સર જે.જે.ના પારસી વોર્ડમાં જમશેદી નવરોઝની ઉજવણીના 34 વર્ષ લાંબા શુભ વલણને ચાલુ રાખીને હોસ્પિટલે આ વર્ષે પણ, 21મી માર્ચ, 2023ના રોજ, વોર્ડમાં ચમકતી લાઈટો, ફૂલોના હાર અને ચોકના શણગારથી વોર્ડને જીવંત બનાવ્યો હતો. એક જશન સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં દિવંગત આત્માઓની યાદમાં તેમજ વર્તમાન રહેવાસીઓ માટે તંદરોસ્તી પણ કરવામાં આવી હતી. આ પછી 70 જેટલા રહેવાસીઓએ હમબંદગી કરી હતી.
આપણાં કેટલાક સૌથી પ્રશંસનીય સામુદાયિક સેવાના દિગ્ગજો દ્વારા આ ફંક્શનને આવકારવામાં આવ્યું હતું – અરનવાઝ મીસ્ત્રીના દીકરી યાસ્મીન મીસ્ત્રીએ હોસ્પિટલના ટોચના સ્ટાફનું સ્વાગત કર્યું હતું. ખોજેસ્તે મીસ્ત્રીએ નવરોઝ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે બીપીપી ટ્રસ્ટી અનાહિતા દેસાઈએ અરનવાઝ મીસ્ત્રીના સતત સમર્પણ માટે વખાણ કર્યા હતા, તેમને પુષ્પગુચ્છ અર્પણ કરતા પહેલા વરિષ્ઠ નાગરિકો માટે તેમની નિ:સ્વાર્થ સેવાના ઉદાહરણો શેર કર્યા હતા. તમામ સ્વયંસેવકો, દાતાઓએ આપેલા બિનશરતી સમર્થન બદલ તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
દરેક રહેવાસીની સારી રીતે કાળજી લેવામાં આવે તેની ખાતરી કરવા માટે અરનવાઝ મીસ્ત્રીના સમર્પણ અને નિશ્ર્ચયને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અન્ય કોઈપણ અંગત પ્રતિબદ્ધતાઓ કરતાં પારસી વોર્ડની તેમની મુલાકાતોને પ્રાધાન્ય આપતા, અરનવાઝ મીસ્ત્રીએ પ42 વરિષ્ઠ નાગરિકોના વિસ્તૃત પરિવાર તરીકે દર્દીઓનો પ્રેમપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. પ્રેક્ષકોએ અરનવાઝ મીસ્ત્રીને એક વક્તવ્ય સમર્પિત કર્યું ત્યારે આભારના મત સાથે ઇવેન્ટનું સમાપન થયું અને સ્વાદિષ્ટ નાસ્તા સાથે યાદો અને અનુભવો શેર કરવામાં આવ્યા હતા.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024