મેવાનું સ્ટુ

સામગ્રી: 60 ગ્રામ બદામ, 750 ગ્રામ જરદાલુ, 60 ગ્રામ ચારોળી, 60 ગ્રામ કિસમીસ, 30 ગ્રામ પિસ્તા, 1 ઝૂડી કોથમીર, 8 લીલા મરચા, 2 લીંબુનો રસ, 1 ચમચી મીઠું, 1 વાટી લીલુ નારિયેળ, 3 મોટા પપેટા, 1 ચમચી મરચાંની ભૂકી, 1 ચમચી મરી, 1 મોટો ચમચો ખાંડ, 125 ગ્રામ ઘી, 1 કાંદો, 1 ચમચી હળદર.

રીત: બદામ બાફી છોલી આડી સ્લાઈસ કરવી. પિસ્તાના ઝીણા કટકા કાપવા, દરાખ સાફ કરવી. બધા મેવાને ગરમ પાણીમાં ધોવા. કોથમીર મરચાં બારીક કાપવા. કાંદાને વઘારનો કાપવો. નાળિયેર ખમણી બારીક પીસવું. પપેટા છોલી તેમાંથી બારીક સળી કાપવી. પછી ઘી કકડાવી તેમાં તળી કાઢવી. તેજ ઘીમાં કાંદાને તળવો, તેમાં પીસેલું કોપરૂં, કાપેલા કોથમીર-મરચાં મીઠું હળદર મરીને મરચાંની ભૂકી નાખી જરા ભૂંજવું. પછી તેમાં જરદાલુ સિવાય બધો મેવો નાખવો. તતડે કે તેમાં બે કપ પાણી નાંખવું. બે ત્રણ જોશ પડે તે ધીમે તાપે ચડવા દેવું. એક કપ જેટલી ગ્રેવી રહે કે જરદાલુ નાખી થવા દેવું થોડી ગ્રેવી રહે કે પપેટાની સલી નાંખવી સાથે લીંબુનો રસ ને ખાંડ નાખી ઘી ઉપર આવે ને ઉતારવું.

 

About  મરહુમ આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*