પરઝોર ફાઉન્ડેશન અને મેડિસન બીએમબી સાથે બોમ્બે પારસી પંચાયત, ટીઆઈએસએસ, મુંબઈ અને ફેડરેશન ઓફ ઝોરાસ્ટ્રિયન અંજુમન ઓફ ઈન્ડિયાએ તા. 29મી જુલાઈ 2017ને દિને ‘જીયો પારસી’ તબકકા-2ના અભિયાનની શરૂઆત કરી.
માયનોરિટી અફેર્સના માનનીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ વિખ્યાત વ્યક્તિઓને ભેગી કરી ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઈરાનના કોન્સલ જનરલ એચ.ઈ. મસૂદ ઈ. ખાલેગી, પર્લ મિસ્ત્રી, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, ડો. કેટી ગણદેવ્યા, યઝદી દેસાઈ, આરમઈતી તિરંદાઝ અને પ્રસિધ્ધ અભિનેત્રી પરિઝાદ કોલહા માર્શલ હાજર હતા.
જીયો પારસી યોજના ફકત ભારતમાંજ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વ માટે 24મી સપ્ટેમ્બર, 2013ને દિને શરૂ કરવામાં આવી છે.
જીયો પારસી યોજના શું છે?
જીયો પારસી યોજના મિનિસ્ટરી ઓફ માયનોરિટી અફેર્સ (એમઓએમએ), ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. વૈજ્ઞાનિક તબીબી પ્રોટોકોલ અને માળખાકીય હસ્તક્ષેપો અપનાવીને પારસી વસ્તીમાં થયેલા ઘટાડા અને ભારતમાં પારસી વસ્તીને સ્થિર અને વધારવા માટે પરઝોર ફાઉન્ડેશન અને અન્ય પારસી સંગઠનો અને ભારતભરના અનેક પ્રખ્યાત ડોકટરો સામાજિક અને મનોવૈજ્ઞાનિક અને તબીબી મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે કામ કરી રહ્યા છે.
પારસી જન્મસંખ્યામાં વધારો થાય તે માટે પારસીઓ એઆરટી (આસિસ્ટેડ રિપ્રોડકટિવ ટેકનોલોજી)નો લાભ ઉઠાવી શકે છે. જેમ કે ભારતની જનસંખ્યા પાછલા 60 વરસોમાં ત્રણ ગણી વધવા પામી છે. પણ પારસીઓની જનસંખ્યા 50% જેટલી ઓછી થઈ છે. હવે પારસી સંખ્યા ફકત (57,264) જેટલી રહી જવા પામી છે. (વસતી ગણતરી 2011)ની ગણતરી પ્રમાણે છે.
દુનિયામાં પહેલીવાર આ પ્રમાણેનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એક શીખેલા અને શહેરમાં રહેવાવાળા સમુદાયને વધારવાની કોશિશ થઈ રહી છે.
સપ્ટેમ્બર 2013થી આજ સુધી 101 બાળકો આ કાર્યક્રમથી જન્મ પામ્યા છે. તે માટે આ સ્કીમને લોકો ચમત્કાર જ માને છે જાણે કે અંધારામાં દેખાયેલી રોશનીનું એક કિરણ.
આ બધી નાની બાબતો મોટી વાર્તાઓનો ફકત એક જ ભાગ છે. ‘જીયો પારસી’ કાર્યક્રમમાં ઈન્ફર્ટિલિટીથી લઈને દાદા-દાદી સુધી આખા કુટુંબને આ કાર્યક્રમમાં સામેલ કરે છે. જેથી એ લોકોની શ્રધ્ધા વધે અને તેમનું ભવિષ્ય મજબૂત બને.
જીયો પારસી કાર્યક્રમના પહેલા તબકકામાં સામ બલસારાની મેડિસને આ કાર્યક્રમને ઘણો જ વખણાવ્યો છે.
હવે બીજા તબકકામાં 12 નવા જાહેરાતથી પારસીઓ જલ્દી લગ્ન કરે અને જલ્દીથી બાળકો પણ પેદા
કરે તે વાતને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025