Your Moonsign Janam Rashi This Week –
11th November, 2017 – 17 November, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા નાના કામો પણ સમય પર કરી શકશો. નાણાકીય ફાયદો થતો રહેશે. તેને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં કોઈ કસર મુકતા નહીં. ગુરૂની કૃપાથી તમે ધર્મ કે ચેરિટીના કામો સારી રીતે કરશો. નાણાકીય મુસીબતમાં નહીં આવો. બીજાના મદદગાર બનીને રહશો. જૂના કામોથી ફાયદો ઉપાડી લેજો. ગુરૂની કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Jupiter rules over you till 25th December helping to complete your tasks on time. Financial profits indicated – invest wisely. You will be inclined towards religious and charitable work. Be helpful to others and seek benefits from previously accomplished tasks. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 14, 15, 17, 18

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામમાં અડચણ આવતી રહેશે. તમારી નાની ભૂલને કારણે તબિયત બગડી જશે. શનિ તમારા વિચારને સ્થિર નહીં રાખી શકે. તમારી નાની ભૂલ તમને મોટી ઉપાધીમાં નાખી દેશે. ખાવા-પીવા પર ધ્યાન આપજો. શનિ તમને તાવ-સાંધાના દુ:ખાવાથી પરેશાન કરશે. શનિના દુ:ખને ઓછું કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13 , 15 છે.

Saturn rules you till 26th November, so be patient at work. Take care of your health. Keep calm. Take extra care to avoid falling into problems. Pay attention to eating habits. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 11, 12, 13, 15

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ઉતરતી બુધની દિનદશા ચાલે છે તેથી 20મી પહેલા તમે તમારા હિસાબી કામને પહેલા પૂરા કરી લેજો. તમારે કોઈને પૈસા આપવાના બાકી હોય તો અઠવાડિયામાં તે વ્યક્તિ સાથે વાતચીત કરીને લાંબા સમયની માટે મુદત માંગી લેજો. લેણાના પૈસા 20મી સુધીમાં પાછા મેળવી શકશો. જે વ્યક્તિની મદદ જોઈતી હોય તેની મદદ મેળવવામાં મુશ્કેલી નહીં આવે. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Mercury rules over you and hence complete all your financial transactions by the 20th. Ask for a sufficient period of time to return the money back to your money lenders. You will get back your money before the 20th.  People will help you so make sure you invest. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 14, 15, 16, 17

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામમાં સફળતા મળતી રહેશે. રોજના કામ સમય પર કરવાનો આનંદ લેશો. તમને જ્યાંથી ફાયદો મળતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. શેર, ડિબેન્ચરમાં રોકાણ કરવાથી આગળ જતા ફાયદો થશે. બુધ્ધિ વાપરી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 15 છે.

Mercury’s rules till 19th December brings you success in your endeavours. You will complete your routine tasks on time. Profitable situations will catch your fancy. Investments in shares and debentures will be profitable. Use your intelligence to gain back your money. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 12, 13, 15


LEO | સિંહ: મ.ટ.

05Leo

24મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તમે તમારા ગુસ્સા પર કંટ્રોલ નહીં રાખી શકો. ફેમિલી મેમ્બર કે સગાઓ તમારાથી નારાજ થઈ જશે. તમને હાલમાં વધુ ચિંતા કરશો તો હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. કોઈના પર આંધળો વિશ્ર્વાસ મૂકતા નહીં. પૈસાની તંગી રહેશે. જમીન-જાયદાદના કામમાં સફળતા નહીં મળે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 11, 12, 13, 18 છે.

Mars rules you till 24th November. Keep calm. Reach an understanding with your family members and relatives. Do not stress unnecessarily. Avoid trusting blindly. Financial glitches indicated. Avoid property/land deals for now. Pray ‘Tir Yasht’ every day without fail.

Lucky Dates: 11, 12, 13, 18

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં ફેમિલી મેમ્બરનો સાથ સહકાર સારો મળતો રહેશે. બચતને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી તમે જે પણ કામ કરશો તેમાં ખુબ જ શાંતિ રાખીને કામ કરતા સફળ થશો. મનગમતી વ્યક્તિને મળવાથી મનને શાંતિ મળશે. ચંદ્રની વધુ કૃપા મેળવવા 101 નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 12, 14, 17, 18 છે.

Moon rules you till 26th November making your family supportive towards you. Invest money wisely. You will be successful in your endeavours. By meeting your desired person you will be happy. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 12, 14, 17, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

7મી નવેમ્બરથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 26મી ડિસેમ્બર સુધી નાની મુસાફરી કરવી પડશે. તમને તેનો આનદં ખૂબ મળશે. ચંદ્રની કૃપાથી માન-ઈજ્જત વધુ મળશે. ફેમિલી પ્રોબ્લેમને દૂર કરવામાં સફળ થશો. 26મી ડિસેમ્બર સુધી તમને જોઈતી ચીજવસ્તુ મેળવવા માટે થોડી ભાગદોડ કરવી પડે તો કરી લેજો તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.

The Moon’s rule from 7th November indicates travel opportunities till 26th December. You will earn respect. You will successfully rid your family of problems. If you have to work harder to get a desired object, do so as in the long run you will be happy. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 11, 12, 13, 15

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 5 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ઓપોઝિટ સેકસની સાથે સારાસારી રાખીને પોતાનું કામ કરી લેજો. 16મીથી સુર્યની દિનદશા શરૂ થશે. વીસ દિવસ માટે તમારી જાતની સંભાળ રાખજો. 16મીથી સરકારી કામ કરવામાં મુશ્કેલી આવશે. કોઈ કામમાં સફળતા નહીં મળે. આજથી ‘બહેરામ યઝદ’ની સાથે ‘યા રયોમંદ’ 96મુ નામ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 14, 15, 17 છે.

Last five days left under the rule of Venus. Maintain a good equation with people from the opposite gender. Sun rules you from the 16th, so take care of yourself. Avoid government related work. Work hard to achieve success. Pray to ‘Behram Yazad’ and recite the word ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 12, 14, 15, 17


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. શુક્રની કૃપાથી તમારા દુશ્મન પોતાની દુશ્મનાવટ ભુલી જશે. નાણાકીય મુશ્કેલી દૂર કરવામાં સીધો રસ્તો મળી જશે. જ્યાં જશો ત્યાં સામેવાળા માન-ઈજ્જત આપશે. જીવનસાથી મળવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની  આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 12, 13, 17 છે.

Venus rules you till 16th December adding to the fun factor. Enemies will befriend you. You will find a way out of financial situations. People will respect you. You might find your life partner. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 11, 12, 13, 17

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને તમારી રાશિના માલિક શનિના પરમમિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી જાન્યુઆરી સુધીમાં તમને મુસાફરી કરવી પડશે તમારા રોજબરોજના કામમાં જશ અને માન-ઈજ્જત બન્ને મળી જશે. નાણાકીય ફાયદાની વાત તરત જાણી લેશો. નવાકામ કરવા માગતા હો તો કરી શકશો. મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Venus’ rule brings travel chances till 14th January. You will earn respect and profits at your workplace. You will be able to instantly sense our financially profitable situations. Start new ventures if you wish. You will spend on entertainment. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 13, 14, 15, 16

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી માથાનો બોજો વધતો જશે. તમારા દુશ્મન તમને નાની બાબતમાં પરેશાન કરતા રહેશે. તમે કોઈને સારૂં કહેવા જશો તો તે વ્યક્તિ તમને ખોટા સાબિત કરશે. ધન માટે ખેચતાણ વધી જશે. તમારા કરેલ કામનો બદલો નહીં મળે. રાહુનું દુ:ખ ઓછું કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 17 છે.

Rahu rules you till 6th December. Do not stress. Your enemies might try to create trouble. Avoid giving advice until asked for. There might be a financial situation. Work hard without thinking too much about the result. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 11, 12, 14, 17


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે ધર્મના કામો કરવામાં આગળ પડતા ભાગ ભજવશો. ગુરૂની કૃપાથી તમારે કોઈ ધર્મની જગ્યાએ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. કુટુંબીક વ્યક્તિમાં સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ગુરૂની કૃપાથી ધનની કમી નહીં આવે. અચાનક લાભ મળી જશે. નવા કામની જગ્યાએ ચાલુ કામમાં ફાયદો મળશે. ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.

Jupiter rules you till 14th November, getting your religiously inclined. You will get a chance to visit religious places. Your family members will be supportive and financially a good week ahead. You might earn sudden profits. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 13, 15, 16, 17

Leave a Reply

*