શિરીન

‘શિરીન, તું જલ્દી તૈયાર થઈ જા, હું તુંને મોટરમાં લઈ જવશ.’

‘ઓ થેંકસ…થેંકસ ફિલ, તમારો ઉપકાર હું કદી નહીં ભુલી શકું.’

પછી ઝપાટામાં તૈયાર થઈ તે બન્ને જવાનો ઝરી જુહાકને જણાવી તે નવી કેડીલેકમાં વિદાય થઈ ગયા કે ખરાં અંતકરણથી શિરીન વોર્ડને તે મહાનામી બાપને અરજ કરી દીધી.

‘ઓ ખુદા, દયાળુ પિતા, હું પુગુ ત્યા વેર મારા પિતાને જીવાડજે.’

તે દુ:ખી બાળા પછી હીસ્ટેરીકલ બની ગઈ. પોતાની પાસે બેઠેલા તે જવાનની ખુદ હાજરી ભુલી જઈ તેણી પોતાનાં દીલ સાથેજ વાતો કરવા મંદી જઈ મોટે મોટે પુકારી ઉઠી.

‘પપ્પા, પણ કાય તમોએ આટલો વખત છુપાવ્યું હશે? કોઈ મોટા ડોકટરને બતાવી સારૂં ટ્રીટમેન્ટ લઈ શકતે. પણ પૈસા.. પૈસાને જ ખાતર તમોએ તમારા જીવની દરકાર પણ નહીં કીધી હશે. મારા ગરીબ પપ્પા, એક વખત કેટલા લખપતિ હતા ને ત્યારે હમોને સુખમાંજ રાખેલા, ને..ને આજે એવણ પોતા પાછળ કંઈ નહીં ખરચી શકયા. હું નાની સાત વરસની હતી ત્યારે મને ટાઈફોઈડ આવતા પપ્પા, તમોએ આખું ઘેર ડોકટરથી ભરી દીધેલું મને હજી યાદ છે ને પપ્પા, તમો આજે તમારી પાછળ એક ડોકટર નહીં બોલાવી શકયા.’

કમનસીબ તે બાળા રડીને બોલતી ગઈ કે અંતે વધુ નહીંજ સાંભળી શકવાથી ફિરોઝ ફ્રેઝરે તે ગાડીને બ્રેક મારી દઈ, પછી ફલાસકમાંથી કોફી એક કપમાં રેડી તેણીને ધીમે ધીમે સીપ કરાવતો ગયો કે અંતે શિરીન વોર્ડન કંઈક હુશિયારીમાં આવતી ગઈ.

‘ચાલ શિરીન, હવે મુંગી શાંત બેસીને મનમાં ભણ્યા કરજે.’

ફિરોઝ ફ્રેઝરે માયાથી જણાવી નાખ્યું કે તે દુ:ખી બાળા તેના કહ્યા મુજબ તે પાક કલામો પઢયા કીધી, કે તેણીને કંઈક હિંમત આવી તેણી શાંત બેસી રહી.

પછી સવારનું પહોર ફાટતાં તે ગાડી મદ્રાસ આવી પુગી કે શિરીન વોર્ડને છુટકારાનો એક દમ ભરી લીધો. તેણીને તે મુસાફરી દરમ્યાન એમજ લાગી આવ્યું કે તેનો છેડો કદી આવનાર હતોજ નહીં.

તે ગંજાવર હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં ગાડી આવતા ફિરોઝ ફ્રેઝરે તેને ઉભી રાખી કે તે બન્ને જવાનો અંદરથી કૂદી પડયા કે તે બાળાએ અજાયબી સાથ તેની સામે જોઈ લીધું.

‘હું બી પપ્પાની ખબર લેવા સાથે આવુંછ શિરીન..‘ઓ ફિલ, પપ્પા કેટલા…કેટલા હેપી થશે.’ પછી તે જવાનો લાંબા લાંબા વોર્ડો વટાવી, ખબર કાઢતાં કાઢતાં અંતે તે મેડીકલ વોર્ડ આગળ જઈ પુગાં કે આબાનજ બહાર વરન્ડા પર ઉભેલી જણાઈ આવી, કે શિરીને ઉશ્કેરાટથી પૂછી લીધું.

(વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*