મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજ અને કાલનો દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી 4થી સુધી કોર્ટ કચેરીના કામો કરતા નહીં. 4થી મેં થી 50 દિવસ માટે ચંદ્ર દિનદશા શરૂ થતા અટકેલા કામો પૂરા કરી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો આપશે. બે દિવસ લોકો સાથે બોલાચાલી ઓછી કરજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.
With today and tomorrow being the last two days under the Sun’s rule, avoid doing any legality-related works till 4th May. The Moon’s rule starting 4th May, for the next 50 days, will help you complete any stalled projects. Travel is indicated. The descending rule of the Sun could cause headaches. Reduce communicating with people for the next two days. Pray the 34th Name, ‘Ya Beshtarna’, along with the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 04, 05, 06, 07.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુુક્રની દિનદશા ચાલશે. અપોઝીટ સેકસનો સાથ મળશે. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. રોજના કામ સારી રીતે કરી શકશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 02, 03, 05, 08 છે.
Venus’ rule till 14th May brings you support from the opposite gender. Despite expenditures, there will be no financial concerns. You will be able to make purchases for the house. The home atmosphere will be cordial. You will be able to execute your daily chores effectively. Pray to Behram Yazad daily.
Lucky Dates: 02, 03, 05, 08.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ પાછળ ખર્ચ ઓછો થવા કરતા વધી જશે. ઓપાઝીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કોઈને ઉધાર આપેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 02, 04, 06, 07 છે.
Venus’ ongoing rule increases your expenses towards fun and entertainment. You will receive beneficial news from the opposite gender. Travel is indicated. Financially, things will keep improving. You will be able to recover the money you have lent. Pray to Behram Yazad daily.
Lucky Dates: 02, 04, 06, 07.
CANCER | કર્ક: ડ.હ.
તમારે આજ અને કાલનો દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસ ખાવા પીવા પર ધ્યાન આપજો. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. 4થી મેથી 70 દિવસ શરૂ થતી શુક્રની દિનદશાથી તમારા ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કામકાજમાં સારા સારી થતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 04, 05, 06, 08 છે.
With today and tomorrow being the last two days under Rahu’s rule, take care of your diet as your health could suffer. Venus’ rule, starting 4th May, for the next 70 days, will resolve a lot of your issues. Things at work will keep getting better. Pray to Behram Yazad daily, along with the Mah Boktar Nyaish.
Lucky Dates: 04, 05, 06, 08.
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં મુશ્કેલી આવશે. માનસિક રીતે પરેશાન થશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. આવકની જગ્યાએ ખર્ચ વધી જશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 02, 03, 06, 07 છે.
Rahu’s rule till 4th June poses impediments in all your work-efforts. You will feel upset mentally. Financially, things could get troublesome. Instead of your income, your expenses will increase. Your health could suffer. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 02, 03, 06, 07.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બરની મદદ કરતા આનંદ મળશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં વધુ ઈન્કમ મેળવી શકશો. ઘરવાળાની જરૂરત પૂરી કરતા તેઓ આનંદમાં રહેશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 02, 04, 06, 07 છે.
Jupiter’s ongoing rule brings you a sense of happiness in serving family members. You will be able to resolve your financial difficulties. Your earnings at your workplace will increase manifold. You will feel content in being able to cater to the wants of your family. You could stumble into a favourite person. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 02, 04, 06, 07.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી બીજાની ભલાઈના કામો થશે. કોઈની ઓળખાણમાંથી લાભ મળશે. જ્યાં જશો ત્યાં માન મળશે. તબિયતમાં સુધારો થશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 02, 06, 07, 08 છે.
Jupiter’s ongoing rule inclines you towards helping out others in need. You will gain from a contact in your networks. You will receive respect wherever you go. Your health will improve. Financial stability is indicated. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 02, 06, 07, 08.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે આળસુ બની જશો. કામ સમય પર પૂરા નહીં કરી શકો દરેક બાબતમાં મુશ્કેેલી આવશે. માથા પર કરજનો બોજો વધી જશે. ફેમિલી મેમ્બરની તબિયત ખરાબ થતા તમે પણ પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.
Saturn’s rule makes you feel lethargic. You will not be able to complete your work in time. You could face challenges in all areas. You will feel increasingly stressed due to your debts. You will be disturbed to see a family member’s health suffering. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 03, 04, 05, 06.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. નવા કામમાં સફળતા મળશે. કામમાં ફાયદો મળશે. થોડી ભાગદોડ કરવાથી નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. કરકસર કરી બચત કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 02, 05, 07, 08 છે.
Mercury’s rule till 18th May suggests that you will be able to handle even challenging tasks with ease if you use your intelligence. New ventures will taste success. You will reap profits at work. You will be able to keep financial issues at bay, with a little hard work. Ensure to save. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 02, 05, 07, 08.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કમાશો તે બચાવી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. કામકાજ માટે ગામ પરગામ જવાના ચાન્સ છે. શત્રુને મિત્ર બનાવી શકશો. ઘરવાળાને ખુશ રાખી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.
Mercury’s ongoing rule helps you to save from your earning and make good investments. You might have to travel for work. You will be able to win over your enemies as your friends. You will be able to keep your family members happy. Financially, things will keep improving. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 03, 04, 05, 06.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી મે સુધી મંગળની દિનદશા ચાલુ હોવાથી એકિસડન્ટ થવાના ચાન્સ છે. વાહન સંભાળીને ચલાવજો. તમારા વિચારો નેગેટીવ રહેશે. તમારા દરરોજના કામ પૂરા નહીં કરી શકો. મુસાફરી કરતા નહીં. ભાઈ બહેન સાથે મતભેદ પડશે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 02, 04, 07, 08 છે.
Mangal’s rule till 23rd May warns you of potential accidents. Drive or ride your vehicle with great caution. You could get negative thoughts. You might not be able to complete your daily chores. Avoid travel. Squabble between siblings could take place. Pray the Tir Yasht daily.
Lucky Dates: 02, 04, 07, 08.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. પ્લાન કરી મુસાફરી કરી શકશો. તમારા કામમાં સફળતા મળશે. મિત્રો તરફથી ફાયદો મળશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જે મળશે તેમાં ખુશ રહેશો. લાલચથી દૂર રહેજો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 03, 05, 06, 08 છે.
The Moon’s rule till 24th May suggests that you will be able to make travel-plans. You will be successful professionally. Friends will prove beneficial. Financial stability is indicated. You will be happy with what you receive. Stay away from greed. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 03, 05, 06, 08
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024