દર વર્ષે, પ્રતિષ્ઠિત ‘ફોર્ચ્યુન ઈન્ડિયા એમપીડબલ્યુ (મોસ્ટ પાવરફુલ વુમન) સમિટ’ ભારતની અગ્રણી મહિલા અધિકારીઓ અને ઉદ્યમીઓની ઉજવણી કરે છે, આ વર્ષે, ફોર્ચ્યુન ઈન્ડિયા એમપીડબ્લ્યુ (મોસ્ટ પાવરફુલ વુમન) સમિટ તા. 8મી નવેમ્બર, 2019 ના રોજ મુંબઇમાં યોજવામાં આવી હતી, અને ત્રણ અસાધારણ ઝોરાસ્ટ્રિયન મહિલાઓની શ્રેષ્ઠતાને માન્યતા આપી હતી – ઝરીન દારૂવાલા – સીઇઓ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (ભારત); નિસાબા ગોદરેજ, કાર્યકારી અધ્યક્ષ, ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ; અને મેહર પદમજી – અધ્યક્ષ, થર્મેકસ – ભારતની પચાસ મહિલાઓમાં, જેમણે ફોર્ચ્યુન ઇન્ડિયાના 2019ના વ્યવસાયમાં સૌથી શક્તિશાળી મહિલાઓની વાર્ષિક રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે, જે તેમના વ્યવસાયિક કુશળતા અને સામાજિક અને સાંસ્કૃતિક પ્રભાવના આધારે અસર કરી રહી છે.
એવા દેશમાં જ્યાં મહિલાઓ હજી પણ ઘણા સામાજિક-આર્થિક પડકારો સામે લડી રહી છે ત્યાં 50 મહિલાઓ કે જેઓ આપણી 2019ની એમપીડબલ્યુની યાદી બનાવે છે. આ મહિલાઓ વિવિધ ક્ષેત્રે પોતાનો રસ્તો બનાવે છે. ફોર્ચ્યુન ઇન્ડિયાના નિવેદનમાં રસિક પણે તેમને શક્તિશાળી મહિલાઓ કહી છે.
સીઇઓ ઝરીન દારૂવાલાના નેતૃત્વ હેઠળ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને મદદ કરી, જે થોડા વર્ષો પહેલા જ સંઘર્ષ કરી રહી હતી, સુધારેલી ક્રેડિટ સંસ્કૃતિ અને અગ્રતા ક્ષેત્રના ધિરાણ પર કેન્દ્રિત અભિગમની સુનિશ્ર્ચિતતાને લીધે તેણે પડખુ ફેરવ્યું અને નફો થવા પામ્યો.
અદિ ગોદરેજની પુત્રી – ગોદરેજ ગ્રુપના અધ્યક્ષ, નિસાબા ગોદરેજ, તેમના નેતૃત્વ હેઠળ, કંપની ભારત અને વિદેશમાં નફાકારક વૃદ્ધિ માટે નવીનતાઓ અને ઉન્નતીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના ધરાવે છે અને વેચાણ વધારવામાં સફળ રહી છે.
કેમિકલ એન્જિનિયરની તાલીમ મેળવનાર, મહેર પદમજીએ 1990માં થર્મેકસમાં જોડાયા અને 2004માં અધ્યક્ષ પદ સંભાળ્યું. ગયા વર્ષે, તેણે કંપનીના વિસ્તરણમાં તેનું નેતૃત્વ લીધું અને આર્થિક મંદી હોવા છતાં પણ તેણે તેના ઉત્પાદનમાં પગલું વધાર્યું હતું.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025