સામગ્રી: 1 મોટો વાડકો ફણગાવેલા મગ, 1 કપ બાસમતી ચોખા, જરૂર પ્રમાણે પાણી, થોડી સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, સમારેલા મરચા, સમારેલો ફુદીનો, 1 કેપ્સિકમ, 1 ગાજર, 4 – 5 ફણસી, 1 ટામેટુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરુ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પુલાવ મસાલો. 1 ચમચી આદુ લસણનો પેસ્ટ.
રીત: સૌથી પહેલા જે ફણગાવેલા મગ, લીધા છે તેને અધકચરા બાફી લો પાણી નીતારી અને ઠંડા થવા દો. હવે જે શાકભાજી લીધું છે એને ધોઈ સમારી અને અધકચરૂ બાફી લો તેને પણ પાણી નીતારી ઠંડુ થવા દો.
બાસમતી ચોખા ને બે વાર પાણીથી ધોઈને અડધો કલાક માટે પલાળીને રાખો તેને અધકચરા બાફી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો તેની સાથે જ થોડું બટર ઉમેરી દઈશું તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં અને લીલા મરચા ઉમેરો આદુ, લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લેવું હવે આપણે આમાં કોબીજ અને કેપ્સીકમ ઉમેરીને આપણે ફાસ્ટ ગેસ ઉપર આને સાંતળી લઈએ. આમાં ટામેટું ઉમેરો અને એક મિનિટ માટે એને ચડવા દો ટામેટું ચડી જાય એ પછી આમાં બાફેલા શાકભાજી અને ફણગાવેલા મગ, બાકીના મસાલા અને મીઠું ઉમેરી બધું મિક્સ કરીને એક મિનિટ માટે ચઢવા દઈશું હવે આમાં રાંધેલો ભાત ઉમેરી હલકા હાથે મીકસ કરી. ધીમાં તાપે 15મીનીટ ચડવા દો. છેલ્લે આમાં કોથમીર અને ફુદીનો ઉમેરી દો. ઠંડા દહીબુંદીના રાઈતા સાથે સર્વ કરો.
- જેજે હોસ્પિટલના પારસી વોર્ડમાં નવરોઝની ઉજવણી - 5 April2025
- ઝોરોસ્ટ્રિયન વિમેન્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા પાણી બચાવો પર્ફોર્મન્સ - 5 April2025
- આવાં યઝદના પરબની ઉજવણી - 5 April2025