શનિવાર ને ઓકટોબર 24, 2020 એ ખરેખર એક અંધકારમય દિવસ હતો, ફક્ત રોગચાળાને કારણે જ નહી પરંતુ તેથી વધુ, આપણા મોબેદી કુળમાનો એવો ફક્ત 14 વર્ષનો ચમકતો તારો એરવદ ઝહાન મેહેરઝાદ તુરેલ, જયારે સુરતના ગોટી આદરીયાનમાં બોયની ક્રિયા કરી રહ્યો હતો ત્યારે તે ગંભીર રીતે (48.5%) દાઝી ગયો હતો.
પ્રાથમિક અને પાયાની સારવાર કરાવ્યા બાદ યુવાન ઝહાનને મુંબઈની ભાયખલ્લા સ્થિત માસીના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને ઘણાં લાંબા સમય સુધી સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ સોમવાર, જાન્યુઆરી 4, 2021 ના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સદ્દભાગ્યે એરવદ ઝહાન તુરેલને માસીના હોસ્પિટલના બર્નસ યુનિટમાં ઉત્તમ સારવાર મળી હતી અને સારી રીતે સારા થવાના રસ્તે હતો.
આપણા મોબેદોએ આપણા આદરણીય અગ્નિની સંભાળ રાખવી પડતી હોય ત્યારે, આવી ભયાનક દુર્ઘટના એ પહેલી ઘટના નથી. તે કલ્પનાની બહાર છે કે, આજના દિવસો અને યુગમાં આપણા મોબેદોને કોઇ સંરક્ષણ આપ્યા વિના ધાર્મિક ક્રિયાઓ કરવાનું ચાલુ રાખે છે.
આ ઘટનાને લઇ ટીમ એમ્પવારીંગ મોબેદસના (ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ અને અથોરનાન મંડળની સંયુક્ત પહેલથી) મુખ્ય જુથ વચ્ચે તીવ્ર ચર્ચાઓ શરુ કરી હતી. સક્રિય ચર્ચાઓ પછી વિવિધ વિકલ્પોનો વિચાર કરવામાં આવ્યો અને તે છેવટે નિર્ણય કરવામાં આવ્યો કે બોયવાલા મોબેદ કેબલાની અંદર જે જામા, પદન અને હાથ ખિસ્સા પેહરે છે તે અગ્નિશામક કાપડમાંથી બનાવવામાં આવે કે જે આપણા મોબેદોને વિવિધ ધાર્મિક ક્રિયાઓ સમયે વાજબી સલામતી આપે.
છેલ્લા કેટલાક મહિનાઓથી, અગ્નિશામક કાપડની પરીક્ષા કરવા માટે; જો મોબેદના જામા, પદન કે હાથ ખિસ્સા પર અંગારો પડે તો તે સલામતી આપે છે કે કેમ તેના પ્રયોગ કરવામાં આવ્યા હતા.
વોલીયન્તર મોબેદોએ જુદી જાડાઈવાલા કાપડમાંથી બનાવેલ જામા પહેરી (જેના પર અગ્નિશમનની પ્રક્રિયા પાછળથી કરવામાં આવશે), હાલના જામાની તુલનાએ તેની આરામદાયકતા ચકાસવા માટે અજમાયશ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રોજેકટમાં ઉત્સુકતાથી રસ ધરાવતા એક શુભેચ્છક શ્રી વિરાફ સોહરાબજી મહેતાએ કાસાબ્લાંકા એપેરલ્સ પ્રા. લિ. ના ડાયરેક્ટર કુ. ફિરોઝા કરાણી સાથે નમૂનાઓ બનાવવામાં અને પરીક્ષણો કરવામાં સંકલન કરી કવાયત કરી, જે માટે અમો તે બંને માટે ખૂબ આભારી છીએ.
જામા અને પદનના દરેકના 800 સેટ્સ અને હાથ ખિસ્સાના 200 સેટ્સના ઉત્પાદન માટે કાસાબ્લાંકા એપેરલ્સ પ્રા. લિ. ને ઓર્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કે જે 1993માં સ્થપાયેલું ખુબ જાણીતું તૈયાર વસ્ત્રો બનાવતું એકમ છે અને જે દેશમાં અને નિકાસ કરવા માટે વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવે છે.
જોકે અગ્નિશામક કાપડ હાલે ઉપલબ્ધ ન હોવાથી કાસાબ્લાંકા એપેરલ્સે જરૂરી ઓછામાં ઓછો જથ્થો ઉત્પન્ન કરવા માટે અરવિંદ મિલ્સ લિ. ને ઓર્ડર આપ્યો છે. અગ્નિશામક કાપડ જૂન 202ના મધ્ય સુધીમાં તૈયાર થવાની ધારણા છે, અને વહેચણી માટે અંતિમ ઉત્પાદન મધ્ય જુલાઈ 2021 ની વચ્ચે તૈયાર કરવામાં આવશે. જો ક્રિયાઓ કરતા મોબેદો રસ લેશે તો તેમના ઉપયોગ માટે દરેકને એક સેટ વિનામૂલ્યે આપવામાં આવશે.
કાપડનું ઉત્પાદન થયા પછી, કાપડ અગ્નિશામકતાના ગુણ ધરાવે છે તેવાં યોગ્ય પ્રમાણપત્રો કાપડના નિર્માતા અરવિંદ મિલ્સ ઉપરાંત જજ્ઞભશજ્ઞયજ્ઞિંય ૠજ્ઞયક્ષજ્ઞયફિહય મય જીદિયશહહફક્ષભય (જૠજ) પાસેથી પ્રાપ્ત કરવામાં આવશે, કે જે આંતરરાષ્ટ્રીય ઇન્સ્પેકશન એજન્સી છે જે શિપમેન્ટ પહેલા વસ્ત્રો, મશીનરીસ, દવાઓ વિ. ની ચકાસણી કરે છે.
વડા ધર્મગુરુઓ, દસ્તુરજી ડો. ફિરોઝ એમ. કોટવાલ, દસ્તુરજી ખુરશેદ કે. દસ્તુર, દસ્તુરજી કેકી પી. રાવજી મહેરજીરાણા, સિનીયર મોબેદ અસ્પન્દિઆર દાદાચાનજી; બધાને આ પહેલ અંગે માહિતી આપવામાં આવી છે અને તેમની મંજૂરીઓ મળી છે.
પ્રારંભિક સેટનો ઉપયોગ કર્યા પછી, જો મોબેદો તમામ બાબતોમાં સંતુષ્ટ હશે તો, તે સેટ તેમના માટે હશે અથવા અગિયારીના ટ્રસ્ટીસ/પંથકી મારફતે ચુકવણી કરવાથી ઉત્પાદક પાસેથી વધારાના સેટ મેળવવામાં આવશે. ભવિષ્યમાં પુરતો પુરવઠો મળી રહે તે માટે એક યોગ્ય અનુકુળ સીસ્ટમ અમલમાં મુકવામાં આવશે.
ઝોરાસ્ટ્રિયન ચેરીટી ફંડસ ઓફ હોંગકોંગ, કેન્ટોન એન્ડ મકાઓના હંમેશના ઉદાર ટ્રસ્ટીસે ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસ મારફતે અગ્નિશામક કાપડના 800 જામા, 800 પદાન તેમજ 200 જોડી હાથ ખિસ્સાના પ્રારંભિક ઉત્પાદનની આ પહેલ માટે ભંડોળની સુવિધા કરી આપવાની ખાતરી આપી છે.
અગ્નિશામક કાપડમાંથી તૈયાર થયેલ જામા, પદાન અને હાથ ખિસ્સાના સેટ્સ સ્વીકારવાની ઈચ્છા ધરાવતા મોબેદો, પંથકીઓ અને ટ્રસ્ટીસને વિનંતી કે સંકલન અને સંપર્ક કરો:
એરવદ હોરમઝ એ. દાદાચાનજી,
ડી. ઈ. મિઠાઈવાલા અગિયારી,
ગ્રાંટ રોડ સ્ટેશનની સામે (વેસ્ટ),
મુંબઈ 400007
ટેલિફોન કોન્ટેક્ટ: (+91) 9820493813
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024