એ ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું, કુટુંબમાં દાદા-દાદી તેનો એકનો એક દિકરો અને દિકરાની ઘરે પણ એક દીકરો તેમજ દીકરાની વહુ એમ કુલ મળીને પાંચ જણા રહેતા હતા.
પાંચ જણા હોવા છતાં વિશાળ બંગલો હતો, ઘરમાં પૈસાની કોઈપણ ખામી હતી નહીં, એટલે બંગલામાં નોકરચાકર પણ રાખ્યા હતા, કોઈપણ જાતની તકલીફ ન પડે એવી સાહેબી હતી.
એક દિવસ સવારે અચાનક તે પિતા અને તેનો નાનો દીકરો બન્ને ગામડે ગયા, બંનેના ગામડે જવાનું કારણ એ હતું કે પિતા તેના દીકરાને દેખાડવા માગતા હતા કે લોકો આપણા કરતાં પણ કેટલા વધારે કરી હોઈ શકે છે.
ગામડે ગયા એટલે થોડા સમય પછી તેઓએ એક ગરીબ પરિવારના ખેતરમાં સમય પસાર કર્યો.
ખેતરમાં સમય પસાર કરતી વખતે ત્યાંનું બધું જોયું, વધુ જાણો અને આખો દિવસ ત્યાં પસાર કર્યો ત્યાર પછી ફરી પાછા ગામડેથી પાછા ફર્યા.
ગામડેથી જ્યારે પાછા આવતા હતા ત્યારે તેના દીકરાને તેના પિતાએ પૂછયું કે કેવી રહી તારી આ સફર? શું તું કંઈ નવું શીખ્યો?
દીકરાએ જવાબ આપતા કહ્યું આ ખુબ જ સુંદર મુસાફરી રહી.
પિતાએ પૂછયું કે તે જોયું ત્યાં કેટલા ગરીબો લોકો રહેતા હતા? દીકરાએ માથું ધુણાવીને હા માં જવાબ આપ્યો.
પિતાએ ફરી પાછું તેને કહ્યું કે તો નવું શીખ્યા પરંતુ આ સફરમાં થી તો શું શીખ્યો? તે મને પણ જણાવ
દીકરાએ સરસ મજાનો જવાબ આપ્યો, તેને જવાબ આપતા કહ્યું આપણી પાસે માત્ર એક જ ડોગ છે જ્યારે તે લોકો પાસે ચાર ચાર ડોગ્સ છે.
આપણી પાસે સ્વીમીંગ પુલ છે જ્યારે તે લોકો પાસે તો નદીઓ છે.
આપણી પાસે રાત્રે ટ્યુબલાઈટ છે, જ્યારે તે લોકો પાસે તો રાત્રે તારાઓ છે.
આપણે ખાવાનું બજારમાંથી ખરીદીએ છીએ જ્યારે તેઓ પોતાનું ખાવાનું પોતે જાતે જ ઉગાડે છે.
આપણી પાસે આપણા રક્ષણ માટે દીવાલ છે, તે લોકો પાસે રક્ષણ માટે મિત્રો છે.
આપણી પાસે સમય વિતાવવા માટે ટીવી વગેરે વસ્તુઓ છે. તેઓ પોતાનો સમય તેના પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે.
દીકરાના મોડેથી આવો જવાબ સાંભળવાની પિતા અને જરા પણ આશા હતી નહીં, એટલે સ્વાભાવિક છે કે આવો જવાબ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયા. પિતાના મોટામાં બોલવા માટે હવે એક પણ શબ્દ હતો નહીં.
ફરી પાછું દીકરાએ તેને કહ્યું કે થેન્ક્યુ ડેડી, તમારો ખૂબ જ આભાર મને સત્ય દેખાડવા માટે કે આપણે હકીકતમાં કેટલાક ગરીબ છીએ.
આ સોરી તમે વાંચી અને સમજશો તો તમને પણ બોધ સમજાશે કે જીવનમાં હંમેશા માત્ર પૈસા એ જ આપણી જિંદગી ઉજળી, ઉત્તમ અને સારી બનાવે તેવું જરૂરી નથી. અલબત્ત પૈસા જીવન જીવવા માટે જરૂરી અને મહત્વનું છે પરંતુ સાથે સાથે આપણો પ્રેમ, આપણી સાદગી, આપણી કરુણા, આપણા મિત્રો, આપણા સંબંધો અને આપણો આખો પરિવાર આપણી જિંદગી ને સમૃદ્ધ બનાવી શકે છે.