સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું.
‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’
‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું શું કામ સોંપવું તેની મુદલ સમજ છે જ નહીં.’
તે બોલો સાંભળી તેણી ખુશીમાં આવી ગઈ. તેણીની નિર્દોષ આંખો સુખથી મીચાઈ ગઈ, તે સોનેરી ઝુલફાવાલું શીર ફરી પોતાનાં વહાલાના ખભાં પર ઢળી પડયું ને પછી તેણી દુ:ખથી પુકારી ઉઠી.
‘ફિલ, ઓ ફિલ, તમો કેટલા ઘાતકી રીતે મારી સાથ સખત થયા? કોઈક વખત તમારાં ઈન્સલ્ટર્સ સાંભળી હું ઈચ્છતી કે ખુદા મને મોત આપે તો બેટર થાય ને કોઈક વખત મને એમ લાગતું કે દુ:ખે હું જર દીવાની બની જઈશ.’
ને પછી તેણી રડી પડી કે તે જવાને તેણીનાં સોનેરી ઝુલફાંઓ પર એક કિસ આપી રમૂજથી કહી દીધું. ‘શિરીન, મારો કોટ ખરાબ થાયછ.’ અને અસલનાં તઓનાં લવર્સ તરીકેનાં દિવસોમાં પણ કોઈક વાર જ્યારે શિરીન તેઓનાં ભવિષ્ય માટે ફીકર કરી રડતી ત્યારે તેણીનું દુ:ખ ભુલાવવા તે જવાન એમજ તેણીને સતાવી રમૂજથી કહી સંભળાવતો.
‘શિરીન, એક તો ધોબી નથી આયો ને તું એમ રડીને મારો કોટ ભીંજવી ચુંથી નાખશે તો પછી હું બીજો પહેરવા કયાંથી લાવશ?’
અને આજે એજ ફિરોઝ ફ્રેઝર આગળ પોતાની કબાટમાં ઘણાંક કીમતી ને ઢગલાબંધ સુટો પડયા હતા.
ખરેજ, શું નસીબના નખરાં હશે!
પછી તે મીઠો મુખડો પોતાના મઘમઘતા સેન્ટના માલ વડે નુંછી તે જવાને તેણીને માયાથી જણાવી દીધું.
‘ચાલ શિરીન, આપણે ડાન્સ કર્યે.’
‘નહીં…નહીં, ફિલ મને મહેરબાની કરીને અંદર ના લઈ જતા.’‘પણ કાય નહીં?’
પછી તેણીએ ઓશકથી જણાવી દીધું.
‘મારા…મારા કપડા બોલ મને લાયકનાં નથી, ને મારી આગળ બીજા સોજ્જા હતા જ નહીં કે પહેરી શકું.’
ફિરોઝ ફ્રેઝરે ત્યારે તેની ભૂરી આંખો તેણીનાં બદન તરફ નમાવી પછી મકકમતાથી કહી સંભળાવ્યું.
‘જો કે તારો ડ્રેસ સિમ્પલ છે, પણ તેમાં ખામી તો હું કંઈ જ જોઈ શકતો નથી, શિરીન.’
‘ને ફિલ, મારા એવા રડેલા ફિકકા ચહેરા સાથ હું કેમ ત્યાં બધાંઓની સામે જઈ શકું, તેથી પ્લીઝ, તમો એકલા જાવ, કારણ તમારા પાર્ટનર્સ પણ ખોટી થતા હશે.’
‘તો તું ને ખુશ કરવા એક સાચી વાત કહું?’
શિરીન વોર્ડન ચમકી ઉઠી. યા ખુદા, તેણીનો વહાલો હમેશ તેણીને દુ:ખી કરવા જ બધું બોલતો હતો જ્યારે આજે એજ જવાન તેણીને સુખી કરવા કંઈક કહેવા માંગતો હતો. તો તે એકાએક કેમ આજે બદલાઈ ગયો હશે?
ઝરી જુહાક માટેનો એક ઝાંખો ખ્યાલ પણ તે બાળાને જવા પામ્યો નહીં કે તેણીએ ઉલટથી પૂછી લીધું.
‘શું વાત છે ફિલ?’
‘આજે રાતનો એક પણ ડાન્સ મેં કોઈ પણ છોકરીને આપ્યો જ નથી, ને તેથી શિરીન તુંને મારી સાથ કરવોજ પડશે.
તેણી આગળ બીજો ઉપાયજ નહીં હોવાથી અંતે તેણીએ હા કહેવું જ પડયું ને પછી પોતાની બેગમાંથી એક નાની આરસી કાઢી તે બાળા બોલી પડી.
‘ફીલ થોડો વાર પ્લીઝ તમો ખોટી થાવ તો સહેજ પાવડર લગાડી ફ્રેશ થાઉં ને હું કેવું ઈચ્છું જ કે મારી પર્સમાં ઝની એક ડબ્બી પણ સાથે હતો.’
દૂરથી આવતા તે બત્તીના ઝાંખા ઉજાસમાં શિરીન વોર્ડન એક હાથમાં તે નાની આરસી પકડી, બીજા હાથે તે ફિકકા ચહેરા પર પાવડર લગાડતાં અફસોસથી કહી રહી કે ફિરોઝ ફ્રેઝરે મજાકથી બોલી સંભળાવ્યું.‘તું કહેતી હોય તો તારા ફિકકા ચહેરાને હું સપાટામાં ગુલાબી બનાવી આપું ને તેબી કશા ઝ વગર શિરીન.’
તે નિર્દોષ બાળા કશું જ સમજી શકી નહીં ને પોતાની બેગમાં તે નાની આરસીને પાવડર બોકસ પાછી મૂકી દેતાં તેણીએ અચરતીથી પૂછી દીધું.
‘પણ તે કેવી રીતે ફિલ.’
(ક્રમશ)
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024