ઠાકુરદ્વાર મધે આવેલ કાવસજી બાયરામજી આતશબહેરામ જે ખાસ બનાજી આતશબહેરામના નામે ઓળખાય છે તેની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી સરોશ રોજ, માહ ખોરદાદને 1લી નવેમ્બર, 2019ને દિને કરવામાં આવી હતી. આ શુભ દિવસની શરૂઆત સવારે 9.00 કલાકે આતશબહેરામ ખાતે જશન સમારોહ સાથે થઈ હતી, જેમાં બસો જેટલા હમદિન હાજર રહ્યા હતા. જશન પછી હમબંદગી કવામાં આવી હતી. અને ત્યારબાદ ચાશ્નીનું વિતરણ થયું હતું. આ કાર્યક્રમના આકર્ષણ હતા સમુદાયના સૌથી પ્રખ્યાત વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ અને મહેરજી રાણા. આખા દિવસ દરમિયાન, એક હજારથી વધુ લોકોએ આતશબહેમની મુલાકાત લીધી હતી. સુંદર ચોક અને રંગોલી આતશબહેરામના પ્રવેશદ્વારને શણગારતા હતા. આખું પરિસર ભવ્ય ફૂલોની સજાવટ અને માળાઓથી જીવંત બની ગયું હતું.
બનાજી આતશબહેરામ જેની સ્થાપના 13 ડિસેમ્બર 1845માં થઈ હતી. જે સૌથી જૂનુ આતશબહેરામ છે અને સોમવારે હમબંદગી માટે મોટી સંખ્યામાં હમદીનો પધારે છે. આ આતશબહેરામ ફ્રામજી કાવસજી બનાજી દ્વારા બનાવવામાં આવ્યું હતું જે એક વેપારી હતા. તે શહેનશાહી પારસી કુટુંબ સાથે જોડાયેલા હોવા છતાં, તેમણે એક કદમી આતશબહેરામ બનાવ્યું હતું. જેમાં બધા પારસીઓ જે સંપ્રદાયોના છે તે ધ્યાનમાં લીધા વિના, અહીં પ્રાર્થના કરવા માટે આવે છે. સુરતથી ફ્રામજી કાવસજી બનાજી પરોપકાર માટે જાણીતા હતા. તેમણે ધોભીતળાવ ખાતે પીવાના પાણીનો પ્યાઉ બનાવ્યો હતો. ડુંગરવાડીમાં દખ્મા બાંધ્યા હતા, પવઈ એસ્ટેટમાં લીઝ ધારક હતા. અન્ય સખાવતી સંસ્થાઓ ઉપરાંત વિક્રોલી સ્ટેશન પણ બનાવ્યું હતું. તેમના મહાન દાદાએ ફોર્ટમાં બનાજી લીમજી અગિયારી બનાવી હતી, અને તે પ્રથમ પારસી પંચાયતના અધ્યક્ષ પણ હતા. ભારતના આઠ આતશબહેરામમાંથી, ચાર મુંબઇમાં આવેલા છે, જેમાં ફણસવાડી ખાતેનું દાદીસેત આતશબહેરામ જે શહેરમાં સૌથી પ્રાચીન છે, જેની સ્થાપના 1783માં થઈ હતી.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024