સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

કસરેવઝ સીઆવક્ષ આગળ ગયો અને શાહનો પેગામ કહ્યો. સીઆવક્ષ અફ્રાસીઆબ આગળ આવવા તૈયાર થયો. ત્યારે કસરેવઝે ફરેબથી તેને તેમ કરતો અટકાવવાની કોશેશ કરી, તે ઢોંગ કરી આંખમાંથી આંસુ રેડી રડવા લાગ્યો. સીઆવક્ષે કારણ પૂછતાં કહ્યું કે મને તારી ઉપર દયા આવે છે. મારો ભાઈ અફ્રાસીઆબ ઘણો બૂરો છે. તું તેને ભોળાઈથી પિછાનતો નથી. તે તુંને […]

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

પોતાના રાજધાની શહેરના મુલકથી પેલી બાજુના છેક ચીનના દરિયા સુધીનો મુલક, એક રેશમી કપડાં ઉપર લખત લખી સીઆવક્ષને સોંપ્યો અને આખા મુલકને લગ્નની ખુશાલીમાં જયાફત આપી. નજદીક અને દૂરનાં જેબી કોઈ લોકો આવે, તેઓ માટે ખાણું અને શરાબ તૈયાર હતા. તેઓ ખાતાં અને પીતાં અને વળી પોતાની સાથે જેટલું લઈ જઈ શકાતું તેટલું લઈ જતાં. […]

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

કેટલોક વખત વીત્યા બાદ પીરાન વજીરે સીઆવક્ષ આગળ અફ્રાસીઆબની બેટી ફીરંગીઝની તારીફ કીધી. તેણે કહ્યું કે નઅફ્રાસીઆબની બેટીઓમાં તે વડી છે અને તેણીના જેવી સુંદર ચેહરા અને બાલની બીજી કોઈ સ્ત્રી તું જોશે નહીં. કદમાં તેણી સીધ્ધાં સરવ કરતા ઉચી છે; તેણીના માથા ઉપર કાળી કસ્તુરીનું તાજ છે (એટલે તેણીના માથા પર કસ્તુરી જેવા ખુશબોદાર […]

સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

સીઆવક્ષ પોતાની સાવકી માતા સોદાબેના ફરેબથી કંટાળેલો હતો. વળી તેના બાપ કૌસે પહેલે તેના તરફ શક દેખાડયો હતો તેથી તે નાખુશ થયો હતો. તેથી જ્યારે અફ્રાસીઆબે ઈરાન ઉપર હુમલો લાવવાની તૈયારી કીધી, ત્યારે તે તકનો લાભ લઈ તેણે પોતાનું વતન છોડી બહાર લડાઈપર જવા માંગ્યું. કૌસે તેને રૂસ્તમની સાથે લડાઈ પર મોકલ્યો. તેણે લડાઈમાં ફત્તેહ […]

કાસની રાણી સોદાબે

સોદાબે, જ્યારે પોતાની આ યુક્તિમાં નિષ્ફળ થઈ ત્યારે તેણીએ સ્યાવક્ષપર કિનો લેવાનો બીજો રસ્તો શોધ્યો. તેણીએ પોતાના મહેલની એક ઓરત, જેણી હમેલવંતી થઈ હતી. તેણીને પોતાના વિશ્ર્વાસમાં લીધી અને ઘણી લાલચ આપી અને કહ્યું, કે તારે પેટે ફરજંદ અવતરે તેને મારી નાખવા દેજે. એમ તેણીની સાથે ગોઠવણ કરીને પોતે હમેલદાર હોય, તેમ ઢોંગ કર્યા. થોડાક […]

કાસની રાણી સોદાબે

તે અમારી આગળ આવતો જતો રહે તો સારૂં. કૌસે કહ્યું કે શું કહે છે તે બરાબર છે તું તેને 100 માતાની પ્રિતથી બેટા તરીકે ચાહે છે. સ્યાવક્ષે કહ્યું કે મારે બાનુઓની સંગત કરતાં દાનવો અને કાબેલ સરદારોની વધારે સંગત શોધવી જોઈએ કારણ તે મને રાજકારોબારમાં વધારે કામ આવે. બાનુઓનું સંગતમાં હું શું શિખવાનો છું? તે […]

કાસની રાણી સોદાબે

તુસે અને ગેવે તેણીની વાત સાંભળી અને બહુ જણ તેણીની ખુબસુરતી ઉપર મોહી પડયા. તેણીના હાથ માટે બેઉ વચ્ચે બોલાચાલી થઈ. એક જણ કહે, કે ‘હું અહીં પહેલો આવ્યો અને મારે હાથે એ પહેલી આવી.’ અને બીજો કહે કે ‘મારો એણીની ઉપર હક છે.’ જો તેણી બેમાંથી એકના હાથમાં જાય તો બીજો તેણીને મારી નાખવા […]

કાસની રાણી સોદાબે

એમ કૌસને બંદીખાને નાખી હમાવરાનના રાજાએ પોતાની બેટી સોદાબેને પોતાના મહેલમાં પાછી બોલાવી. પણ તેણીએ પોતાના ખાવિંદને પકડાયલો જોઈ શોરબકોર કીધો અને ફીટકાર નાખવા લાગી કે ‘તમો લોકોમાં હિમ્મત હતી તો તેને લડાઈમાં શું કરવા પકડયો નહીં?’ એમ વિશ્ર્વાસઘાત કરવા માટે તેણીએ પોકર કર્યો અને પોતાના ખાવિંદ માટે રડવા લાગી અને કહ્યું કે ‘હું મારા […]

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

આ બેહુ લશ્કરો આપણી લડાઈ ઉપર આપણા ગુરજ અને શમશીર અને રીતભાત ઉપર નજર ફેકે છે. હવે  જ્યારે મે મારો ચહેરો અને બાલ ખુલ્લા કીધા છે, ત્યારે સઘળું લશ્કર તારે માટે વાતચીત કરશે, કે સોહરાબે એક સ્ત્રી સાથે લડાઈ કરવા માટે જંગના મેદાનમાં આસમાન તલક ગેરદ ઉઠાવી હતી. તેથી તુુંને ઘટતું નહીં કે તું વખત […]

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના […]

સોહરાબ અને ગોર્દઆફ્રીદ

જ્યારે જવાન સોહરાબ તુર્કસ્તાનના પાદશાહ અફરાસીઆબના લશ્કરની કુમક સાથે ઈરાન ઉપર હુમલો કરવા નીકળ્યો ત્યારે કુચ કરતો તે ઈરાનની સરહદ ઉપર આવી પહોંચ્યો હતો. તે સરહદ ઉપર દઝે સફીદ નામનો કીલ્લો હતો. સરહદના અમલદાર તરીકે હજીર નામનો સરદાર તે કિલ્લાનો નેગેહબાન હતો. તે કિલ્લામાં ગસ્તહમ નામનો જાણીતો ઈરાની સરદાર પણ વડા અમલદાર તરીકે હતો અને […]