ડબ્લ્યુઝેડસીસી (વર્લ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ) યુથ વિંગે તા. 1લી સપ્ટેમ્બર 2017ને દિને ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’નું આયોજન કર્યુ હતું. સમાન વિચારણસરણીવાલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોને ભેગા કરીને નેટવર્કીંગ પ્લેટફોર્મ પૂરૂં પાડીને કારકિર્દીને ક્ષેત્રે આગળ વધી શકે તે ઉદ્ેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. દક્ષિણ મુંબઈમાં યીયામાસ ખાતે 42 યુવાનો જેમની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હતી તેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમનો આશય હતો કે તેમની પહોંચ વિસ્તૃત થાય અને તેમને બહોળા પ્રમાણમાં સલાહકારો તથા સાહસિકો મળે જેનાથી માનવ-દળના વિશાળ ડેટાબેઝની રચના થઈ શકે. હોશંગ દ્વારા સંચાલિત ‘સોશિયલ બીંગો’ નામની રમત યુવાનોએ રમી હતી. આ રમતમાં તમે 10 મીનીટ બેસી તમારી ઓળખાણ સામેવાળાને તથા સામેવાળો તમને તેની ઓળખાણ આપે છે. તમારો તેની સાથે પરિચય થઈ બે નવા લોકો પોતાના સાહસોને વેગ આપે છે અને તેમનો વિચારવિમર્શ થવા પામે છે જે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024