બીપીપી કનેકટ

yazdi Desai. 1 copyજેની વાટ જોવાઈ રહી હતી એ માસિક કોલમ, ‘બીપીપી કનેકટ’ શ‚ કરતા ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ થાય છે. બોમ્બે પારસી પંચાયત (બીપીપી)ની હાલ ચાલી રહેલી તથા ભવિષ્યની પ્રવૃત્તિઓ તથા નીતિઓમાં થયેલા થનારા કોઈ પરિવર્તન વિશે કોમને માહિતગાર રાખશે. ગયા મહિને, અમારા વાચકોને આપેલા વચન મુજબ, તમારી લોકપ્રિય વીકલી દરેક મહિનાના પહેલા શનિવારે ‘બીપીપી કનેકટ’ રજૂ કરશે, આની પાછળ સાર્વજનિક મંચ પર કોમને બીપીપી સાથે જોડવાનો આશય છે. જેને કારણે બિનજ‚રી અફવાઓ તથા ગેરસમજને ટાળી શકયા, જે કોમની સમજદારી અને વિશ્ર્વાસને ઠેસ પહોંચે નહીં.

‘બીપીપી કનેકટ’ દ્વારા આપણા કોમના લોકોને બીપીપીના ચેરમેન તરીકેના મારા પ્રથમ સંભાષણમાં, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ વતી હું આપ સૌને તમે અત્યાર સુધી કરેલા કામથી વાકેફ કરાવવા માંગુ છું. આ મંચ અમને નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવા બદલ અમે પારસી ટાઈમ્સના આભારી છીએ, જે અમને વધુ પારદર્શકતા લાવવામાં તથા તમારી સાથે અમા‚ં ‘રિપોર્ટ કાર્ડ’ શેર કરવાની તક આપે છે, જેથી છેલ્લા આઠ મહિનાની અમારી કામગીરીની સમીક્ષા તમે કરી શકો.

૧) હાઉસિંગ: બીપીપી હાઉસિહગ પહેલ સૌથી વધુ ધ્યાન ખેંચનારી તથા ચકાસણી આકર્ષતી બાબત છે. આ બાબતને લઈને સૌથી વધુ ઉહાપોહ તથા ટીકા-ટિપ્પણી થાય છે. કમનસીબે, આ બધું ખોટી માહિતી અને અફવાને લીધે થાય છે. હાલમાં જ એક સારા ડોકટરને ફલેટ એલોટ કરવા બદલ બીપીપીની ટીકા થઈ હતી, આવું કરવા માટેના યોગ્ય કારણે જણાવ્યા છતાં ટીકાનો સામનો કરવો પડયો હતો. જો કે, નવા બોર્ડે છ મહિનામાં (તેમણે કારભાર સંભાળ્યો એને ખરેખર તો આઠ મહિના થયા પણ આ પૂર્વેના બોર્ડ પર મુકવામાં આવેલા સ્ટે ઓર્ડર કેરી ફોરવર્ડ થવાથી પ્રથમ બે મહિના એ લાગુ હતો)  ૬૫ ફલેટ એલોર્ટ કર્યા છે જે એક રેકોર્ડ છે, આ પૂર્વેના બોર્ડની સરખામણી કરીએ તો, સાત વર્ષના ગાળામાં (અથવા ૮૪ મહિના) માત્ર ૭૫ ફલેટ્સ જ એલોટ કર્યા હતા! છેલ્લા છ મહિનામાં બીપીપી બોર્ડે આ ફલેટ્સ એલોટ કર્યા છે.

* ૧૫ ઘરો ‘બેઘર’ (હોમલેસ) કેટેગરીમાં

* ૨૮ ઘરો ‘પરિણીત’ (મેરીડ) કેટેગરીમાં

* ૨૨ ઘરો મિસસિલેનિયસ?ક્ધજેકશન કેટેગરીમાં

૨) કાયદાકીય મામલાઓ: તમામ ટ્રસ્ટીઓ દ્વારા કોમને આપેલું વચન એ હતું કે કોર્ટ કેસ ઘટાડવા અને જ્યાં શકય હોય ત્યાં મામલાનું સમાધાન કરવું અમને ૨૨૦ લીગલ કેસ વારસામાં મળ્યા હતા, જેમાંના ૨૦ સેટલ કરાયા છે- આ એક નાની શ‚આત છે, પણ મજબૂત અને સાચી દિશામાં કરાઈ છે. એટલું જ નહીં, અન્ય મામલાઓ પર પણ કામ ચાલી રહ્યું છે.

૩) વિકાસને લગતા પ્રોજેકટસ: નવા બોર્ડે કોમના સભ્યોને દર અઠવાડિયે મળવાનું શ‚ કર્યુ છે અને એમાંની મોટા ભાગની બાબતો હાઉસિંગને લગતી છે. નવા તથા બદલીની હાઉસિંગ વિનંતીઓ જોતાં, એવું લાગે છે કે એલોટમેન્ટ માટે ફલેટસની સંખ્યા વધારવાની જ‚ર છે. આથી, નવા બોર્ડે બે પ્રોજેકટ શ‚ કર્યા છે, એક ભ‚ચા ભાગ અને બીજું નિર્લોન ગોરેગાંવ કોમ્પલેકસ. આર્કિટેકટ હનોઝ મિસ્ત્રીએ ભ‚જા બાગ પ્રોજેકટ માટેના રજૂ કરેલા નવા પ્લાન્સને, મંજૂરી અપાઈ ગઈ છે. આંશિક ‚પે તોડી પડાયેલી ઈમારતના ભાડૂતો, જેઓ ત્યાંથી નીકળવા તૈયાર નહોતા (આ પ્રોજેકટ રખડી પડવાના મુખ્ય કારણોમાંનુ એક). હવે ભાડૂતો ત્યાંથી નીકળવાની હા પાડી છે અને તેમને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. ટ્રસ્ટી કેરસી રાંદેરિયા તથા ઝરીર ભાથેનાના અથાગ પ્રયત્નોને કારણે આ આભારી છે. આર્કિટેકટ આઈ.એ.શાહ નિર્લોન ગોરેગાંવ કોમ્પલેકસ પ્રોજેકટને ફાસ્ટ ટ્રેક કરશે. આ બે પ્રોજેકટ બીપીપીના હાઉસિંગ સ્ટોકમાં ૧૫૦ નવા ફલેટસનો ઉમેરો કરશે, જે આપણે કોમને એલોટમેન્ટ માટે ઉપલબ્ધ થશે.

૪) આદેરબાદ (ખરેઘાટ કોલોનીના પ્રવેશદ્વાર પાસે મલ્ટિસ્ટોરીડ ઓનરશિપ બિલ્ડિંગ): અમને જણાવતા આનંદ થાય છે કે બીપીપી અને આદેરબાદ સોસાયટી વચ્ચેની કાયદાકીય લડાઈનો અંત આવ્યો છે અને આ મામલો સહમતિથી ઉકેલાયો છે, જેનો શ્રેય ટ્રસ્ટી નોશિર દાદરાવાલાને જાય છે, જમેણે એક સરળ મુદ્દાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેને અગાઉ ખોટી રીતે હાત ધરવામાં આવી હતી.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*