એક બહુ જ હોશિયાર છોકરો હતો. હમેશા ફર્સ્ટ જ આવતો. આવા છોકરાઓને બહુ જ જલ્દી સિલેકસન મળી જતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું.
આઈઆઈટી ચેન્નઈમાં કરીને બી.ટેક કર્યું અને પછી અમેરિકા જઇને એમબીએ કર્યું. તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર ક્ધયા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામની જિંદગી જીવવા લાગ્યો.
સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સપરિવાર આત્મહત્યા કરી લીધી.
ગડબડ ક્યાં થઈ? આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતીમાં આ જ પગલું શ્રેષ્ઠ છે !!!
એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને કેલીફોર્નીયા ઈન્સ્ટીટયુટ ઓફ કલીનીકલ સાયકોલોજી જાણવા માટે સ્ટડી કર્યું કે આખરે ગડબડ થઈ છે કયાં?
કારણો મળ્યા, અમેરિકાની આર્થિક મંદીના લીધે એની નોકરી ગઈ હતી. પછી બીજી નોકરી મળી જ નહીં. પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાનના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ. થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમયમાં સપરિવાર આત્મહત્યા કરી લીધી!
આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે આ વ્યક્તિએ ફકત સફળતા જ જોઈ હતી. તે ફકત સફળ કેમ થવું તે જ શીખ્યો હતો. નિષ્ફળતા કેમ પચાવવી તે તેને ખબર જ નહોતી. આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવામાં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નહોતું શિખડાવ્યું !
એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયાના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમમાં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું.
મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયામાં કેમ ટકવું એ સંસ્કાર અને શીખ પણ આપો.
દરેક પરિસ્થિતિનો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને સહનશીલતા રાખવી એ પણ શિખડાવો.
જીવનમાં શિક્ષણ ફક્ત પુસ્તકિયું જ ન હોવું જોઈએ. પણ જિંદગી કેમ જીવવું એ પણ આપને શીખવવું જોઈએ.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024