અરે સાયરસ, કાલે સાંજે રોશનભાભીને જવેલરીની દુકાનની અંદર જતા મેં જોયા, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તું સોનુ ખરીદે છે? અરે નવીન, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે.
ના સાયરસ 99% સંગિતા ભાભી જ હતા.
મેં ત્યારે વાત ને ઉડાવી દીધી. પણ વાતની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો. રોજના નિયમ મુજબ હું ઓફિસેથી આવ્યો એટલે રોશને પાણી આપ્યું. આજે રોજ કરતા તે પણ થોડી ઓફિસેથી વહેલી હતી. મારો દીકરો રૂશાદ તેની પ્રવૃત્તિમાં હતો. રોશન પણ રૂટિન વાતો કરી કિચનમાં રાતના ડીનરની તૈયારી કરવા લાગી. ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા ત્યારે પણ હું બહારથી હસવા નો વ્યર્થ પ્રયત્ન કરતો હતો. હું રાહ જોઈ રહ્યો હતો રોશન મને નવીને કરેલી વાતના સંદર્ભમાં કોઈ વાત કરે છે કે નહીં? પણ રોશન મારાથી વધારે હોશિયાર હતી. તે પણ બહારથી ખોટું હાસ્ય બતાવી મને અને રૂશાદને ખુશ કરવા પ્રયત્ન કરી રહી હતી.
મેં તેને ખબર ન પડે તેમ તેના હાથ ગળા અને કાન અને તેની હાથની આંગળી તરફ નજર કરી. આશ્ર્ચર્ય તેના ગળામાં ફકત અશો જરથુસ્ત્રના લોકેટ સાથેની ફકત ચેન હતી. તેના હાથની સોનાની બંગડી અને કાનની બુટી અને આંગળીની વીંટીઓ ગાયબ. એ જગ્યાએ મોતીની કડી અને હાથમાં ફકત લાલ રંગની કાચની બંગડી પહેરેલ જોઈ…
હું વાતના મૂળ સુધી પહોંચી ગયો. પણ મેં અત્યારે જમવાના ટેબલ ઉપર રૂશાદના દેખતા આ બાબતે ચર્ચા કરવી યોગ્ય ન સમજી.
અમુક કુટુંબીક કે વ્યક્તિગત ચર્ચા બાળકો સામે ન કરીયે તેમાં બન્નેનું હીત સચવાયેલ છે. કારણ કે બાળકો વિચારશીલ હોય છે અને ભોળપણમાં કોઈ વખત જાહેરમાં પણ આવી બધી વાતો તેઓ બોલી દેતા હોય છે ત્યારે નીચું જોવાનું અથવા કૌંટુંબીક વિખવાદનું કારણ બને છે.
એટલે મેં થોડો સંયમ જાળવી બેડરૂમમાં રૂશાદ ઊંઘી ગયો ત્યારે મેં સંગીતા ને પૂછ્યું, રોશના એક સવાલ કરૂં છું, તારા ઉપર શંકા કરવી એટલે ભગવાન ઉપર શંકા કરવી બરાબર છે પણ શંકાનું સમાધાન ન થાય ત્યાં સુધી પાક પરવરદેગાર ઉપર પણ આપણી શ્રદ્ધા ડગી જાય છે. તારી હાથની બંગડી, કાનની બુટ્ટી અને આંગળીની વીંટીઓ ક્યાં છે?
એતો મેં લોકરમાં મૂકી દીધી રોશન બોલી. મેં તેનો હાથ પકડી કીધું રોશન આ રૂશાદના માથે હાથ મૂકી જે હોય તે સત્ય કહે રાશને હાથ છોડાવી કીધો.
સાયરસ, સત્ય તારે જાણવું જ છે તો સંભાળ મેં મારા ઘરેણાં એક વર્ષ માટે ગીરવે મુક્યા છે, અમારી કંપનીમાં 50% પગાર કાપ આવ્યો છે. તું પણ કહેતો હતો. તારી કંપનીમાં પણ 50% પગાર કાપ આવ્યો છે. આગળનું નોકરીનું ભવિષ્ય ખબર નથી, આ બધી ઉપાધિ કેટલી લાંબી ચાલશે એ તું કે હું જાણતા નથી.
તું પણ જાણે છે બેન્કના હપ્તા ઘર માટેની લોન પેટે ત્રણ મહિનાથી ચઢી ગયા છે. હવે સ્કૂલ ખુલશે એટલે રૂશાદની ફી, 30જુલાઈએ મેડિકલેમનો હપ્તો આવે છે આ બધા વિચારોથી મારી રાત અને તબિયત બગડતી હોય તેવું મને લાગ્યું.
બેન્કમાંથી પણ હપ્તા માટે વારમવાર મારા ઉપર ફોન આવવા લાગ્યા છે આવી પરિસ્થિતિમાં મને તને ડિસ્ટર્બ કરવો યોગ્ય ન લાગ્યું.
આટલું બોલી રોશન લોખંડના કબાટ તરફ ગઈ કબાટ ખોલી મારા હાથમાં રૂપિયા 95000 મુક્યા…
સાયરસ આમાંથી 10000 રૂપિયા પ્રમાણે ત્રણ મહિનાના બેન્કના હપ્તા, રૂશાદની છ મહિનાની સ્કૂલ ફી તથા મેડિકલેમ નીકળી જશે બીજા વધે એટલા આકસ્મિક ખર્ચ માટે રાખશું.
હું રોશનની સામે જોઈ રહ્યો કંઈ બોલવા જેવું હતું જ નહીં એક આદર્શ પત્ની તરીકેની ફરજ તે ભજવી રહી હતી. એ મારી સામે જોઈ બોલી 1 વર્ષમાં બધું રેગ્યુલર થઈ જશે એટલે આપણે ઘરેણાં છોડાવી નાખીશું.
રોશન આટલો મોટો નિર્ણય લેતા પહેલા તારે મને જાણ કરવી જોઈએ.
સાયરસ તારા હાર્ટનું ઓપરેશન ત્રણ વર્ષ પહેલાં કરાવેલ છે. આ બધું ટેન્શન હું તને આપવા માંગતી ન હતી
જાન હે તો જહાંન હે આટલું બોલી રોશન જાણે કંઈ બન્યું ન હોય તેમ મારા હાથમાં તાળી મારી હસવા લાગી.
વ્યવહાર કરતી વખતે સમાજ હમેશા પૂછે છે વહુ કેટલુ સોનુ લઈ આવી? પણ કોઈ એવું પૂછતું નથી કેટલા સંસ્કાર લઈ ને આવી.
લગ્ન એતો ત્યાગ, સમર્પણ, વિશ્ર્વાસ અને એક બીજાના આત્મસન્માન સાથે જોડાયેલ કડીઓ છે. હું રોશનને ભેટી પડ્યો. એક ચિંતા વગરની સવાર ફરીથી ઊગી. ફરી અમે કામે લાગી ગયા.
અને જોત જોતામાં લોક ડાઉન ખતમ થયું. આવતા રવિવારે અમારી લગ્નની એનીવરસરી હતી. આર્થિક સંકડામણને કારણે ખાસ તૈયારી કરી ન હતી.
રવિવારે સવારે રોશને મને વિશ કરી કીધું ડીયર હેપી મેરેજ એનીવરસરી મેં પણ તેના હાથ ઉપર કિસ કરતા કીધું. હેપી મેરેજ એનીવરસરી.
અને તેના હાથમાં ગીફટ રેપ કરેલો એક બોક્ષ મૂકયો. રોશને બોક્ષ ખોલ્યો, તમે આ ઘરેણાં..
હા રોશન, જયારે જયારે મારૂં ઇન્ક્રિમેન્ટ થયું હતું ત્યારે ત્યારે એ રકમનું મેં રીકરીંગ એકાઉન્ટ કરાવ્યું હતું. મુસીબત સમયની સાંકળ સમજી મેં તને કીધું ન હતું. આજે આ સાંકળ ખેંચવાનો સમય આવી ગયો એવું સમજી મેં એ રકમ ઉપાડી તારા ઘરેણાં જવેલરી ને ત્યાંથી છોડાવી દીધા.
તમે તો મારા કરતાં છુપા રૂસ્તમ નીકળ્યા.
ના રોશન આપણે જે કરીયે છીયે એ પરિવાર કે ઘર માટે કરીયે છીયે. અંગત કોઈ તારો કે મારો સ્વાર્થ નથી…
મિત્રો,
મધ્યમવર્ગની જીંદગી ‘એક સાંધતા તેર તૂટે’ જેવી છે…
ઘરના હપ્તા અને બાળકો ને
ભણાવવા અને આકસ્મિક ખર્ચના સરવાળા બાદબાકી કરતા કરતા ઘડપણ ક્યારે ઉંબરે આવી ઉભુ રહી જાય છે એ ખબર જ નથી પડતી.
છતાં પણ જીવન સાથી જો સમજુ હોય તો ઉજ્જડ ઉપવનમાં પણ તે બગીચો બનાવી દે છે.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024