પારસી ટાઈમ્સ તેના બધા વાંચકોને નવા વર્ષની હૃદયપૂર્વક સાલ મુબારક પાઠવે છે. આ નવું વર્ષ કોમમાં એકતા, શાંતિ, સમૃધ્ધિ અને સુખ લાવીને દરેકના ચહેરા પર સ્મિત કાયમ માટે લાવે તેવી શુભેચ્છા.
એક કોમ તરીકે આપણી સંખ્યા ઓછી છે પરંતુ આપણે હમેશા તહેવારની ઉજવણી મોટા પાયે કરીને ‘સાચા બ્લુ બાવાજી’ બનીએ છીએ. આપણા માટે તો દરરોજ જ તહેવાર છે અને તેની ઉજવણી પણ આપણે કરીએ છીએ. પણ કેટલાક દિવસો ખાસ હોય છે અને તેની આપણે ખાસ ઉજવણી કરીએ છીએ. દાખલા તરીકે રોજનું બર્થ ડે અને તારીખ પ્રમાણેનું બર્થ ડે!! નવું વર્ષ આવે તો તે પણ અલગ રીતે ઉજવાય છે. આપણે ત્રણ ઉજવણી ખાસ કરીએ છીએ. તેમાં જમશેદી નવરોઝ 21 માર્ચ, કદમી નવું વર્ષ અને શહેનશાહી નવું વર્ષ, યુનિવર્સલ નવું વર્ષ 1 જાન્યુઆરી અને હિન્દુઓનું નવું વર્ષ દિવાળી!!
પરંતુ શહેનશાહી શું છે અને અહુરા મઝદાને શા માટે કદમી કહેવાય છે? શું તેઓ બન્ને ઝોરાસ્ટ્રિયન નહોતા? એક જ કોમમાં આવા બે વિભાગ કેમ થયા? આ ભાગનાં મૂળ છેક દૂર આપણા કેલેન્ડર સુધી જાય છે. પહેલા તો ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનને જોઈએ તો છેલ્લા ઝોરાસ્ટ્રિયન રાજા (યઝદેઝર્દ-3જા) સાસાનિયન વંશના ઈરાનમાં હતા તેથી આપણે વર્તમાન વર્ષ 1836 ય.ઝ. કહીએ છીએ એનો અર્થ જોઈએ તો 1386 વર્ષ પહેલા ઈરાનમાં છેલ્લા રાજવી યઝદેઝર્દ શેરિયાર અથવા યઝદેઝર્દ 3જા ઈરાનના તખ્ત પર હતા.
ઝોરાસ્ટ્રિયન કેલેન્ડર ખૂબ સરળ છે, અર્થપૂર્ણ છે. ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં દરેક મહિનાના 30 દિવસ છે આ દરેક દિવસ અહુરામઝદાની સારી શુભ રચના છે. 12 મહિના છે તે પણ અલગ અલગ ડિવિનીટિઝને અર્પણ થયા છે. બાર મહિનાને 30 દિવસ પ્રમાણે ગણવામાં આવે તો 360 દિવસ થાય અને તેમાં ગાથાના પાંચ દિવસ ઉમેરવામાં આવે તો 365 દિવસ થાય.
ઝોરાસ્ટ્રિયન કેલેન્ડર લીપ યર પ્રમાણે નથી આથી નવું વર્ષ દર ચાર વર્ષે એકવાર એક દિવસ સ્લિપ થઈ જાય છે. ઝોરાસ્ટ્રિયન પ્રણાલિકા પ્રમાણે પ્રાચીન ઈરાનમાં 120 વર્ષે 30 દિવસનો ઉમેરો થતો હતો. જેમાં કુદરત અને સીઝન સાથે મેળ બેસાડવા તેમ કરવામાં આવતું હતું. ઝોરાસ્ટ્રિયન કે જેઓ ઈરાનના યઝદ પ્રાંતમાં રહ્યા તેમણે આ ટ્રેડિશન સાસાનિયન સામ્રાજ્યના પતન બાદ કાઢી નાખી હતી. પારસીઓ કે જેઓ ખોરાસન પ્રાંતમાંથી ભારત આવ્યા તેમણે આ પ્રણાલિકા મહિને માત્ર એક ચાલુ રાખી હતી. આ તફાવત કદમી (પ્રાચીન) કેલેન્ડર કે જેને ઈરાની ઝોરાસ્ટ્રિયન અને કેટલાક ગુજરાતના પારસી શહેનાશાહી(ઈમ્પિરિયલ) કેલેન્ડર ને ભારતના બહુમતી પારસી અનુસરે છે.
અલબત્ત કોમ્યુનિટી નવરોઝ, કુદરતનું નવું વર્ષ 21 માર્ચના રોજ ઉજવે છે કે જે વસંત ઋતુનું આગમન છે. ફસલી કેલેન્ડર ભારતમાં સ્કોલર કે. આર. કામા દ્વારા 20મી સદીની શરૂઆતમાં દાખલ કરવામાં આવ્યું હતું. 21 માર્ચના નવા વર્ષે દર ચાર વર્ષે એક દિવસ વધારાનો જેને રૂઝ-આઈ-વાહીઝક કહેવાય છે પરંતુ ભારતમાં તે બહુ પોપ્યુલર ન થયું છતાં ઈરાન અને અમેરિકામાં મોટાભાગે લોકોએ તેનો સ્વીકાર કર્યો.
કદમી મૂવમેન્ટ 18મી સદીમાં થઈ પરંતુ પ્રિસ્ટ દ્વારા તેમાં એક મહિનાનો તફાવત ભારતના ઝોરાસ્ટ્રિયન કેલેન્ડર અને ઈરાની ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં હતો તે મુદ્દે મતભેદ હતા. કદમી કેલેન્ડરને ઈરાનના ‘કાદિમ’ અથવા જૂના અને ઓરિજિનલ તરીકે ગણવામાં આવતા હતા. જ્યારે મોટાભાગના પારસીઓએ તેમના ઈમ્પિરિયલ કેલેન્ડરનો ફેરફાર ન કર્યો (જે યઝદેઝર્દ-3જાના સમયથી હતું) અને શહેનશાહી તરીકે ઓળખાતું હતું. હકીકત એ છે કે બન્ને ખોટા હતા!!
શહેનશાહી અને કદમી બન્ને સાધારણ રીતે ઝોરાસ્ટ્રિયન ધર્મ અને સિધ્ધાંત અનુસાર છે તેમાં બન્ને પંથ વચ્ચે કોઈ સામાજિક કે ધાર્મિક પ્રતિબંધ નથી છતાં કેટલાક નજીવા ધાર્મિક પરંપરાના તફાવત છે અલગ કેલેન્ડરને કારણે તહેવારમાં પણ તફાવત આવે છે.
ખોરદેહ અવેસ્તા શહેનશાહી, કદમી દરેક પોતાની પ્રેયર માટે શરૂઆતમાં અને છેલ્લે અલગ અલગ વાકય બોલે છે. અહેમ અને યથા પ્રેયરમાં શહેનશાહી કહે છે કે ‘વોહુ’ અને ‘અહુ’ કદમી કહે છે કે વહી અથવા વોહી અને અહીં તેમ જ કેટલીક વિધિમાં નજીવે તફાવત છે.
પ્રાચીન ઈમ્પિરિયલ કે સીઝનલ એ તમામ મિજબાની માટે છે અને સેલિબ્રેટ કરો!! આપણને ત્રણ નવા વર્ષ મળ્યા છે આપણી પાસે આશીર્વાદ મેળવવાની અને ઉજવણી કરવાની પણ ત્રણ તકો છે!!
- Legend Of The Marathon - 18 January2025
- Celebrating the Sun, Strength And Power - 11 January2025
- Welcome To A Brand New Year 2025 - 4 January2025