જ્યોતિષ: તમારી હસ્તરેખા કહે છે કે તમારા ઘર નીચે ખૂબ ધન છે, પણ તમને ઉપયોગમાં નહી આવે.
છગન: સાવ સાચું, મારા ફ્લેટ નીચે જ યેસ બેંક છે.!!
***
બોર્ડની પરીક્ષા આપવા જનાર મિત્રોને લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા તથા લલિત મોદીનો એક નાનકડો શુભેચ્છા સંદેશ: મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા અને એટલુ યાદ રાખજો બેંકની લોન લેવાના ફોર્મમાં બોર્ડના માર્ક્સનુ કોઈ કોલમ નથી.
***
એક વડીલ ચશ્માના નંબર કઢાવવા ગયાં. ઓપ્ટિશિયને બંન્ને આંખ સામે ફ્રેમમાં 3.5 નંબરના લેન્સ મૂકી કહ્યું સામે લખ્યું છે તે વાંચો.
વડીલ: જૂની… પુરાની… પત્ની આપો…ને…એએ….. એ….મનમોહક…લૈલા…લઇ જાઓ.
ઓપ્ટિશિયને લેન્સ બદલાવી 4 નંબરના મૂક્યાં અને ફરીથી વાંચવા કહ્યું.
વડીલ: જૂની પુરાની પસ્તી આપો ને, મનમોહક થેલા લઇ જાઓ.
ઓપ્ટિશિયન: હવે દેખાયું ક્લિયર?
વડીલ: ના, પહેલાં વાળા નંબર બરાબર હતાં.
***
ગઈકાલે મારા 10મા ધોરણના ગણિતના શિક્ષિકા મળ્યા. હું પગે પડ્યો પુછપરછ કરી એમનો મોબાઇલ નંબર માંગ્યો.
સામેથી જવાબ – લખ
નવ અબજ ચોરાયસી કરોડ બ્યાસી લાખ સત્તાવીસ હજાર પાંચસો પીસતાલીસ.
ફરી પગે પડી ચાલતો થયો.
***
સાલું, જિંદગીમાં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે મોત પણ મેઇડ ઇન ચાઇના હોઈ શકે.
***
ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી, એટલે, એક ઉઠીને નીચે જઈને સૂઈ ગયો તો, બાકીના બે ગાંડા બોલ્યા: આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ છે.
***
ડોક્ટર: દર્દીને કહે છે દરરોજ લોન ઉપર ચાલવાનું રાખો જેથી તબિયત સારી રહેશે.
દરદી: સાહેબ અમારૂ આખુ ઘર લોન પર ચાલે છે.
***
અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે અને એક અમે હતા કે અમારા માર્કસ જોઈને ટીચસ આત્મહત્યા કરવાનું વિચારી લેતા, આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી??
***
આપણા દેશમાં છુટ્ટાછેડાનું પ્રમાણ પહેલા કરતા લગભગ અડધું થઈ ગયું. કારણ??
પતિ-પત્નિ વોટ્સેપમાંથી નવરા પડે તો બાઝે ને.
***
અરીજીત સિંહના ગીતો સાંભળીને ગર્લફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો. પછી એકદમ યાદ આયુ કે મારે ક્યાં ગર્લફ્રેન્ડ છે મારે તો પત્ની છે. બે કલાક ફરી રડ્યો.
***
કુંવારાં લોકો ની સમસ્યા: બાહર નીકળે તો લૂ લાગે અને ઘરમા બેસે તો એકલું લાગે. પરણેલાની સમસ્યા: ઘરમાં રહેવાય નહી. બાહર જવાય નહી.
***
મેરેજ બ્યુરો વાળા છોકરીને ફોટો બતાવી કે આ છોકરો સારૂ કમાય છે, પણ કાળો છે
છોકરી કહે તો આમાં બીજા કલર દેખાડો ને!
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025