25મી ઓકટોબર, 2019 (ખોરદાદ માહ, આવા રોજ) એ મુંબઈના ભીખા બેહરામ કુવા ખાતે, આપણા સમુદાયના બે ગતિશીલ વ્યક્તિઓ – પરઝોન ઝેન્ડ અને હોશંગ ગોટલા દ્વારા 2009માં શરૂ કરાયેલા ‘સાથે રહો, એક સાથે પ્રાર્થના કરો’ની ચળવળના દસ વર્ષ પૂરા થયાની શુભ ઉજવણીઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ જેમાં 75 જેટલા હમદીનોએ ભાગ લીધો હતો, જેની શરૂઆત જશન સાથે કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ નોઝર તારાચંદ અને એરવદ રૂશાદ પંથકી દ્વારા કરવામાં આવી તથા 121મી હમબંદગી કરવામાં આવી.
સ્કોલર અને બીપીપીના ટ્રસ્ટી નોશીર દાદરાવાલા જે રેગ્યુલર વકતા છે તેમણે મનને પ્રકાશિત કરી અંધકારને દૂર કરવાની બાબત પર પ્રવચન કર્યુ.
હમદીનો સાથેે સમુદાયના શુભેચ્છકો અસ્પી દેબુ જેમણે કોમ્પલેકસના નવીનીકરણમાં સહાય કરી હતી. કુવાના ટ્રસ્ટી બરજોર આંટીયા, બીપીપીના ટ્રસ્ટી વિરાફ મહેતા, પ્રખ્યાત પત્રકાર બચી કરકરિયા અને કેલિફોર્નિયા (યુએસએ)ના એરવદ ઝરીર ભંડારાએ પણ આ પર્વમાં ભાગ લીધો હતો.
‘સાથે રહો, એક સાથે પ્રાર્થના કરો’ની ચળવળનો દાયકો ભીખા બેહરામના કુવા ખાતે ઉજવાયો
Latest posts by PT Reporter (see all)