જેથી તેને તિરસ્કૃત થવાની લાગણી થાય છે. જીવન-મરણ તો ઈશ્ર્વરને આધીન છે તે સૌ જાણે છે પણ વૃધ્ધો જ્યારે હાલાકીભર્યુ તિરસ્કૃત જીવન જીવે ત્યારે તેને જીંદગી પ્રત્યે નફરત પેદા થાય છે ને મનોમન ઉપરવાળાને સવાલ કરે છે કે તે મને આવી લાંબી યા તાણમય જીંદગી શા માટે આપી? તે નિરાશાની ગર્તામાં હોમાઈ જાય છે હતાશા, નિરાશાની તેના મન પર અસર થાય છે ને તેનું આરોગ્ય કથળતું જાય છે.
3) આવી વિષમ પરિસ્થિતિમાંથી છૂટવા આપણે જ પ્રયાસ કરવો. બને ત્યાં સુધી મિત્ર-વર્તુળમાં રહી લોકસેવા કરવી જીંદગીની મધુર પળોમાં જે શોખ તમારો અધૂરો રહ્યો હોય તેમાં મન પરોવવું જેથી કામમાં વ્યસ્ત રહી શકાય, આરોગ્ય જળવાય. બીજી અગત્યની વાત સત્તાનો ત્યાગ કરવો અને કોઈ અપેક્ષા ન રાખવી. સાસુગીરી/સસરાગીરી કરવી નહીં અને આપણા જ વંશવેલાનો વિચાર કરી તેમને સંભાળવાની આદત કેળવવી. મનથી કદી નહી સોચવું કે તમે ભંગાર બની ગયા છો, ઉપયોગ વિનાના થઈ ગયા છો. ભૂતકાળને દફનાવી ભવિષ્યની દિશા નકકી કરવી તમારા જ હાથમાં છે. વૃધ્ધાવસ્થામાં કદી ઓશિયાળો અવતાર ન થાય માટે આર્થિક નિયોજન દરેકે યુવાનીમાં જ કરી લેવું જરૂરી અને ડહાપણભર્યુ છે. જીવતાજીવત કદીપણ લોહી-પરસેવાથી કમાયેલું ધન પારકા તો શું પણ પોતીકાને પણ સોપવું નહીં કેમ કે મનની ચંચળતા ઘણીજ ખરાબ છે. હાથમાં માલ આવી જાય પછી એ જ તમારા વહાલાઓ તમને ઘરડાઘરમાં ધકેલી દેશે. સ્વસ્થ આરોગ્ય જાળવવા પૂરતી ઉંઘ લેવી, યથાશક્તિ કસરત કરવી, પ્રાણાયામો કરવા, કુમળા તડકામાં વોક લેવો. લાફીંગ કલબના સભ્ય બનવું. શારિરીક તકલીફ શરૂ થતાંજ તાત્કાલિક તબીબની સેવા લેવી અને તેના માર્ગદર્શન પ્રમાણે ઉપચાર કરી સ્વસ્થ થઈ જવું અંતમાં એટલુંજ કરવાનું કે સંસારની ગાડીમાં જ્યારે આપણે બેકસીટ પર બેસીએ ત્યારે આપણી શક્તિપ્રમાણે બીજાને મદદ કરીને ફકત પૈસાથી જ નહીં પણ અન્ય રીતે પણ મદદગાર બની જીવનમાં આનંદ લઈ શકીએ.

About ગુલ પી. ગબ્બા

Leave a Reply

*