મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા હિસાબી કામકાજ ઉપર ધ્યાન આપી પહેલા પૂરા કરજો. મિત્રોની મદદ મળી રહેશે. જે પણ પ્લાન બનાવો તેમાં ધ્યાન આપી 20મી પહેલા પૂરા કરી લેજો. નાણાકીય ચિંતા નહીં આવે જે પણ કમાવો તેમાંથી ઈનવેસ્ટ જરૂર કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.
As Mercury rules you till 20th September, try finishing all accounts/finance related work first. Your friends will be supportive. Try and execute any plans made before the 20th. There will be no financial crises and hence make sure you make certain investments. Pray ‘Meher Nyaish’ everyday.
Lucky Dates: 10, 11, 14, 15.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી સેલ્ફકોન્ફિડન્સથી કામ કરી શકશો. તમે લીધેલા નિર્ણયોમાં દુશ્મન ભુલ નહીં શોધી શકે. શેરમાં ઈનવેસ્ટ કરવાથી આગળ જતા ફાયદો મળી શકશે. મિત્રના મદદગાર થઈને તેમની ભલી દુવાઓ મેળવી શકશો. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 9, 11, 12, 13 છે.
Mercury’s rule increases your self-confidence. Your enemies will fail in finding faults in your decisions. Investing in share markets will prove beneficial. Help your friends and earn their blessings. Pray ‘Meher Nyaish’ without fail.
Lucky Dates: 9, 11, 12, 13.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી તમને તમારી પોતાની વસ્તુ મેળવવામાં તકલીફ પડી જશે. બીજાનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. નાની બાબતમાં ગરમ થઈ જશો. મગજ ઉપર કાબુ નહીં રહેવાથી તબિયત બગડતા વાર નહીં લાગે. હાઈપ્રેશરથી પરેશાન થતા હશો તો બેદરકાર બનતા નહીં. રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.
Till the 24th, you will have to work harder to get what you want. Help others but not at your own expense. Keep your cool or else you might spoil your health. Do not be careless if you are suffering from high pressure. Pray ‘Tir Yasht’ without fail.
Lucky Dates: 9, 10, 14, 15.
.
CANCER | કર્ક: ડ.હ.
26મી સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી કોઈ પણ કામ મગજ શાંત રાખીને કરજો. ફેમિલી પ્રોબ્લેમમાંથી બહાર આવી જશો. તમારા અંગત માણસની મદદ કરી શકશો. નાની મુસાફરીથી મનને રાહત થશે. ચંદ્રની કૃપા મેળવવા 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
The Moon rules you till the 26th and hence you must try and keep calm. You will find a solution to family problems and be able to help an important person in your life. Small travel will bring you relief. To get blessings from Moon, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 11, 12, 13, 14.
.
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ થયેલી હોવાથી 26મી ઓકટોબર સુધી માન-ઈજ્જત મેળવી લેશો. કામમાં આવતી મુશ્કેલીને દૂર કરવામાં કોઈનો સાથ મળી રહેશે. રિસાયેલા પ્રેમી કે પ્રેમિકાને સહેલાઈથી મનાવી શકશો. ચંદ્રની કૃપાથી નાના ધનલાભ મળી જશે. તમારી સાથે તમે બીજાને પણ આનંદમાં રાખશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 9, 10, 12, 15 છે.
Moon rules you till 26th September, and hence you will earn a lot of respect. Someone will assist you out of your work problems. With patience, you will be able to make up with any person that you had a fallout with. You might earn sudden small profits and will spread happiness wherever you go. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times every day.
Lucky Dates: 9, 10, 12, 15.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લું અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી અપોઝિટ સેકસને આપેલા પ્રોમિસ પૂરા કરી શકશો. 16મીથી સૂર્યની દિનદશા ખોટા રસ્તે લઈ જશે. સુર્યની કૃપાથી તમે ધારેલા કામ પૂરા નહીં કરી શકો. મોજશોખ પર કાપ મૂકજો. ઉતરતી શુક્રની દિનદશા તમને તમારી પસંદગીની ચીજ વસ્તુ અપાવીને રહેશે. આ અઠવાડિયામાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
This is your last week under the rule of Venus and hence you will fulfil all the promises made to people from the opposite gender. With Sun starting to rule you from the 16th, you will have to tread carefully. You might not be able to complete the tasks at hand and will have to control your expenses. The descending rule of Venus will help you buy your favourite thing. This week, pray to ‘Behram Yazad’.
Lucky Dates: 11, 12, 13, 14.
.
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા બધા કામ આનંદથી પૂરા કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવાકામ મેળવવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. કોઈના પ્રેમમાં હશો તો સારા સમાચાર મળશે. લગ્ન કરેલ કપલ એકબીજાની વાત ઈશારાથી સમજી લેશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. શુક્રની કૃપાથી બચત કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.
Venus’ rule helps you complete all your tasks easily. A good week financially, with good chances of starting a new venture. Your desirable one will come to meet you and if you are in love with someone, good news is in store. There will be enhanced understanding between married couples. You will get a chance to travel. With the grace of Venus, you will be able to save money. Pray to ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 9, 10, 14, 15.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને લાંબો સમય ચાલે તેવા ચમકતા ગ્રહ શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી અટકેલા કામો ફરી પાછા ચાલુ કરી શકશો. કામકાજને વધારવા માટે ગામ પરગામ જવામાં મુશ્કેલી નહીં આવે. નાણાકીય મુશ્કેલી દૂર કરવા માટે સીધો રસ્તો મળી જશે. ઘરમાં કોઈ નવી વ્યક્તિ કે મહેમાન આવવાથી ઘરનું વાતાવરણ આનંદમય બની જશે. આડોશી-પાડોશી સાથે સંબંધ સુધરી જશે. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Venus has begun ruling over you and so you can restart any incomplete jobs. To expand your business, you might have to travel. You will find an easy way out of financial problems, while a visitor or a guest at home will brighten up the day. Your relations with neighbours will improve. You will be able to start a new venture. Pray to ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 10, 11, 12, 13.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ મુશ્કેલીમાં આવી જશે. કોઈને પ્રોમિસ આપતા નહીં. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. ગરમીથી થતાં રોગો પર ધ્યાન આપજો. શારિરીક તકલીફ થાય તો ડોકટરનો ઓપિનિયન અવશ્ય લેજો. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.
With Rahu ruling over you, you will have a problem even in smallest of things. Do not make any promises. You will have to be more careful about your health and definitely consult a doctor if necessary. To save yourself from the effects of Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 9, 10, 14, 15.
.
CAPRICORN | મકર: ખ.જ.
24મી પહેલા ધર્મ કે ચેરિટીના કામો સારી રીતે કરી શકશો. તમારા કરેલ કામમાં આનંદ મેળવશો. ધનની ચિંતા નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. ખરાબ સમયમાં બુધ્ધિથી કરેલા કામ તમને બચાવી લેશે. ઘરવાળાનો સાથ મળી રહેશે. ચાલુ કામમાં નાના ફાયદા મળશે. ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 9, 11, 12, 15 છે.
You will complete all religious and charitable work before the 24th. You will find happiness and monetary gains in all your endeavours. Make investments, all your wise decisions will come handy during trying times. Your family members will support you. You will earn a small profit at your workplace. Pray ‘Srosh Yasht’.
Lucky Dates: 9, 11, 12, 15.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
25મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમને તમારા કરેલા કામમાં આનંદ મળશે. મિત્ર તરફથી સારા સજેશન મેળવી શકશો. જે પણ ધન મેળવશો તેને સારી જગ્યાએ વાપરી શકશો. નવા સંબંધ બંધાશે. ગુરૂની કૃપાથી ઘરની વ્યક્તિઓ તરફથી માન-ઈજ્જત મળશે. પ્રેમમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.
Jupiter rules you till 25th August. You will find happiness in by completing all your tasks. Your friends will provide good suggestions, while you will put the money you have earned to good use. You will make new relations. Your family members will respect you more. You will be successful in love. Pray ‘Srosh Yasht’ without fail.
Lucky Dates: 10, 11, 12, 13.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં કંટાળી જશો. તમે રોજના કામ સમય પર નહીં કરી શકો. શનિને કારણે રાતની ઉંઘ અને દિવસની ભૂખ બન્ને ઉડી જશે. નાની બાબતમાં જિદ્દી બની જશો. શનિને કારણે શારિરીક બાબતમાં તકલીફ આવી જશે. તમે સાંધાના અને કમરના દુ:ખાવાથી પરેશાન થશો. શનિનું દુ:ખ ઓછું કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.
Saturn rules you till 26th September. Get over your laziness and finish your work on time. You might feel restless and stubborn. Take care of your health, especially if you are suffering from joint pain and back pain. To reduce the pain caused by Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 9, 10, 14, 15.
.
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024