મહુવા પારસી અંજુમનની સાલગ્રેહ અગિયારીના દાતાઓ તથા શૈક્ષણિક સિધ્ધિ પ્રાપ્ત કરનાર યુવા પેઢીનું સન્માન

pg_07રોજ સરોશ, માહ અરદીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારીનો સાલગ્રેહનો દિવસ હોવાથી અંજુમન તે દિવસે જશન કર્યા બાદ મહુવાની યુવા પેઢીના સન્માનનો કાર્યક્રમ રાખે છે. આ વરસે આ શુભ અવસર તા. ૨જી ઓકટોબરના દિવસે હતો કે જે દિવસ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ તરીકે સમગ્ર દેશમાં

ઉજવાય છે.

આ શુભ દિને સવારના સ્ટે.ટા. ૧૦.૦૦ કલાકે જશનની પવિત્ર ક્રિયા નવસારીથી પધારેલા મોબેદ સાહેબો કેકી દસ્તુર તથા ફિરદોશ દસ્તુરે કરી હતી. જશનની પવિત્ર ક્રિયા પૂર્ણ થયા બાદ અગિયારીના હોલમાં મુકાયેલી નવી તકતીનું અનાવરણ નરીમાન બચએ કર્યુ હતું. આ તકતીમાં અંજુમનની અગિયારીનું સંપૂર્ણ મરામત કામ થયું અને તે બદલ ‚ા. ૫ લાખથી વધુની સખાવત કરનાર દાતાઓનો ઉલ્લેખ થયો હતો. અનાવરણની આ વિધિ બાદ અંજુમનના સભ્યો તથા આમંત્રિતો માણેકવાડી ખાતે ભેગા થયા હતા. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ નરીમાન બચા હતા. બચાના માતા-પિતાનું મૂળ વતન જ મહુવા હોવાથી અંજુમનના આમંત્રણને માન આપીને નરીમાન એમના મહોરદાર શાહનિ સાથે મહુવા પધાર્યા હતા. વ્યારા, માંડવી, ગણદેવી, બિલિમોરા અને ચીખલી અંજુમનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નરીમાન બચા તેમ જ અંજુમનના સભ્યો તથા આમંત્રિતોનું સ્વાગત પ્રમુખ હોશી બજીનાએ કર્યુ હતું. મંચ પર ઉપસ્થિત અન્ય મહેમાનોમાં મરઝબાન બારિયા (પ્રમુખ બિલિમોરા પારસી અંજુમન) તથા સામ ચોથીયા (પ્રમુખ વલસાડ પારસી અંજુમન) અને શાહિન બચા હતા. સર્વે મહેમાનોને આવકાર આપી પ્રમુખે અગિયારીની મરામતની વિગત આપી હતી અને તે બદલ ‚ા. ૫ લાખથી વધુ ખર્ચ કરનાર દાતાઓ પોરસ મોગલ, પર્લ મોગલ તથા શે‚ જેમી મોગલના ઉદાર અભિગમને બિરદાવ્યો હતો. મરહુમ જેમી ફરામજી મોગલની યાદમાં આ દાન મળ્યું હતું અને મોગલ પરિવાર હમેશ અગિયારીના કાર્યમાં તન, મન અને ધનથી સહકાર આપે છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. માણેકવાડીમાં લગભગ ૧૫૦ હમદીનોની હાજરી ધ્યાન ખેંચતી હતી. તમામ અંજુમનના પ્રતિનિધિઓનું મહુવા અંજુમનના ટ્રસ્ટીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તમામ દાતાઓનું સન્માન નરીમાનના વરદ હસ્તે થયું હતું. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર પિનાઝ મોગલ તથા પિઝાન કોદિઆની શૈક્ષણિક કારકીર્દિનો પરિચય ડો. હોસંગ મોગલે આપ્યો હતો. ડો. મોગલે એમને મળનાર સન્માનપત્રનું વાંચન કર્યુ હતું. ત્યારબાદ મુખ્ય મહેમાને બન્નેનું સન્માન કર્યુ હતું.

મહુવા અંજુમનને અંજુમનના સભ્યો તરફથી જે આર્થિક સહકાર મળે છે તે બદલ ખુશીની લાગણી વ્યકત કરી પ્રતિવર્ષ કાઠી આપનાર ફિરોઝ ટંપાલ, ધનજીશા બેસાનિઆ તથા કાલી બેસાનિઆનો ઉલ્લેખ કર્યો હતો અને એ ત્રણે હમદીનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

બિલિમોરા અંજુમનના પ્રમુખ બારિયાએ મહુવા અંજુમનની કામગીરી બિરદાવી હતી અને અંજુમનની પ્રગતિ થતી રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સામ ચોથીયાએ ફેડરેશનની કામગીરી પર પ્રકાશ ફેંકયો હતો અને એમણે આ દિશામાં જે રચનાત્મક કામ થયું છે તેની થોડી હકીકત જણાવી હતી.

ચીફ ગેસ્ટ નરીમાન બચાએ ગાંધીજીને યાદ કર્યા હતા અને સમાજમાં નૈતિકતાનું મહત્વ સમજાવી સમાજની યુવા પેઢી પોતાની સંસ્થાઓને કદી ભૂલે નહીં તેવી અપીલ કરી હતી. કાર્યક્રમને અંતે આભારવિધિ ટ્રસ્ટી ડો. હોસંગ મોગલે કરી હતી. એમણે બહારગામથી પધારેલા જુદી જુદી અંજુમનના સભ્યો અને અન્ય આમંત્રિતોનો આભાર માન્યો હતો. અંતે ‘છૈયે અમે જરથોસ્તી’ તથા રાષ્ટ્રગીત ગાઈ સમારંભ પૂર્ણ થયો હતો. બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા સુન્નુ કાસદે કરી હતી અને સઘળા હમદીનોએ ખુશીથી તેમાં ભાગ લીધો હતો.

Leave a Reply

*