રળીયામણી તે સવારે મરીનડ્રાઈવરના પોશ રસ્તા પર આવેલા મોદી મેનોરમાં આજે સવારથી ખુબ જ ધમાલ હતી આજે મોદી મેનોર ગાજીવાજી રહ્યો હતો. હા વાંચનાર આપણી વાર્તા નાયક દીનશાજી દારૂવાલા અને તેમની સમજદાર અને સેવાભાવી પત્ની શીરીન દારૂવાલાની જીંદગીમાં કેટલા વરસ પછી
ખુશાલીએ લોકોના ઘેરમાં દસ્તક દીધી હતી. ને એમની ખુશીનું કારણ એ હતું કે આજે કેટલા વરસો પછી એ લોકોને ત્યાં એક મહેમાન આવવાનું હતું તેથી બન્ને ભલા ને નેક વરબૈરી ખુબ ખુશ હતા. વાંચનાર તમો સમજી ગયા હશો કે એ
ખુશાલી શું હોઈ શકે કયારે તે દિવસ જલ્દીથી આવે તેની બન્ને જણા ઈંતેજારીથી રાહ જોઈ રહ્યા હતા. ને આખરે ઈંતેજારીનો અંત આવી ગયો. ને નવ મહિના પછી શીરીને એક તંદુરસ્ત ને ગલગોટા જેવા દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાને જોઈને બન્નેની ખુશી સમાતી નહોતી. દીકરો આવ્યા પછી દિવસો વીતતા ગયા. એક દિવસ શીરીને પોતાના ધણીને પુછયું કે દીનશાહ, આપણે દીકરાનું નામ શું રાખશું, વરે કહ્યું કે તું કોઈ સરસ નામ સીલેકટ કર. ને શીરીને કહ્યું કે નહી તમારી પસંદનું રાખો. એટલે દીનશાહે કહ્યું આપણે એનું નામ દાનેશ રાખ્યે. જેમાં દીનશાહનો ‘દી’ ને શીરીનનો ‘શ’ પણ આવી જશે. મારો દીકરો આપણા બન્નેના નામનું મીશ્રણ થશે. આય નામ તને ગમશેને શીરીન ડીયર, હાસ્તો વરી ઘણુંજ ગમશે. એટલે વહાલા તે દીકરાનું નામ ફાઈનલ થઈ ગયું દાનેશ દીનશાહ દારૂવાલા.
વખત વહેતો ગયો ને દાનેશ મોટો થતો ગયો વહેતા વરસની સાથે દાનેશ સાત વરસનો થયો. સાત વરસના ગાલામાં શીરીને એક મીઠી દીકરીને પણ જન્મ આપ્યો. એટલે બેઉ ધણી ધણીયાણીની ખુશી સમાતી નહી હતી.
પરંતુ બન્ને ભાઈ બહેનમાં આસમાન જમીનનો ફરક હતો. દાનેશ ઈંટેલીજન્ટ મીઠો ને સમજદાર દીકરો હતો ને મંમીનો લાડકો હતો જ્યારે એની બહેન શીરાઝી મીઠી પણ મીજાસી ગુસ્સાવાલી ને જીદ્દી હતી ને તે ડેડીની આંખનો તારો હતી.
દીનશાહ, હવે દાનેશ નવ વરસનો થવા આવ્યો ને આપણી શીરાજી પણ હવે સાત વરસની થશે. તો આપણે હવે એ લોકોની નવજોતને માટે વિચારવું જોઈએ. હા શીરીન તારૂં કહેવું પણ બરોબર છે. પર શીરીન મારો વિચાર છે કે આપણે બન્નેની નવજોત એક જ દિવસે સાથે કર્યે તો તું શું કહેચ? અરે તમારો ઘણો સરસ આઈડીયા છે. પછી દીનશાહ હસતા હસતા બોલ્યા, ચાલો હવે શુભ નવજોતની તૈયારી કરો.
ત્યારે એ ભલા ધણી ધણીયાણીને માલમ નહીં હતું કે આવતા દિવસોમાં શું થનાર છે. ભવિષ્યની વાત તે મહાન દાદારને જ ખબર હોય કે આવતો વખત કેવો ખેલ ખેલનાર છે.
એક દિવસની વાત છે. બન્ને ભાઈ બહેન લેસન કરી
પરવારીને લુડોની ગેમ રમવા બેઠા થોડો વાર શાંતિથી રમ્યા પછી બન્ને ભાઈ બહેન ઝગડી પડયા. તે એટલે સુધ ઝગડો કીધો કે શીરાઝીએ ગુસ્સામાં આવીને લુડોના સોટકા ભરવાનો લાકડાનો ભારી ડબ્બો એટલા જોરથી દાનેશના માથા મારી દીધો દાનેશ તમ્મર ખાઈને સ્ટુલ પરથી પડી ગયો.
શીરાઝી તો એકદમ ગભરાઈ ગઈ ને રડતી રડતી મંમ્મીના પાસામાં જઈને ભરાઈ ગઈ. એટલે શીરીને પુછયું શું છે
શીરાઝી? એટલી બધી ગભરાયેલી કેમ છે? એટલે શીરાઝી બોલી મંમ્મી લુડો રમતા દાનેશ સ્ટુલ પરથી પડી ગયો ને માઠામાંથી લોહી પણ નીકલેચ.
(વધુ આવતા અંકે)
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024