નાભીમાં શુધ્ધ ઘી લગાવવાના ફાયદા

આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ રાત્રે સુતા સમયે પોતાની નાભિ ઉપર શુદ્ધ ઘી લગાવવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ નાભિ ઉપર ઘી લગાવવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે.
1. કબ્જથી મળશે રાહત: નાભિની અંદર ઘી લગાવવાથી કબ્જની સમસ્યાથી છુટકારો મળે છે. આ ઉપરાંત પેટ સાથે જોડાયેલી બીમારીઓ માટે પણ ફાયદાકારક છે.
2. ઘૂંટણના દુ:ખાવામાં પણ આપશે રાહત: નાભિની અંદર ઘી બહુ જ સરળતાથી અવશોષિત થઇ જાય છે અને આ પ્રકારે તે ઘૂંટણના દુ:ખાવા અને સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે. ઘીમાં રહેલા પેન રિલીવિંગ ઇફેક્ટ ઘૂંટણના દુ:ખાવાને ઓછો કરે છે. સાથે જ શરીરમાં થવા વાળા દુખાવાથી પણ રાહત અપાવે છે.
3. હોઠ માટે પણ લાભદાયક: જે લોકોના હોઠ ખુબ જ ફાટે છે તેમના માટે નાભિની અંદર ઘી લગાવવું એક સારો વિકલ્પ છે. તેની અંદર મોશ્ચ્યુરાઇજીંગ ઇફેક્ટ હોય છે જે હોઠને પૂરતા પ્રમાણમાં નમી આપે છે. હોઠની કોમળતાને બનાવી રાખવા માટે તમે સીધા જ ઘીને લગાવી શકો છો. તેનાથી પણ તમને લાભ મળશે.
4. વાળ ઉતરવાની સમસ્યા કરશે દૂર: હાલના સમયમાં વાળ ઉતરવાની સમસ્યા શરીરમાં પોષકતત્વોની ઉણપના કારણે થાય છે. એવામાં જો તમે નાભિની અંદર ઘી લગાવો છો તો તેનાથી તમને વાળ ઉતરવાની સમસ્યા ઓછી થઇ જાય છે. તે વાળને જડમાંથી મજબૂત બનાવે છે.
આ રીતે કરો ઉપયોગ: રોજ રાત્રે સુતા પહેલા થોડું ઘી હળવું ગરમ કરી લેવું. ત્યારબાદ તેના થોડા ટીપા નાભિની અંદર નાખવા અને પેટની આસપાસ 5મિનિટ સુધી હળવી માલીસ કરવી.

Leave a Reply

*