Your Moonsign Janam Rashi This Week –
6th May, 2017 – 12th May, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 25મી જૂન સુધી તમારે નાની મોટી મુસાફરી કરવી પડશે. ઘરવાળા સાથે ટ્રાવેલિંગના પ્રોગ્રામો બનાવી શકશો. જે કામ કરશો તે શાંતિથી કરી શકશો. નવાકામ શોધવામાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. નવા કામ કરવાનું મન થશે. તબિયતમાં સારો સુધારો થશે. મનને વધુ શાંત બનાવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 6, 10, 11, 12 છે.

With Moon ruling over you from today, travel with family is indicated before 25th June. You will work with a calm mind and be successful in finding a new job. You will be more confident and work religiously. Your health will improve significantly. For inner peace, pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 6, 10, 11, 12.

.


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા પેન્ડિંગ કામ પહેલા પૂરા કરી લેજો. કોઈના પ્રેમમાં હો તો તમારા મનની વાત જલ્દીથી કહી દેજો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન સન્માન મળશે. ઓપોઝિટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. શુક્રની કૃપાથી ધન ખર્ચ કરવામાં કોઈબી જાતની મુશ્કેલી નહીં આવે. હાલમાં થોડી બચત કરવાથી ખરાબ સમયમાં થોડી મદદ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.

Since Venus rules over you till 14th May, focus on completing all tasks put away. Express your feelings to the person you love. You will earn respect at work. Try to adhere to the preferences of the opposite gender. Financial stability indicated but saving money today will help. Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 7, 8, 10, 11.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

14મી જૂન સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે કોઈપણ જગ્યાએ કે કોઈ પણ સમય ખાવાપીવામાં અને નવી વસ્તુ લેવામાં પસાર કરી લેશો. મિત્રોના મનમાં સારી છાપ પાડી શકશો. ખર્ચ પહોંચી વળવા માટે વધુ મહેનત કરી શકશો. કોઈ નવા મિત્ર મળવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે, એકબીજાને ઈશારાથી પોતાના મનની વાત સમજાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 6, 8, 9, 12 છે.

With Venus ruling over you till 14th June, you will indulge your taste buds and buy new items. Your friends will respect you. You will have to make a conscious effort to be thrifty. You will make new friends. There will be love amongst spouses, with mutual understanding. Pray ‘Behram Yazad’ daily.

Lucky Dates: 6, 8, 9, 12.

.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

તમને લાંબો સમય ભરપુર સુખ આપનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 14મી જુલાઈ સુધીમાં તમને ગામ-પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. તમે તમારા ધારેલા કામો સમય ઉપર પૂરા કરવામાં સફળ થશો. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવી જશે. ઓપોઝિટ સેકસની સાથે થયેલ મતભેદને દૂર કરવા માટે કોઈનો સાથ સહકાર મળી રહેશે. કામ ઉપર ધનલાભ મળતા રહેશે. આજથી ‘બહેરામ યઝદ’ આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.

With Venus ruling over you, travel is indicated before the 14th July. You will complete work on time. Happy times at home indicated. You will be helped in clearing any misunderstandings with friends. Profits at work are possible. Pray ‘Behram Yazad’.

Lucky Dates: 7, 8, 11, 12.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. કોઈકની મદદ લેવા જશો અને ત્યાં તમે તેને મદદ કરીને આવશો. બધી બાબતમાં ખૂબ જ નેગેટીવ વિચાર આવશે. નોકરી કરતા હશો ત્યાં નાની નાની ભૂલો થતી રહેશે. તેથી તમારો તમારી જાત પરથી વિશ્ર્વાસ ઉડી જશે. તમારીજ વસ્તુ તમને નહીં મળે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 11, 12, 13 છે.

Rahu ruling over you till 4th June causes problems. Instead of seeking help, you will help others. Negative thoughts could stress you. You could make small mistakes at work. It may take a toll on your confidence. You might lose out on things you deserve. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’.

Lucky Dates: 7, 11, 12, 13.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી હાલમાં ધર્મ કે ચેરીટીના કામો પહેલા કરી લેજો. બને તો થોડીગણી રકમનું રોકાણ કરી દેજો. ગુરૂની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરનું વાતાવરણ ખૂબ જ આનંદમાં રહેશે. બાળકોનું સુખ ભરપુર મળશે. ઘરમાં કોઈપણ જાતના મતભેદને દૂર કરવા માટે સીધો રસ્તો અપનાવી લેજો. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. રોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 7, 8, 9, 11 છે.

Since Jupiter is ruling over you till 22nd May, complete your religious or charitable duties. If possible, save money. With Jupiter’s blessing, no financial crunch indicated. Home atmosphere will be good. Children will give happiness You will be able to find an easy way out of misunderstandings within family. Pray ‘Sarosh Yasht’ daily without fail.

Lucky Dates: 7, 8, 9, 11.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી તમે તમારા ફેમિલી મેમ્બરની જે પણ ડિમાન્ડ હશે તે પૂરી કરશો. સાથે સાથે સારો મેળાપ પણ રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા મનની નેક મુરાદ ગુરૂની કૃપાથી પૂરી થઈને રહેશે. સગાસંબંધી સાથે રીલેશન ખૂબ જ સારા થઈ જશે. હાલમાં ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 10, 11, 12 છે.

Jupiter ruling over you helps you fulfil your wishes. Till 23rd, you will be able to fulfil your family’s demands. All your wishes will be granted with the grace of Jupiter. Small promotions indicated. People relations will improve. Pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 6, 10, 11, 12.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તેથી ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. કોઈને પ્રોમીશ આપતા પહેલા દસવાર વિચાર કરી ના પાડી દેજો. શનિને કારણે વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમારા હાથની નીચે કામ કરનાર તમને ઈરીટેટ કરી નાખશે. કોઈ પણ બાબતમાં બેદરકાર બનતા નહીં. કામ સમય પર પૂરા નહીં કરી શકો. ધનની ખેંચતાણ વધી જશે. ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Since Saturn rules over you till 24th May, avoid purchasing new household things. Reconsider before making promises. Misunderstandings with elderly people possible. Juniors could annoy you. Avoid being careless. Completing work on time could be a challenge. Non-liquidity of cash indicated. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 7, 8, 9, 10.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી કોઈપણ કામ કરવામાં તકલીફ નહીં આવે સાથે બીજાના કામ પણ કરી આપશો. થોડીગણી કરકસર કરી સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. બુધ્ધિ વાપરીને તમારા કામો ઝડપથી પૂરા કરી શકશો. ગામ પરગામથી આનંદ થાય તેવા સમાચાર મળશે. મિત્રો સાથે અણબનાવ બનેલા હશે તેને દૂર કરવામાં સફળ થશો. ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 6, 8, 11, 12 છે.

Till 18th May, your work will flow smoothly and you will be of help to others. Spend wisely, make wise investments of savings. You will complete work quickly by being smart. Good news from abroad is awaited. Any friendly misunderstandings will should get cleared. Pray ‘Meher Niyaish’ without fail.

Lucky Dates: 6, 8, 11, 12.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને 18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે ભવિષ્યમાં વિચાર કરીને તમારા પ્લાન બનાવજો. કામકાજ માટે ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. દરેક કામ સમજી વિચારીને કરશો. કોઈ વ્યક્તિ તમને બનાવવાની કોશિશ કરશે તો તે વ્યક્તિને સીધો રસ્તો બતાવી દેશો. શેરમાં ઈનવેસ્ટ કરવાથી ફાયદામાં રહેશો. નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.

Mercury ruling over you till 18th June, should make you reconsider any plans or work projects. Business travel indicated. You won’t be fooled by people. Share investments bring profits. You will purchase new household items. Pray ‘Meher Niyaish’ daily.

Lucky Dates: 7, 9, 10, 11.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી મંગળ તમને ખૂબ જ તપાવશે. તમારા સીધા કામ ઉલટા થઈ જશે. કોઈ તમારૂં સારૂ કરવા આવશે તેને તમે સમજી નહીં શકો. નાની નાની બાબતમાં ગરમ થઈ જશો. હાઈપ્રેશરથી સંભાળજો, ભાઈ-બહેનો તમારી વાત નહીં માને. જો ધ્યાન નહીં આપો તો નાનુ એકિસડન્ટ થઈ જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8 ને 11 છે.

Mars rules over you till 22nd May, causing problems. Completing work will be a challenge. You might misunderstand people trying to help you and get annoyed over petty matters. Take care of high pressure. Headache may trouble you. Your siblings won’t listen to you. Carelessness could lead to an accident. Pray ‘Tir Yasht’.

Lucky Dates: 6, 7, 8, 11.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી શીતળ ચંદ્રની છાયા તમારા પર પડતી રહેશે. હાલમાં તમારા કામો બીજાની મદદ વગર પૂરા કરી શકશો. ધારેલી જગ્યાએ જશો નહીં ત્યાં સુધી શાંતિથી બેસી નહીં શકો. કોઈ કામ પૂરૂં કર્યા વગર બીજું કામ હાથમાં નહીં લેતા. ધન માટે ખોટી ભાગદોડ નહીં કરવી પડે. ઘરનું વાતાવરણ આનંદમાં રહેશે. રીસાયેલ વ્યક્તિ મળવા આવશે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Moon rules over you till 24th May, hence you will be able to complete your work. You won’t find peace unless you travel to the place you desire. Complete your work before helping others. Finances and home matters look good. Anyone upset with you will visit you. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 9, 10, 11, 12.

.

Leave a Reply

*