સુરત માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરતના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વિસ્પી ખરાદી એ અપાવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે.
આ અંગે રેનશિ વિસ્પી ખરાદી એ જણાવ્યું હતું કે બીએસએફના ડિરેકટર જનરલ રાકેશ અસ્થાના કે જેઓ લાંબા સમય સુધી સુરત પોલીસ કમિશનર તરીકે રહ્યા હતા અને તે દરમિયાન અદ્યતન સીસીટીવી નેટવર્ક તથા ટ્રાફિક બ્રિગેડ જેવી સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. અદ્યતન સેલ્ફ ડિફેન્સ ટેકનીક્સ તથા ધનિષ્ઠ મીલેટરી ટ્રેનિંગના અગ્રણી એવા રાકેશભાઈ અસ્થાનાએ શહેર પોલીસ અધિકારી તથા મહિલા આત્મરક્ષાની
ટ્રેનીંગ પણ શહેરના જાણીતા મિક્સ માર્શલ આર્ટ ટ્રેઈનર રેનશિ વિસ્પી ખરાદી તથા તેમના પ્રશિક્ષકો દ્વારા પૂરી પાડી પોલીસ પબ્લિકના સમન્વયનું ઉદાહરણ આપ્યું હતું. આ કામગીરી સામાજીક જવાબદારી તરીકે વિનામૂલ્ય કરવામાં આવી હતી.
બીએસએફના જવાનોને ટ્રેનિંગ વિશે જણાવ્યું હતું કે રવિ ગાંધી આઈજી બીએસએફ ટ્રેનીંગ તથા ડિરેકટર જનરલ બીએસએફ સાથે રાકેશ અસ્થાના એ બીએસએફ જવાનોને કમાન્ડોની વિશિષ્ટ પ્રકારની
ઇઝરાઇલીયન મિલેટ્રી ટ્રેનિંગ કે જે ક્રાવ માગા તરીકે ઓળખાય છે તે તથા કુડો – જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટની સચોટ ગણી
ગણાતી ટ્રેનિંગ આપી બીએસએફના દળને વધુ સુસજ્જ કરવાનું બીડું ઝડપ્યું છે. જેની તમામ જવાબદારી રેનશિ વિસ્પી ખરાદીને સોંપી છે. જે અંતર્ગત સૌપ્રથમ વિસ્પી ખરાદી તથા તેમના બે ચુનંદા પ્રશિક્ષકો બ્લેકબેલ્ટ સેનસાઇન ગુલામ મોઇનુદ્દીન મલેક તથા સેનસાઈ
ચિંતસિંગ રાઠોડ, ટેકનપૂર ગ્વાલિયર મધ્યે આવેલ બીએસએફ ના ટ્રેનિંગ કેમ્પ ખાતે જવાનો તથા કમાન્ડોને ફેજ-1ની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી આપી હતી. ત્યારબાદ તાજેતરમાં હજારીબાગ રાચી ખાતે આવેલ બતર ટ્રેનિંગ કેમ્પ પણ ઉચ્ચ કક્ષાની ક્લોઝ કવોટર કોમ્બેટ દુશ્મનો સાથે હાથો હાથની નિર્ણાયક ગણાતી લડાઈ તથા અત્યંત વિષમ પરિસ્થિતિમાં મિક્સ માર્શલ આર્ટ કુડોની જાપાનીસ ટેક્નિક વડે દુશ્મનને મહાત કરવાની નવતર પ્રકારની મિલેટ્રી ટ્રેનિંગનો સમાવેશ થયો છે. જેમાં બીએસએફના કમાન્ડો તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે 50 જવાનો એ ભાગ લીધો હતો. જે બાબતે બીએસએફ કમાન્ડો શ્રી સંજયકુમાર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિસ્પી ખરાદીએ એ ખૂબ જ ખંત અને કૌશલથી તેમના કમાન્ડો અને અધિકારીઓને વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન તથા જાપાનીઝ કૂડોની ટેકનીકના નિર્ણાયક તબક્કામાં ટ્રેનિંગ આપી બીએસએફના જવાનોએ કમાન્ડોને વધુ આત્મવિશ્વાસની અપ્રતિમ શક્તિ અને જોશનું નિરૂપણ કર્યું છે. જે કાબિલે તારીફ છે તેથી જ આવા પ્રકારના ટેકનીક બીએસએફના જવાનોને ભવિષ્યમાં પણ આપવામાં
આવવી જોઈએ. જે શ્રી રાકેશ અસ્થાનાની દૂરંદેશી નીતિને કારણે શક્ય બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઇઝરાઇલયન ટેક્નિક ક્રાવ માગા મિક્સ માર્શલ આર્ટ વડે થયેલા બીએસએફના જવાનો અને કમાન્ડોમાં એક અપ્રતિમ શૌર્ય વ્યૂહાત્મક કોમ્બિનેશન અને દેશ પ્રત્યે જાનફેસાનીનું નિરૂપણ કરશે. તેથી વિશ્ર્વના શ્રેષ્ઠ ગણાતા
આર્મીમાં ઇઝરાઇલીયન મિલિટરી ટેકનિક વડે સુસજ્જ ભારતીય સૈન્યની હરોળમાં બીએસએફના જવાનોને અને કમાન્ડો સ્થાન પામશે. ગલવાન હાઈટ્સ – લડાખ અને અરૂણાચલ તથા કાશ્મીર જંબુ બીએફની શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે તે પ્રકારનું પ્રકારનું પરીક્ષણ બીએસએફને વધુ સચોટ અને અસરકારક બતાવશે અત્રે નોંધનીય છે કે બીએસએફ દૂર ગામ વિસ્તારોમાં અતિ કપરી અને સંયુક્ત ટ્રેનિંગ માટે તેમનું કાબેલે સાથીઓને નિપુર્ણ સેવા આપી વધુ શક્તિશાળી બનાવવાની એક તક મળી છે. જે
અમારો પુરસ્કાર છે. વિસ્પી ખરાદી મિક્સ માર્શલ આર્ટ તથા ફિટનેસના સાલીન સુરતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ ઈન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ એથ્લેટીકામાં મેનેજિંગ ડિરેકટર છે. આ ઉપરાંત તેઓ કૂડો એસોશિયનના જનરલ સેક્રેટરી છે અને ભારતના 29 રાજ્યોમાં તેઓ કૂડોનું સંચાલન કરી રહ્યા છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024