એકસવાયઝીના રૂસ્તમ’સ રોકસ્ટારે બાન્દરામાં સિનિયર સિટીઝનો માટે સાંજની કરેલી ગોઠવણી

10મી સપ્ટેમ્બર 2017ને દિને બાન્દરામાં આવેલા તાતા બ્લોકસના જામાસ્પ તાતા પેવેલિયનમાં બાન્દરાના એકસવાયઝીગુ્રપના રૂસ્તમ’સ રોક સ્ટારે (આરઆર)એ સિનિયર સિટીઝનો માટે સુપર 60સાંજની ગોઠવણી કરી હતી.

આરઆરના વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ પાંચથી પંદર વર્ષના  બાળકો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત થયા પછી કાર્યક્રમમાં આવેલા 72 સિનિયરોને નાસ્તો પિરસવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રાન્ડ પેરેન્ટસ જે બાળકો માટે કરી છે તેવું બીજું કોઈ કરી શકતું નથી તે વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. તથા એકસવાયઝી અને આરઆરના ગ્રુપ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ તથા અગિયારીની આસપાસ થતી સફાઈ માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી તથા બાન્દરાના બાળકો મુંબઈની અલગ અલગ અગિયારીઓમાં જઈ પોતાની સેવાઓ આપી શકે તેવી આશાઓ વ્યક્ત કરી હતી.

એકસવાયઝીના સ્થાપક હોશંગ ગોટલાએ એમની સ્પીચમાં ટાટા બ્લોકસના નિવાસીઓ સાથેના તેમના લાંબા સંબંધોને યાદ કરી આવતા મહિનામાં એકસવાયઝી દ્વારા યોજાતી કેટલીક આગામી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.સાંજે રમતોત્સવની શરૂઆત કરી અને સહભાગીઓને દસ ટીમમાં વિભાજીત કરવામાં આવી હતી. જેમા દરેક ટીમને નામ આપવામાં આવ્યું હતું.

યંગ આરઆર સભ્યો સંચાલિત ‘ફોર્મિંગ ફેમિલી’, ‘સીટ ડાઉન કવીઝ’, ‘ગેસ ધ વેઈટ’ અને બાવાજીઓને ગમતી રમત ‘દેસી કેસીનો-હાઉઝી’ રમાડવામાં આવી હતી. ત્યારબાદ આરઆર સભ્યના એક મેમ્બર-ગંદોથ દાવરે ઈલેકટ્રીક ગિટાર પર એક સુંદર ધૂન વગાડી બધાના મન જીતી લીધા હતા. સાંજનું હાઈલાઈટ હતું ‘કરોક સિંગીગ કોમ્પીટીશન’ જેમાં ટીમમાંથી એક શ્રેષ્ઠ ગાનાર સભ્યે ગીત ગાવાનું હતું. બોલીવુડ, હોલીવુડના મધુર ગીતો દ્વારા પ્રેક્ષકો પુન:જીવિત થઈ ગયા હતા. એરવદ નોશીરવાને હાઉઝી વિનર, એકંદર વિજેતા ટીમ અને રનર અપ ટીમને ઈનામ વિતરણ કર્યા હતા.

Leave a Reply

*