એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધી ને સરસ બંગલો બનાવ્યો. જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને 100 વરસ જૂનું લિચીનું ઝાડ હતું. એ જગ્યા એમણે એ લિચીના ઝાડને કારણે જ લીધેલી, કારણકે એની પત્નીને લિચી ખુબ જ પ્રિય હતી.
કેટલાક સમય પછી એમણે રિનોવેશનનું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ.
જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને હોંગકોંગના 30 વરસથી વાસ્તુ શાસ્ત્રમાં પ્રસિદ્ધ માસ્ટર કાઉને બોલાવી લીધા.
એમને એરપોર્ટથી લીધા, બન્ને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા. રસ્તામાં કોઈપણ કાર એમને ઓવરટેક કરવાની કોશિશ કરે, એ એને રસ્તો આપી દેતા.
માસ્ટર કાઉએ હસતા હસતા કહ્યું તમે ખૂબ સેફ ડ્રાઈવીંગ કરો છો. એણે પણ હસતા હસતા જ કીધું કે લોકો હંમેશાં ઓવરટેક ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય, તો આપણે એમને રસ્તો આપવો જોઈએ.
ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી. ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો. એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા, જેમ કે એને કોઈની રાહ હોય, ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો, કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા.
માસ્ટર કાઉએ હેરાનીથી પૂછ્યું – તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે?
એણે બહુ સહજભાવે કીધું, બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય.
માસ્ટર કાઉ આ વાત સાંભળી જોરથી હસ્યાં અને બોલ્યા, તમે નિ:સંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો.
ઘર સુધી, પહોંચી બન્ને કારમાંથી ઉતર્યા,ત્યાં અચાનક ઘરની પાછળથી 7-8 પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા. એ જોઈને એણે માસ્ટર કાઉને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડી વાર રોકાઈ જઈએ અહીં?
માસ્ટર કાઉએ કારણ જાણવા માગ્યુ તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લિચી ચોરતા હશે, ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશેકે ઝાડ પર થી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઇજા થઇ જશે.
માસ્ટર કાઉ થોડો સમય ચૂપ રહયા,પછી સંયમિત અવાજમાં બોલ્યા, મિત્ર, આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણ ની કોઈ આવશ્યકતા પણ નથી.
એણે ખૂબ હેરાનીથી પૂછ્યું, કેમ?
માસ્ટર કાઉ જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય, એ સ્થાન/સંપત્તિ વાસ્તુશાસ્ત્ર ના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર-સુખદાયી-ફળદાયી જ રહેશે.
જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે, તો એનાથી બીજાને જ નહીં, આપણને પોતાને પણ માનસિક લાભ-શાંતિ- પ્રસન્નતા મળે છે.
જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયં ની પહેલા બીજાનું ભલુ વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે.
જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે.
ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય, જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્ર તંત્ર ની આવશ્યકતા જ ન રહે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024