પ્રિય વાચકો,
અઢાર મહિનાથી, માનવ જાતિ જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ભયાનકતા સહન કરી રહી છે જેના લીધે જીવન અને આજીવિકાનો નાશ થયો છે જેણે આપણા પ્રિયજનો અને આપણી ખુશીઓ ચોરી લીધી છે. ભૂતકાળની ખોટ અને આપણે હજુ પણ જે ચિંતા સાથે જીવીએ છીએ તે ઘણાને નિરાશ કરે છે, અને કોવિડ પ્રતિબંધોને કારણે વધેલી એકલતા અને અલગતા તેને વધુ ખરાબ બનાવે છે.
પરંતુ વસ્તુઓ ધીમે ધીમે વધુ સારી રીતે બદલાઈ રહી છે – જેમ કે રસીકરણના દરમાં વધારો થતો જાય છે, શાળાઓ ખુલશે, બેરોજગારીનું સ્તર ઘટે છે, અને આપણને ફરી એકવાર બહાર જવાની અને મિત્રો સાથે ભળી જવાની છૂટ મળે છે, જોકે અંતર જાળવી રાખવા અને મર્યાદિત સંખ્યામાં, આપણે હજુ પણ આશાસ્પદ છીએ.
જેમ ધીમે ધીમે જીવન ફરી એકવાર ખુલવા માંડે છે, આપણે આશાવાદ અને પ્રશંસાની નવી ભાવના શોધી રહ્યા છીએ. આપણી પાસે જે છે તેને સહજતાથી ન લઈ તેની કદર કરતા શીખવું જરૂરી છે અને આપણે અગાઉ જે સરળ બાબતોની અવગણના કરી હતી તેની કદર કરવી આવશ્યક છે – જેમ કે ફક્ત આઈસ્ક્રીમ અથવા મિત્રો સાથે કોફી, શેરીઓમાં ચાલવું અથવા જીમમાં કસરત કરવી. આપણે ભૂતકાળની આફતમાંથી સાજા થવાનું શરૂ કર્યું છે અને પુનપ્રાપ્તિના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.
આ જ થીમ છે આપણા નવા વર્ષ વિશેષાંકનો જે છે આશા, ઉપચાર અને પુનપ્રાપ્તિની ઉજવણી. તે આપણને ઈશ્વરની ભલાઈની યાદ અપાવે છે અને આ કસોટી પાર કરવા આપેલ આશિર્વાદ માટે આભારી છે. પહેલા કરતા વધારે આપણે મિત્રો, કુટુંબ અને સમુદાયના મહત્વનો અહેસાસ કરી શકીશું.
કોરોના વાયરસ પડકાર ચાલુ છે, ઘણી એજન્સીઓ પ્રસારિત કરી રહી છે કે ભયજનક ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે. હા, જીવનના આ તબક્કામાં આપણને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે ખૂબ જ વાસ્તવિક અને ખૂબ જ જીવલેણ હોય છે, અને તે ઘણી વખત આપણને ડૂબાવી જાય છે. આપણે પારસીઓ છીએ! આપણે ગૌરવશાળી પુરુષો અને સ્ત્રીઓના સંતાન છીએ જેઓ ફકત કહેતા નથી પરંતુ વધુ ખરાબ સહન કરી શકે છે. પરંતુ તેમની સિદ્ધિઓ, અખંડિતતા અને પરોપકારથી આપણા સમુદાય અને દેશને ગૌરવ અપાવે છે!
આપણા દેશની વાત કરીએ તો, પ્રફુલ્લિત થવાનું વધુ કારણ છે કારણ કે 15 ઓગસ્ટના રોજ ભારત તેના 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે આપણું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ જાય છે! આપણું રાષ્ટ્ર નવી ઉંચાઈઓને સ્પર્શવાનું ચાલુ રાખે અને વૈશ્વિક સુપર-પાવર તરીકે તેનું યોગ્ય સ્થાન લે. સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ!!
તો ચાલો આપણે આ વાસ્તવિકતામાં આશા રાખીએ કારણ કે આપણે આપણી સ્વસ્થ પુનપ્રાપ્તિ તરફ આગળ વધી રહ્યા છીએ. જેમ આપણે પાછળના દર્પણમાં જોતા રહીએ છીએ જે આપણી વચ્ચે અને કોવિડ-19ના સૌથી ખરાબ વચ્ચે અંતર જાળવી રાખશે, ચાલો આપણે પ્રાર્થના કરીએ કે આપણે બધા સાજા થઈએ ફરી આવનારા વર્ષો સુધી ટકી રહેલી એકતા અને ખુશીને જાળવીએ!
આપ સૌને સાલ મુબારકની શુભેચ્છાઓ! નવા વર્ષની નવી ભ્રમણકક્ષા આપણા બધાને ઉપચાર, સુખ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે!
– અનાહિતા
anahita@parsi-times.com
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024