મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની ધામધૂમથી ઉજવવામાં આવેલી 50માં વર્ષની સાલગ્રેહ

મઝગામ અંજુમન બાટલીવાલા અગિયારીની સ્થાપના 20મી જાન્યુઆરી 1907 માં, અમરદાદ મહિનો ને આદર રોજે ય.ઝ. 1275માં તખ્તેનશીન કરવામાં આવી હતી.

પરંતુ અણધાર્યા સંજોગોમાં અગિયારી અવાવ થઇ જવાથી, મઝગામ અંજુમનના લોકોની નેક ખ્વાહેશથી, મરહુમ શેઠજી ડોસાભાઈ કાવસજી બાટલીવાલા તરફથી મળેલી નાણાંની કિંમતી મદદને આધારે દએ મહિનો ને હોરમઝદ રોજ ય.ઝ.1337, ને તા.23મી મેં 1968 ને રવિવારના દિને આદરિયાન સાહેબનો આ કેબલો ફરીથી પરથાવવામાં આવ્યો હતો.

આ વર્ષે આતશ પાદશાહ સાહેબની સાલગ્રેહ, સોમવાર તા.14મી મેં 2018, દએ માહ, હોરમઝદ રોજ ય.ઝ.1387ના દિને ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

અગિયારીના ટ્રસ્ટી સાહેબો અને અંજુમનમાં  બહુ મોટી સંખ્યાના લોકોની હાજરીમાં પંથકી, એરવદ રતન કરીમાન અંકલેશ્ર્વરીયા અને એરવદ હોશંગ એદલજી ભાધા એ સવારના 9.30ને સાંજના 5.30 વાગ્યે જશનની જાહેર ક્રિયા કરી હતી.

ત્યાર બાદ દીનદાર બેકરીવાલા ઈરાની શેઠ અને અગિયારીના ટ્રસ્ટી સાહેબો તરફથી સાલગ્રેહમાં આવનાર જરથોસ્તીઓને 50માં વર્ષની સાલગે્રહની ખુશીમાં કેક, પેટીસ, ખજૂરની ઘારી, ટેસ્ટી મલીદો અને જશનની ફ્રૂટ આપીને મીઠું મોઢું કરાવ્યું હતું .

છેવટે અઈવીસ્ત્રુથ્રેમ ગેહમાં પંથકી એરવદ રતનશાએ આદરિયાનના સાહેબને હમા અંજુમનની ફાળાની માચી અર્પણ કરી હતી, ત્યારબાદ આવનાર લોકોએ આતશ પાદશાહના આશિર્વાદ લઇને પોતાના ઘરે વિદાય લીધી હતી.

અથ જમયાત યથા આફ્રીનામી.

Leave a Reply

*